18 વર્ષ બાદ મંગળ – રાહુએ બનાવ્યો ખતરનાક અંગારક યોગ, આ રાશિના જાતકોની મુશ્કેલી વધી, ધનહાનિ અને બીમારીનું જોખમ

Angarak Yoga In Meen Rashifal : જ્યોતિષ શાસ્ત્ર મુજબ રાહુ અને મંગળની યુતિથી ખતરનાક અંગરક યોગ બન્યો છે. અંગારક યોગ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તેથી આ યોગની અસર તમામ રાશિઓ પર અશુભ અસર થશે.

Written by Ajay Saroya
April 24, 2024 22:39 IST
18 વર્ષ બાદ મંગળ – રાહુએ બનાવ્યો ખતરનાક અંગારક યોગ, આ રાશિના જાતકોની મુશ્કેલી વધી, ધનહાનિ અને બીમારીનું જોખમ
મંગળ અને રાહુ ગ્રહના યોગથી ખતરનાક અંગારક યોગ બન્યો છે, જે અશુભ યોગ માનવામાં આવે છે.

Angarak Yoga In Meen Rashifal : વૈદિક પંચાગ મુજબ 23 એપ્રિલે મંગળ મીન રાશિમાં પ્રવેશ કર્યો છે, જ્યાં રાહુ ગ્રહ પહેલાથી જ હાજર છે. આવી સ્થિતિમાં આ બંને ગ્રહોના સંયોગથી અશુભ અંગારક યોગ બની રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્રમાં અંગારક યોગ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તેથી આ યોગની અસર તમામ રાશિઓ પર અશુભ અસર થશે. પરંતુ 3 રાશિ એવી છે જેમની મુશ્કેલીઓ વધી શકે છે. વળી, આ લોકોને ધન હાનિ અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આવો જાણીએ આ રાશિઓ કઇ છે

વૃષભ રાશિ (Taurus Zodiac)

અંગારક યોગ વૃષભ રાશિના જાતકો માટે અશુભ સાબિત થઈ શકે છે. કારણ કે તમારી રાશિથી આવક અને લાભ સ્થાનમાં આ યોગ બની રહ્યો છે. તેથી, આ સમયે તમારે પારિવારિક બાબતોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કેટલાક કિસ્સાઓમાં પરિવાર સંમત નહીં થાય. સાથે જ વિવાહિત લોકોને દાંપત્ય જીવનમાં મુશ્કેલી આવી શકે છે. વળી જીવનસાથી સાથે કોઈ વાતને લઈને તણાવ પણ થઈ શકે છે. તેથી, તમારે આ સમયગાળા દરમિયાન ધૈર્યથી કામ કરવું જોઈએ. સાથે જ તમારે ખૂબ સમજી વિચારીને રોકાણ કરવું જોઈએ.

તુલા રાશિ (Tula Zodiac)

તુલા રાશિના જાતકો માટે અંગારક યોગ પ્રતિકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી છઠ્ઠા ભાવ પર બન્યો છે. તેથી, તમારે આ સમયે આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વળી, જો તમારી સામે પોલીસ અને કોર્ટ કેસ ચાલી રહ્યો છે, તો તમારે હારનો સામનો કરવો પડી શકે છે. સાથે જ ઈચ્છાશક્તિમાં પણ ઘટાડો થઈ શકે છે, પરંતુ તેમ છતાં તમે નવા પડકારોનો આરામથી સામનો કરી શકશો. સાથે જ આ સમયે તમને કમરનો દુખાવો અને અલ્સર જેવી સમસ્યા પણ થઇ શકે છે. સાથે જ તમારે છુપા દુશ્મનોથી પણ સાવધાન રહેવાની જરૂર છે.

આ પણ વાંચો | હનુમાન જ્યંતિ થી શરૂ કરો હનુમાન ચાલીસા પાઠ, મળશે 11 ચમત્કારી ફાયદા

સિંહ રાશિ (Leo Zodiac)

સિંહ રાશિ ના જાતકો માટે અંગારક યોગ હાનિકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી ગોચર કુંડળીના આઠમા સ્થાનમાં બની ગયો છે. તેથી ગુપ્ત રોગો તમને આ સમય દરમિયાન પરેશાન કરી શકે છે. ઈજા કે અકસ્માત થઈ શકે છે. ઉપરાંત, આ સમય દરમિયાન તમારો નકામો ખર્ચ થઈ શકે છે. તેમજ જે લોકો હાર્ટ પેશન્ટ છે તેમણે પણ સમયનું ધ્યાન રાખવું જોઈએ. તેમજ આ સમયે કોઈ નવું કામ કરવાથી બચો, નહીં તો નુકસાન થઈ શકે છે. સાથે જ તમારે કોઈ વ્યક્તિને ઉધાર આપવાનું ટાળવું જોઈએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ