Negative and Positive traits of Cancer: 21 જૂનથી 22 જુલાઈ વચ્ચે જન્મેલા કર્ક રાશિના જાતકો બધી રાશિઓમાં સૌથી વધારે પ્રેમાળ હોય છે. આ રાશિના જાતકો દયાળું, સહાનુભૂતિપૂર્ણ, વિશ્વાસપાત્ર અને વફાદાર હોય છે. આ લોકો અન્ય લોકોની તુલનામાં સંવેદનશીલ હોય છે. આ પ્રકારે પોતાના આસ-પાસના લોકોની વાઈબ્સથી આસાનીથી પ્રભાવિત થઈ જાય છે. આ રાશિના જાતકોના અનેક ખાસ ગુણો પૈકી એક ખાસ ગુણ એ છે કે આ રાશિના લોકો શરત વગરનો પ્રેમ કરે છે. સંવેદનશીલ અને દયાળું હોવા ઉપરાંત મજાકિયા સ્વભાવના હોય છે. તેમનામાં સેન્સ ઓફ હ્યુમર પણ હોય છે. આવા લોકો એક સમાન વ્યક્તિત્વ ધરાવનારા સાથી ઇચ્છે છે.
ખુબ જ સંવેદનશીલ હોય છે
બીજાની જરૂરિયાતો પ્રત્યે સહાનુભૂતિ રાખવાની સાથે સાથે દ્રઠ ઇચ્છાશક્તિ માટે જાણિતા કર્ક રાશિના લોકો પોતાના આસપાસના સૌથી સંવેદનશીલ લોકોમાં એક હોય છે. તેમની સંવેદનશીલાનું આ કારણ છે કે બીજા લોકોની ભાવનાઓને સર્વોત્તમ રીતે સમજવામાં સક્ષમ હોય છે. તેમનો આ વ્યવહાર તેમના જીવનના વિભિન્ન પડકારોને સ્વીકાર કરવા માટે કઠીન બનાવી દે છે.
ભાવુક્તા તેમના ઉપર થાય છે હાવી
કર્ક રાશિવાળા ખૂબ જ ભાવુક હોય છે. જોકે, ભાવનાઓનું હોવું સારી વાત છે. પરંતુ વધારે પડતી ભાવુક્તા મને કમજોર બનાવી દે છે. ઠીક આવી જ રીતે આ રાશિના જાતકો સાથે આવું થાય છે. જે જીવનની મુશ્કેલીઓને સારી રીતે સામનો નથી કરી શકતા. તેમનો અત્યંત સંવેદનશીલ સ્વભાવ જ તેમને પાસ્ટ લાઇફને સારી વસ્તુઓમાં જીવવા માટે પ્રેરિત કરે છે. તેઓ વર્તમાન ઉપર ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા.
ખુબ જ ઝડપથી ચિડાઈ જાય છે
આપણે જાણીએ છીએ કે ક્યારે ના ક્યારે બીજા લોકોથી દ્વેષ હોય છે પરંતુ કર્ક રાશિના જાતકો વાસ્તવમાં કોઈના પર ગુસ્સે થઈ જાય તો તેઓ આ વાતને ક્યારેય ભૂલતા નથી. વર્ષો સુધી પણ તેઓ આ વાતને યાદ રાખે છે. આ સાથે જ આ રાશિના લોકો ખુબ જ નાની નાની બાબતો ઉપર ચિડાઈ જાય છે. કારણ કે તેમને વધારે મજાક પસંદ નથી.
આ પણ વાંચોઃ- આંગળીઓની બનાવટથી જાણી શકાય વ્યક્તિ સાથે સંબંધિત ગહન રહસ્ય, જાણો શું કહે છે સમુદ્રી વિજ્ઞાન
પઝેસિવ નેચર
જો તેમે તેમના માટે મહત્વના છો તો તેઓ મારા વિશે પઝેસિવ બની જાય છે. આવું થોડા સમય માટે સારું લાગે છે પરંતુ વધારે પડતા પઝેસિવ નેચર તમને બંધન મહેસૂસ કરાવી શકે છે. એક કર્ક રાશિના જાતકોને નિરંતર આશ્વાસનની આવશ્યક્તા હોય છે કે બીજી વ્યક્તિ તેમની છે. તેઓ પોતાના જીવનના મહત્વપૂર્ણ લોકોને ખોવા અંગે ચિંતિત હોય છે.
આ પણ વાંચોઃ- Raj Yog: ધનરાશિમાં બનશે લક્ષ્મી નારાયણ રાજયોગ, આ રાશિઓના જાતકોના શરુ થશે સારા દિવસો
ચીજોને સંતાડવામાં હોય છે માહેર
કર્ક રાશિના જાતકોની સૌથી સામાન્ય આદતોમાં એક છે કોઈપણ ચીજોને રાઝ રાખવું. જો તેમે આ રાશિના જાતકોના પતિ કે પત્ની હોવ તો એ સંભાવના છે તે કે તમારા સાથી તમારાથી ગણુ બધુ છુપાવી રહ્યા છે. આવું એટલા માટે નથી કે કંઈ ખોટું કરી રહ્યા છે પરંતુ એટલા માટે છે કે આ તેમના સ્વભાવમાં છે. કર્ક રાશિના જાતકોને પણ પોતાના જીવન અંગે કોઈને જણાવતા નથી.