/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Antim-Sanskar-Vidhi.jpg)
Antim Sanskar Vidhi: હિન્દુ ધર્મમાં માનવના મૃત્યુ બાદ શરીરને અગ્નિમાં બાળી અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. (Photo: Jansatta)
Which Body Part Doesn't Burn During Cremation: મૃત્યુ એ જીવનની એક એવી હકીકત છે જેને કોઈ ટાળી શકતું નથી. જો કે, જ્યારે કોઈ આ દુનિયામાંથી વિદાય લે છે, ત્યારે તેનું દર્દ સહન કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. પરંતુ આ કુદરતનો નિયમ છે કે દરેક માનવીએ ક્યારેક ને ક્યારેક આ દુનિયા છોડીને જવું પડે છે. દેશના દરેક ધર્મના લોકોમાં જન્મ થી લઈને મૃત્યુ સુધી અલગ અલગ રિવાજો હોય છે.
હિંદુ ધર્મમાં પણ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. આ સમય દરમિયાન શરીર આગમાં બળીને રાખ થઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે અંતિમ સંસ્કાર પછી પણ શરીરનો એક ભાગ એવો હોય છે જે બળતો નથી? ચાલો આપણે જાણીએ કે અંતિમ સંસ્કાર પછી પણ કયું અંગ સળગતું નથી.
અગ્નિ સંસ્કાર શું થાય છે?
હિંદુ ધર્મમાં જ્યારે કોઈનું મૃત્યુ થાય છે ત્યારે તેને અંતિમ વિદાય આપવા માટે અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. આ સમય દરમિયાન, શરીરને ચિતા પર રાખવામાં આવે છે અને આગ લગાડવામાં આવે છે. થોડા જ કલાકોમાં શરીરનો દરેક ભાગ બળીને રાખ થઈ જાય છે. આ સમય દરમિયાન હાડકાં પણ બળી જાય છે. શરીરને રાખ થઇ જાય છે. રાખ અને હાડકાંનું નદીમાં વિસર્જન કરવામાં આવે છે, જેને અસ્થિ વિસર્જન વિધિ કહેવાય છે. પરંતુ શરીરનું એક અંગ એવું છે જે આગમાં પણ સંપૂર્ણ રીતે સળગતું નથી.
હકીકમાં એવું માનવામાં આવે છે કે જ્યારે મૃત શરીરના અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે, ત્યારે દાંત સંપૂર્ણપણે બળતા નથી. દાંત ખૂબ જ મજબૂત હોય છે કારણ કે તે કેલ્શિયમ ફોસ્ફેટથી બનેલા હોય છે. આ પદાર્થ એટલો મજબૂત હોય છે કે અગ્નિમાં પણ દાંત બળીન રાખ થતા નથી. તેથી અગ્નિસંસ્કાર પછી, દાંત ઘણીવાર બચી જાય છે, જ્યારે બાકીનું શરીર આગમાં બળીને રાખ થઇ જાય છે.
દાંત કેમ બળતા નથી?
કોઈ વ્યક્તિનું શરીર બળી જાય છે, ત્યારે દાંત બચી જાય છે. આનું કારણ તેમની ખાસ બનાવટ છે. દાંત કેલ્શિયમ ફોસ્ફેટથી બનેલા હોય છે, જે ખૂબ જ મજબૂત હોય છે અને આગમાં બળતા નથી. ચિતાની અગ્નિમાં દાંતનો નરમ ભાગ બળી જાય છે, પરંતુ દંતવલ્ક, જે સૌથી સખત ભાગ છે, તે રહે છે. શરીરના હાડકાંને સંપૂર્ણપણે બાળી નાખવા માટે ખૂબ જ ગરમી (લગભગ 1292 ડિગ્રી ફેરનહિટ) લાગે છે. પરંતુ આ તાપમાન પર પણ દાંત સંપૂર્ણપણે બળીને રાખ થતા નથી. કેટલાક લોકો કહે છે કે નખ પણ આગમાં સળગતા નથી, પરંતુ આના કોઈ નક્કર વૈજ્ઞાનિક પુરાવા નથી. દાંતની આ લાક્ષણિકતા તેને ઓળખ માટે ખૂબ મહત્ત્વની બનાવે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us