Astro Tips For Daan: આ 5 વસ્તુઓનું ક્યારેય દાન ન કરવું, હંમેશા ગરીબ રહેશો અને ભાગ્ય પણ રૂઠી જશે

Astro Tips For Daan: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દાન કરવું એ પુણ્યનું કાર્ય છે. પરંતુ કેટલીક ચીજવસ્તુઓ એવી છે જેનું ક્યારેય દાન ન કરવું જોઈએ.

Astro Tips For Daan: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દાન કરવું એ પુણ્યનું કાર્ય છે. પરંતુ કેટલીક ચીજવસ્તુઓ એવી છે જેનું ક્યારેય દાન ન કરવું જોઈએ.

author-image
Ajay Saroya
New Update
astro tips for daan | astro tips | dharma bhakti

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દાન કરવું એ પુણ્યનું કાર્ય છે.

Astro Tips For Daan: હિંદુ ધર્મમાં દાનનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે દાન કરવાથી પુષ્ય ફળ મળે છે તેમજ ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે. દાન કરવાથી ભગવાનના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દાન આપવું ખૂબ જ ફાયદાકારક અને પુણ્યકારી માનવામાં આવે છે. પરંતુ કેટલીક વસ્તુઓ એવી હોય છે જેનું દાન બિલકુલ ન કરવું જોઈએ. એવું મનાય છે કે, આવી ચીજવસ્તુઓનું દાન કરવાથી કે કોઇને આપવાથી જીવનમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓ અને સમસ્યાઓ ઉભી થઇ શકે છે. તેની સાથે જ આર્થિક સ્થિતિ પણ બગડી શકે છે. ચાલો જાણીયે, વ્યક્તિએ કઇ-કઇ ચીજોનું દાન ન કરવું જોઇએ

Advertisment

આ 5 ચીજોનું ક્યારેય દાન કરવું નહીં

કાંસકો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમારો કાંસકો કોઈને ન આપવો અને અન્ય કોઇ વ્યક્તિના કાંસકાનો ઉપયોગ પણ કરવો જોઈએ નહીં, કારણ કે તેનાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. સાથે સાથે ભાગ્ય પણ મોં ફેરવી લેશે. આથી તમારે માથા સાથે સંબંધિત કોઈ પણ વસ્તુનું દાન ન કરવું.

પેન

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિએ પોતાની કલમ કે પેન કોઈપણ રીતે દાન ન કરવી જોઈએ. તેનાથી વ્યક્તિના જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે.

ઘડિયાળ

આજકાલ લોકો ઘડિયાળ ગીફ્ટમાં આપતા હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘડિયાળનું દાન કરવું એ વ્યક્તિ માટે ભારે બોજરૂપ બની શકે છે. એવું કહેવાય છે કે કોઈને ઘડિયાળ દાન કે ભેટમાં આપીને તમે તમારો સારો અને ખરાબ બંને સમય તમારી સામેની વ્યક્તિને આપી રહ્યા છો. આવી સ્થિતિમાં, તમારે કાર્યસ્થળ પર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારું મન કામમાં નહીં લાગે.

Advertisment

આ પણ વાંચોઃ  ઘરમાં આ 5 શુભ ચિન્હ બનાવો, વાસ્તુ દોષની સાથે ગરીબી થશે દૂર, સુખ-સંપત્તિ અને સફળતાની થશે પ્રાપ્તિ

સ્ટીલ અથવા પ્લાસ્ટિકના વાસણો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સ્ટીલ કે પ્લાસ્ટિકની બનેલી ચીજવસ્તુઓનું દાન કરવાનું ક્યારેય ટાળવું જોઈએ. કેમ કે આનાથી તમારા બિઝનેસ પર ખરાબ અસર પડી શકે છે. ધંધો પણ બરબાદ થઈ શકે છે તેમજ ઘરમાં મતભેદ ઉભા થઇ શકે છે.

astrology ટ્રેન્ડિંગ ન્યૂઝ ધર્મ ભક્તિ વાસ્તુ શાસ્ત્ર ટિપ્સ