/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/bryan-johnson-10.jpg)
Brahma Muhurta : બ્રહ્મ મુહૂર્તમાં જાગવાથી ઘણા બધા ફાયદા થાય છે.
Astro Tips for Brahma muhurta : એસ્ટ્રો ટિપ્સ ફોર મોર્નિંગઃ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે સવારે કરવામાં આવેલા કામની દિનચર્યા પર ઊંડી અસર થાય છે. એટલા માટે કહેવાય છે કે સવારે ઉઠ્યા પછી ભગવાનનું નામ લઈને કોઈ પણ કામ કરવું જોઈએ. આવું કરવાથી જીવનમાં સકારાત્મક અસર પડે છે. ઉપરાંત જીવનની દરેક મુશ્કેલી- સમસ્યાઓ ધીમે ધીમે સમાપ્ત થાય છે. તેમજ દુર્ભાગ્ય દૂર થાય છે અને સૌભાગ્યના દરવાજા ખુલી જાય છે. ચાલો જાણીયે સવાર-સવારમાં ક્યા બે કાર્ય કરવા જોઇએ
બ્રહ્મ મુહૂર્ત કેટલા વાગે હોય છે?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બ્રહ્મ મુહૂર્તમાં રોજ જાગવું અને આ કામ કરવું શુભ માનવામાં આવે છે, કારણ કે ભગવાન પણ બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે. તમને જણાવી દઇયે કે સવારે 4 થી 5.30 વચ્ચેના સમયને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે.
બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ક્યા કામ કરવા
સવારે જાગીને તમારી હથેળીના દર્શન કરો
હિંદુ શાસ્ત્રો અનુસાર, સવારે ઉઠ્યા પછી સૌથી પહેલું કામ પોતાની હથેળીને જોવાનું છે. ઉપરાંત હથેળીને જોવાની સાથે એક મંત્રનો પણ જાપ કરવો જોઈએ. આમ કરવાથી દેવી-દેવતાઓની કૃપા હંમેશા બની રહે છે. તેમજ ધનની દેવી લક્ષ્મી અને વિદ્યાની દેવી સરસ્વતીની પણ વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સવારે પોતાની હથેળીના દર્શન કરતી વખતે આ મંત્રનો જાપ કરવો
કરાગ્રે વસતે લક્ષ્મી, કરમધ્યે સરસ્વતી |
કરમૂલે તું ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ ||
બ્રહ્મ મુહૂર્તમાં પૂજા-અર્ચના કરવી
શાસ્ત્રો અનુસાર, સૂર્યોદય પહેલા ઉઠીને દૈનિક ક્રિયા અને સ્નાન કર્યા બાદ વ્યક્તિએ ઇષ્ટ દેવ-દેવતાઓની પૂજા અવશ્ય કરવી જોઈએ. બ્રહ્મકાળમાં દેવી-દેવતાઓની પૂજા કરવાથી માનસિક અને શારીરિક તણાવમાંથી મુક્તિ મળે છે. તેમજ ભગવાનની કૃપાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળશે અને ધનની પ્રાપ્તિ થશે. પૂજાની સાથે આ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઇએ. તેનાથી તમે જીવનમાં આવનારી કોઇ પણ મોટી મુશ્કેલીનો સરળતાથી સામનો કરી શકશો. ઉપરાંત કુંડળીમાં નવગ્રહની પણ શાંતિ રહેશે.
બ્રહ્મા મુરારિ ત્રિપુરાન્તકરી ભાનુઃ શશિ ભૂમિ સુતો બુધશ્ચ।
ગુરુ શુક્ર શનિ રાહુ કેતવ સર્વે ગ્રહ શાંતિ કરા ભવન્તુ।।
આ મંત્ર ઉપરાંત ગાયત્રી મંત્રનો પણ જાપ કરવો જોઈએ. કહેવાય છે કે આમ કરવાથી કામ-કાજ કરવાની ક્ષમતાનો વિકાસ થાય છે.
આ પણ વાંચો | મની પ્લાન્ટ ચોરી કરીને વાવવું જોઇએ? ઘર અને બેડરૂમમાં મની પ્લાન્ટ લગાવતી વખતે કઇ બાબતો ધ્યાનમાં રાખવી
ગાયત્રી મંત્રીઃ-
ઓમ ભુર્ભુવઃ સ્વાહ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્।


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us