Ganesh Visarjan 2025: અનંત ચતુર્દશી પર ગણેશ વિસર્જન માટે 5 શુભ મુહૂર્ત, સાચી વિધિથી આપો ગણપતિ બાપ્પાને વિદાય

Ganesh Visarjan 2025 on Anant Chaturdashi: અનંત ચૌદશ પર ગણેશ વિસર્જન કરવામાં આવે છે. આ વખતે ગણેશ વિસર્જન માટે 5 શુભ મુહૂર્ત છે. આ સાથે જ જાણો ગણેશ વિસર્જન કરવાની સાચી વિધિ

Written by Ajay Saroya
September 05, 2025 16:37 IST
Ganesh Visarjan 2025: અનંત ચતુર્દશી પર ગણેશ વિસર્જન માટે 5 શુભ મુહૂર્ત, સાચી વિધિથી આપો ગણપતિ બાપ્પાને વિદાય
Ganesh Visarjan Muhurat, Vidhi on Anant Chaturdashi 2025

Ganesh Visarjan Muhurat, Vidhi 2025 : ગણેશ ચતુર્થી થી અનંત ચતુર્દશી સુધી દેશભરમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે. આ સાથે ઘણા લોકો શ્રીજીની મૂર્તિનું દોઢ દિવસ, ત્રણ, પાંચ, સાત કે દસ દિવસ પછી વિસર્જન કરે છે. જો કે મોટાભાગના લોકો ભાદરવી સુદ ચૌદશ એટલે કે અનંત ચૌદશ પર ગણેશ જીની મૂર્તિનું વિસર્જન કરી ગણપતિ બાપ્પાને વિદાય આપે છે. આ વર્ષે અનંત ચતુર્દશી 6 સપ્ટેમ્બર, 2025, શનિવાર છે. જો તમે પણ આ દિવસે ગણપતિ બાપ્પાનું વિસર્જન કરી રહ્યા છો, તો જાણી લો શુભ મુર્હૂત અને વિસર્જન કરવાની સાચી વિધિ

Anant Chaturdashi Ganesh Visarjan 2025 Date : અનંત ચતુર્દશી ગણેશ વિસર્જન 2025 તારીખ

ગણેશ વિસર્જન ભાદરવી સુદ ચૌદશ તિથિ પર કરવામાં આવે છે. આ તિથિને અનંત ચૌદશ કે આનંદ ચૌદશ પણ કહેવાય છે. આ વખતે અનંત ચૌદશ તિથિ 6 સપ્ટેમ્બર 2025, શનિવારે સવારે 3:12 વાગે શરૂ થશે, જે 7 સપ્ટેમ્બર 2025, રવિવાર રાતે 01:41 વાગે સમાપ્ત થશે.

Anant Chaturdashi Ganesh Visarjan Muhurat 2025 : અનંત ચૌદશ ગણેશ વિસર્જન મુહૂર્ત 2025

  • સવારનું મુહૂર્ત (શુભ) : સવારે 07:36 થી 09:10 વાગ્યા સુધી
  • બપોરનું મુહૂર્ત (ચર, લાભ, અમૃત) : બપોરે 12:19 થી સાંજના 05:02 વાગ્યા સુધી
  • સાંજનું મુહૂર્ત (લાભ) : સાંજે 06:37 થી 08:02 વાગ્યા સુધી
  • રાતનું મુહૂર્ત (શુભ, અમૃત, ચર) : રાતે 09:28 થી 01:45
  • સવારનું મુર્હૂત (લાભ) : 7 સપ્ટેમ્બર સવારે 04:36 થી 06:02 વાગ્યા સુધી

Ganesh Visarjan 2025 Vidhi : ગણેશ વિસર્જન કરવાની વીધી

અનંત ચૌદશના દિવસે સવારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. આ પછી ગણપતિ જીની વિધિવત પૂજા કરી આરતી કરો. આ સાથે જ ઘરમાં હવન કરાવો. હવન કર્યા બાદ એક બાજોઠ પર સ્વસ્તિક બનાવીને તેની ઉપર અક્ષત ચોખા મૂકો. આ પછી, લાલ અથવા ગુલાબી રંગનું આસન પાથરો. તેના ચારે ખુણા પર સોપારી મૂકો. ત્યારબાદ તેમા ગણપતિ બાપ્પા મોરયાનું ઉચ્ચારણ કરતા કરતા ગણેશ જીની મૂર્તિ સ્થાપિત કરો. આ પછી ગણેશ જીની આરતી કરી મોદકનો ભોગ લગાવો. તેમને નવા વસ્ત્ર અર્પણ કરો. એક રેશ્મી કાપડમાં ફુલ, મોદક, સોપારી અને અમુક ફળ બાંધીને મૂર્તિની બાજુમાં મૂકો. હવે ગણેશ ચતુર્થી પર પૂજા આરતીમાં જાણતા અજાણતામાં થયેલી ભૂલો માટે માફી માંગો અને આવતા વર્ષે ફરી પધારવાની પ્રાર્થના કરો.

આ પણ જુઓ | ગણેશ વિસર્જન શુભેચ્છા સંદેશ, અગલે બરસ આના હૈ આના હી હોગા…

ગણેશ વિસર્જન માટે એક મોટા વાસણમાં ચોખ્ખું પાણી ભરો. પછી તેમા ગંગાજળ ઉમેરો. હવે હાથમાં ફૂલો લઈને, માતા ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, કાવેરી અને સિંધુ નદીઓનું ધ્યાન કરતી વખતે તેમને આમંત્રિત કરો અને તે ફુલ પાણીમાં ચઢાવો. આ પછી ગણપતિ બાપ્પાની મૂર્તિને આદર અને ભાવથી ઊંચકીને ધીમે ધીમે પાણીમાં વિસર્જન કરી આગામી વર્ષે ફરી પધારવાની પ્રાર્થના કરો. વિસર્જનના સમયે મંત્રનો જાપ કરી મૂર્તિને સંપૂર્ણપણે પાણીમાં સમર્પિત કરો. આ સાથે, ગણપતિ બાપ્પા મોર્યા, અગલે બરસ તું જલદી આના – બોલો. જ્યારે મૂર્તિ સંપૂર્ણપણે પાણીમાં ઓગળી જાય એટલે એક કુંડામાં તે પાણી લઇ તેમાં કોઇ પવિત્ર છોડ વાવી દો. વિસર્જનનું પવિત્ર પાણી છોડ કે વક્ષમાં રેડો દો.

આ પણ વાંચો | ગણેશ વિસર્જન પર કરો આ ચમત્કારી ઉપાય, પરીક્ષામાં સફળતા મળશે, આર્થિક પ્રગતિ અને ઘર કંકાસ દૂર થશે

ડિસ્ક્લેમર- આ લેખ જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવ્યો છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ