ઘરના મંદિરમાં રાખો આ 5 વસ્તુઓ, માતા લક્ષ્મીને છે પસંદ, ધન-સંપત્તિમાં થઇ શકે છે ઘણો વધારો

Astrology : અહીં અમે તમને એવી જ 5 વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે મા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. તેમને મંદિરમાં રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે

Written by Ashish Goyal
September 22, 2024 23:18 IST
ઘરના મંદિરમાં રાખો આ 5 વસ્તુઓ, માતા લક્ષ્મીને છે પસંદ, ધન-સંપત્તિમાં થઇ શકે છે ઘણો વધારો
Vastu Tips For Pooja Room: ઘરના મંદિરમાં માતા લક્ષ્મીને પ્રિય વસ્તુ રાખવાથી ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે. (Photo: Freepik)

Astrology : શાસ્ત્રોમાં દેવી લક્ષ્મીનું વિશેષ મહત્વ છે. દેવી લક્ષ્મીને ધનના દેવી પણ માનવામાં આવે છે. માન્યતા છે કે જે વ્યક્તિ પર દેવી લક્ષ્મીની કૃપા હોય છે તેમના જીવનમાં ક્યારેય પૈસાની કમી આવતી નથી. તેમજ વ્યક્તિને તમામ શારીરિક સુખો પણ મળે છે. અહીં અમે તમને એવી જ 5 વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે મા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. તેમને મંદિરમાં રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.

શ્રી યંત્રને મંદિરમાં રાખો

શ્રી યંત્રને ઘરના મંદિરમાં રાખવું જોઈએ. માનવામાં આવે છે કે શ્રી યંત્રનો સંબંધ દેવી લક્ષ્મી સાથે છે. આ યંત્રને શુક્રવારે લાલ કપડું પાથરીને સ્થાપિત કરી શકાય છે. તેને ઈશાન ખૂણામાં સ્થાપિત કરો. આમ કરવાથી ઘરના લોકોના જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે.

દક્ષિણાવર્તી શંખ

જો ઘણી મહેનત પછી પણ ધન ન ઉમેરાય તો દક્ષિણાવર્તી શંખને ઘરના મંદિરમાં રાખો. કારણ કે દક્ષિણાવર્તી શંખનો સંબંધ માતા લક્ષ્મી સાથે માનવામાં આવે છે. આમ કરવાથી પૈસા આવવાનો રસ્તો ખુલી જાય છે. સાથે જ ધનમાં વધારો થવાના પણ યોગ છે.

ગુલાબનું અત્તર

ઘરના મંદિરમાં દેવી લક્ષ્મીની મૂર્તિની સામે ગુલાબનું અત્તર મુકો. આમ કરવાથી સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. તેમજ પતિ-પત્નીના સંબંધો મજબૂત બનશે.

આ પણ વાંચો – દિવાળીનો તહેવાર ક્યારે છે મનાવવામાં આવશે, જાણો તારીખ, શુભ મુહૂર્ત

કમળનું ફૂલ

મા લક્ષ્મીને કમળનું ફૂલ ખૂબ જ પ્રિય છે. માટે ઘરના મંદિરમાં રોજ કમળનું ફૂલ રાખવું જોઈએ. આમ કરવાથી લોકોના જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહેશે. તેમજ આવકના નવા સ્ત્રોત ઊભા થશે.

ગાયનું શુદ્ધ ઘી

દેવી લક્ષ્મીની મૂર્તિ સામે ગાયનું શુદ્ધ ઘી એક વાટકીમાં રાખવું જોઈએ. સાથે જ ઘીનો દીવો પણ રોજ પ્રગટાવવો જોઈએ. આમ કરવાથી સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. સાથે જ મા લક્ષ્મીના આશીર્વાદ પણ રહે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ