Dream Interpretation: સપનામાં હાથી દેખાવો શુભ સંકેત હોય છે કે અશુભ? જાણો શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર

Dream Interpretation: જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે હાથી ઇન્દ્ર દેવ, બુધ દેવ અને ગુરુ બૃહસ્પતિની સવારી છે. જ્યારે હાથીને ગણેશ ભગવાનના સૂચક પણ કહેવાય છે. હાથીને સમૃદ્ધિનો સૂચક પણ માનવામાં આવે છે.

Written by Ankit Patel
Updated : December 15, 2022 11:20 IST
Dream Interpretation: સપનામાં હાથી દેખાવો શુભ સંકેત હોય છે કે અશુભ? જાણો શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર
સ્વપ્નમાં હાથી દેખાવો પ્રતિકાત્મક તસવીર

Dream Interpretation: સપનામાં તમે શું જોયું અને કઈ વસ્તુને જોઈ છે. આ શુભ સંકેત છે અથવા અશુભ સંકેત તેની જાણકારી સ્વપ્ન શાસ્ત્રમાં આપવામાં આવી છે. સ્વપ્નશાસ્ત્ર અનુસાર સપનામાં દેખાતી દરેક વસ્તુનો પોતાનો અર્થ હોય છે. તો ચાલો જાઈએ સપનામાં હાથી દેખાવો શુંભ સંકે છે કે અશુભ? જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે હાથી ઇન્દ્ર દેવ, બુધ દેવ અને ગુરુ બૃહસ્પતિની સવારી છે. જ્યારે હાથીને ગણેશ ભગવાનના સૂચક પણ કહેવાય છે. હાથીને સમૃદ્ધિનો સૂચક પણ માનવામાં આવે છે.

સ્વપ્નમાં હાથી જોવાના સંકેતો શું છે?

સ્વપ્ન વિજ્ઞાન અનુસાર સ્વપ્નમાં હાથી જોવો એ એક શુભ સંકેત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તમારા સૌભાગ્ય અને ખુશીઓ વધી શકે છે.

સ્વપ્નમાં હાથીની સવારી

જો તમે સપનામાં હાથી પર સવારી કરતા હોવ તો સ્વપ્ન વિજ્ઞાન અનુસાર તે ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને પરિવારની વૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ- Astro tips: ઘરમાં પૂજા સ્થાન પર ગરોળી દેખાય અને શરીર પર પડવું શુભ કે અશુભ, જાણો શું છે માન્યતા

સ્વપ્નમાં હાથીને ઊભો જોવાનો અર્થ શું છે?

સ્વપ્નમાં ઊભેલો હાથી જોવાનો અર્થ છે કે જો તમે સ્વપ્નમાં હાથીને ઊભેલો જોયો હોય તો તે અશુભ માનવામાં આવે છે. સ્વપ્ન પુસ્તક અનુસાર, તમારા કાર્યમાં અવરોધો આવી શકે છે.

સ્વપ્નમાં હાથી અને હાથણીની જોડી જોવી

સ્વપ્નમાં હાથી અને હાથણીની જોડી જોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. સ્વપ્ન વિજ્ઞાન અનુસાર તેને વિવાહિત જીવનમાં સુખનું પ્રતિક માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ- હનુમાનજીને સપનામાં જોવું શુભ કે અશુભ, જાણો શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર

સ્વપ્નમાં ઐરાવત હાથી જોવો

સ્વપ્નમાં ઐરાવત હાથીનું દેખાવું શુભ સંકેત માનવામાં આવે છે. સ્વપ્ન પુસ્તક મુજબ, તમે રાજ્ય તરફથી આદર મેળવી શકો છો. તમને કોઈ ચળકતી વસ્તુ મળી શકે છે.

સગર્ભા સ્ત્રીના સ્વપ્નમાં હાથી જોવો

સગર્ભા સ્ત્રીને સપનામાં હાથી જોવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા અનુસાર, તે નસીબદાર બાળકના જન્મનું પ્રતીક છે. બીજી તરફ ધાર્મિક માન્યતા અનુસાર હાથી ખૂબ જ શુભ હોય છે. હાથીની પણ પૂજા કરવામાં આવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ