/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/Anant-Chaturdashi-2024.jpg)
Anant Chaturdashi 2024 : અનંત ચતુર્દશીનો તહેવાર ભાદરવા મહિનાના ચૌદસના દિવસે ઉજવવામાં આવે છે. સાથે જ તમને જણાવી દઈએ કે તેને અનંત ચૌદસ પણ કહેવામાં આવે છે. photo- Jansatta
Anant Chaturdashi 2024 Date, Shubh Muhurat, Puja Vidhi: અનંત ચતુર્દશીનો તહેવાર ભાદરવા મહિનાના ચૌદસના દિવસે ઉજવવામાં આવે છે. સાથે જ તમને જણાવી દઈએ કે તેને અનંત ચૌદસ પણ કહેવામાં આવે છે. આ દિવસે ભક્તો ભગવાન વિષ્ણુ અને દેવી પાર્વતીની પૂજા કરે છે. સાથે જ આ દિવસે અનંત સૂત્ર બાંધવાની પરંપરા છે. આ સિવાય ગણપતિ ઉત્સવનો છેલ્લો દિવસ છે અને આ દિવસે ગણેશ 10 દિવસ પછી ગણેશજી નું વિસર્જન કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ દિવસે રવિ યોગની રચના થઈ રહી છે, જેના કારણે આ દિવસનું મહત્વ વધુ વધી ગયું છે. આવો જાણીએ તારીખ, પૂજા વિધી અને સામગ્રી.
અનંત ચતુર્દશી 2024 તારીખ
જ્યોતિષ પંચાગ અનુસાર ભાદરવા મહિનાની ચૌદસ 16 સપ્ટેમ્બરે બપોરે 03:04 વાગ્યે શરૂ થઈ રહી છે. આ તિથિનું સમાપન 17 સપ્ટેમ્બરે સવારે 11:44 વાગ્યે થઇ રહ્યું છે. ઉદયા તિથિને ધ્યાનમાં રાખીને અનંત ચતુર્દશીનો તહેવાર 17 સપ્ટેમ્બરને મંગળવારના રોજ ઉજવવામાં આવશે.
અનંત ચતુર્દશી પૂજા માટે શુભ સમય
જ્યોતિષ પંચાગ મુજબ લાભ ચોઘડિયું સવારે 10.43 થી બપોરે 12.15 સુધી છે. આ સમયગાળા દરમિયાન તમે પૂજા કરી શકો છો.
આ પણ વાંચો - મોરપીંછને ઘરમાં રાખવું જોઈએ કે નહીં? સ્વામી પ્રેમાનંદ મહારાજે દૂર કરી શંકા
પૂજા સામગ્રીની યાદી
ભગવાન ગણેશની પ્રતિમા, લાલ કપડું, દુર્વા, જનેઉ, કળશ, નાળિયેર, પંચામૃત, પંચમેવા, ગંગાજળ, રોલી, શ્રી વિષ્ણુજીની તસવીર અથવા મૂર્તિ, ફૂલ, નાળિયેર, સોપારી, ફળ, લવિંગ, અગરબત્તી, દીવો, ઘી, અક્ષત, તુલસી, ચંદન, મીઠાઈ વગેરે.
અનંત ચતુર્દશી પૂજા વિધિ
- આ દિવસે સવારે વહેલા ઉઠીને સૂર્યોદય પહેલા સ્નાન કરી લો. આ પછી ગંગાજળને હાથમાં લઈને વ્રતનો સંકલ્પ લો.
- અનંત ચતુર્દશીના દિવસે પવિત્ર નદી, તળાવના કિનારે પૂજા કરવાથી પૂજાનું બમણું ફળ મળે છે. જો તમે કોઈ પવિત્ર નદીમાં જઈ શકો છો તો ઠીક છે નહીં તો તમે ઈચ્છો તો તમારા ઘરના મંદિરમાં પણ પૂજા કરી શકો છો.
- સાથે જ સૌથી પહેલા ભગવાન વિષ્ણુની શેષનાગના શયન વાળી મૂર્તિ સ્થાપિત કરો.
- આ પછી, પીળા અથવા સફેદ રંગની દોરી લો અને 14 વખત ગાંઠ બાંધો. આ પછી આ દોરીને ભગવાનના ચિત્ર પાસે રાખો. દોરાને રાખતી વખતે ઓમ અનંતાય નમ: મંત્રનો જાપ કરો. આ પછી પુરુષે તેના જમણા હાથમાં અને સ્ત્રીને તેના ડાબા હાથમાં દોરો બાંધવો જોઈએ.
- આ પછી અનંત ચતુર્દશીની કથાનું પઠન કરો. તેમજ બાદમાં ભગવાન વિષ્ણુની આરતી પણ કરો.
ડિસ્ક્લેમર – આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us