Amarnath Yatra 2025: અમરનાથ યાત્રા 2025 માટે રજિસ્ટ્રેશન શરૂ, ઓનલાઇન અને ઓફલાઇન પરમિટ અને ડોક્યુમેન્ટની તમામ વિગત જાણો

Amarnath Yatra 2025 Registration: અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન 14 એપ્રિલ, 2025થી શરૂ થઇ ગયું છે. યાત્રીઓ ઓનલાઇન અને ઓફલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકે છે. અહીં અમરનાથ યાત્રાની મહત્વપૂર્ણ તારીખ, મેડિકલ ચેકઅપથી લઇ જરૂરી દસ્તાવેજ સહિત તમામ વિગત આપી છે.

Written by Ajay Saroya
April 17, 2025 11:42 IST
Amarnath Yatra 2025: અમરનાથ યાત્રા 2025 માટે રજિસ્ટ્રેશન શરૂ, ઓનલાઇન અને ઓફલાઇન પરમિટ અને ડોક્યુમેન્ટની તમામ વિગત જાણો
Amarnath Yatra 2025: અમરનાથ યાત્રા 25 જુલાઈ 2025 થી 19 ઓગસ્ટ 2025 સુધી યોજાવાની છે. (Photo: @amarnathjiyatra)

Amarnath Yatra 2025 Registration: અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન શરૂ થઇ ગયું છે. અમરનાથ યાત્રા ભારતના સૌથી પવિત્ર યાત્રાધામોમાંનું એક છે, જેમાં ભક્તો જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ ગુફામાં કુદરતી રીતે બરફથી નિર્મિત શિવલિંગના દર્શન કરે છે. દર વર્ષે દેશભરમાંથી હજારો લોકો અમરનાથ યાત્રામાં આવે છે. જો તમે વર્ષ 2025માં અમરનાથ યાત્રા પર જવા માંગતા હો, તો અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.

Amarnath Yatra 2025 Registration Date : અમરનાથ યાત્રા 2025 માટે રજિસ્ટ્રેશન

અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન 14 એપ્રિલ, 2025 થી શરૂ થઇ ગયું છે. આ યાત્રા માટે રજિસ્ટ્રેશન ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકાય છે. ભક્તો હવે શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ (SASB) ની સત્તાવાર વેબસાઇટ પરથી અથવા અધિકૃત બેંકો દ્વારા પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

અમરનાથ યાત્રા માટે મેડિકલ ચેકઅપ જરૂરી

અમરનાથ યાત્રા બહુ કઠિન અને મુશ્કેલ છે. આથી અમરનાથ યાત્રામાં જવા માટે યાત્રીનો મેડિકલ ચેકઅપ જરૂરી છે. શારીરિક રીતે સ્વસ્થ અને તંદુરસ્ત વ્યકિતઓને અમરનાથ યાત્રા પર જવાની મંજૂરી આપવામાં આવે છે. ભક્તોએ મેડિકલ ચેકઅપ અને ઉંમર સંબંધિત શરતો પૂરી કરવી પડી શકે છે.

હકીકતમાં, અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરવાતી વખતે જે યાત્રીએ હેલ્થ સર્ટિફિકેટ (CHC) જેવી મહત્વપૂર્ણ વિગતો પ્રદાન કરવાની રહેશે. આ યાત્રા પર જવાનું આયોજન કરી રહેલા ભક્તોને છેલ્લી ઘડીની ભીડ અને મુશ્કેલી ટાળવા માટે સમયસર નોંધણી કરાવવાની સલાહ આપવામાં આવે છે.

Amarnath Yatra 2025 Start Date : અમરનાથ યાત્રા 2025 કયારે શરૂ થશે?

આ વર્ષે અમરનાથ યાત્રા 25 જુલાઈ 2025 થી શરૂ થઈ રહી છે અને તે 19 ઓગસ્ટ 2025 સુધી ચાલુ રહેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન દરરોજ ફક્ત 15,000 લોકોને જ અમરનાથના દર્શન કરવાની મંજૂરી આપવામાં આવશે. તમે નીચે અમરનાથ યાત્રા 2025 સંબંધિત મહત્વપૂર્ણ તારીખોની વિગતો જોઈ શકો છો.

  • રજિસ્ટ્રશન ક્યારથી શરૂ થશે – 14 એપ્રિલ 2025
  • અમરનાથ યાત્રા ક્યારે શરૂ થશે : 25 જુલાઈ 2025
  • અમરનાથ યાત્રા ક્યારે સમાપ્ત થશે : 19 ઓગસ્ટ 2025

Amarnath Yatra 2025 Online Registration : અમરનાથ યાત્રા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાની પ્રકિયા

  • તમારા મોબાઇલ કે કોમ્પ્યુટરમાં સૌથી પહેલા SASB વેબસાઇટ jksasb.nic.in ઓપન કરો.
  • હોમ પેજ પર દેખાતી “ઓનલાઈન સર્વિસ” (Online Services) પર ક્લિક કરો.
  • “યાત્રા પરમિટ નોંધણી” (Yatra Permit Registration) વિકલ્પ પસંદ કરો.
  • બધી શરતો અને સૂચનાઓ બરાબર વાંચો અને “હું સંમત છું” (I Agree) પર ક્લિક કરો અને Register પસંદ કરો.
  • તમારું નામ, યાત્રાની તારીખ, મોબાઇલ નંબર, આધાર નંબર જેવી જરૂરી વિગતો દાખલ કરો. પાસપોર્ટ સાઇઝનો ફોટો અને હેલ્થ સર્ટિફિકેટ (CHC) પણ અપલોડ કરો.
  • તમારા મોબાઇલ નંબર પર મળેલ OTP દાખલ કરી વેરિફાઇ કરો.
  • તમને બે કલાકમાં પેમેન્ટ લિંક પ્રાપ્ત થશે. લગભગ રૂ. 220 રૂપિયા ફી ચૂકવવી પડશે.
  • પેમેન્ટ થયા બાદ તમે પોર્ટલ પરથી તમારી યાત્રા પરમિટ ડાઉનલોડ કરી શકો છો.

Amarnath Yatra 2025 Offline Registration : અમરનાથ યાત્રા માટે ઓફલાઇન રજિસ્ટ્રેશન કરવાની પ્રકિયા

  • અમરનાથ યાત્રા માટે ઓફલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. જે લોકો ઓફલાઇન મોડ પસંદ કરે છે તેમના માટે જમ્મુ અને કાશ્મીર સરકારે વૈષ્ણવી ધામ, પંચાયત ભવન, મહાજન હોલ અને અન્ય ઘણા સેન્ટર બનાવ્યા છે.
  • યાત્રાની તારીખના ત્રણ દિવસ પહેલા નજીકના કેન્દ્ર પરથી ટોકન સ્લિપ મેળવો.
  • બીજા દિવસે સરસ્વતી ધામ જાઓ, ત્યાં તમારો મેડિકલ ચેકઅપ અને રજીસ્ટ્રેશન થશે.
  • જમ્મુમાં RFID કાર્ડ સેન્ટરની મુલાકાત લો અને તે જ દિવસે તમારું કાર્ડ લઈ લો.

તમે ઓનલાઈન નોંધણી કરાવો કે ઓફલાઈન, બધા જરૂરી દસ્તાવેજો અને પ્રમાણપત્રો સમયસર પ્રાપ્ત કરી લો જેથી મુસાફરી દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે. અત્રે ઉલ્લેખનિય છે કે, અમરનાથ યાત્રા માત્ર એક યાત્રા નથી પણ એક દૈવી અનુભવ છે. સમયસર તૈયારી કરો, માહિતગાર રહો અને આ આધ્યાત્મિક યાત્રાને ખાસ બનાવો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ