નોકરી મેળવવામાં આવી રહી છે અડચણ? તો આજે જ અપનાવો આ ઉપાય, મળશે મનપસંદ જોબ

jobs astrology tips : અનેક લોકો એવા હોય છે જે ગણી મહેનત કરે છે તો પણ નોકરી મેળવવામાં કોઈના કોઈ પ્રકારની અડચણો આવતી રહે છે. અનેક લોકો વધારે મહેનત કરવા છતાં ઇન્ટરવ્યૂમાં ફેલ થઈ જાય છે.

Written by Ankit Patel
Updated : June 08, 2023 14:29 IST
નોકરી મેળવવામાં આવી રહી છે અડચણ? તો આજે જ અપનાવો આ ઉપાય, મળશે મનપસંદ જોબ
નોકરી મેળવવાના ઉપાય

Naukri Astro tips : આજના સમયમાં તમારી પાસે ગમે તેટલી ડિગ્રી હોય પરંતુ નોકરી મેળવવી મુશ્કેલ કામ છે. ખુબ જ ઓછા લોકો હોય છે જેમને ઓછી મહેનતમાં સફળતા મળે છે અને શાનદાર નોકરી મળે છે. પરંતુ અનેક લોકો એવા હોય છે જે ગણી મહેનત કરે છે તો પણ નોકરી મેળવવામાં કોઈના કોઈ પ્રકારની અડચણો આવતી રહે છે. અનેક લોકો વધારે મહેનત કરવા છતાં ઇન્ટરવ્યૂમાં ફેલ થઈ જાય છે. આવી સ્થિતિમાં તે ખૂબ જ તણાવમાં હોવા છતાં આત્મવિશ્વાસની કમી હોવા સાથે પોતાના પરથી વિશ્વાસ ઉઠી જાય છે. આ સાથે જ વિચારવા લાગે છે કે કદાચ મારા નસિબમાં નોકરી જ લખાઇ નથી.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઇપણ કામમાં સપળતા મેળવવા માટે મહેનતની સાથે સાથે ભાગ્યનો સાથ હોવો ખૂબ જ જરૂરી છે. આ વગર અનેક વખત કામ પણ બગડી જાય છે. આવી સ્થિતિમાં તમે ઇચ્છો તો આ ઉપાયોને અપનાવી શકો છો.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સારી નોકરી મેળવવા માટે નવગ્રહ ખુબ જ મોટી ભૂમાક ભજવે છે. જો કુંડળીમાં ગ્રહોની સ્થિ અશુભ હોય તો નોકરીમાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સામાન્ય રી શનિ મંગળ અને બુધ વિશેષ પ્રભાવ પાડે છે. આવી પરિસ્થિતિમાં આ ઉપાયોને અપનાવીને મનપસંદ નોકરી મેળવી શકાય છે.

મનપસંદ નોકરી મેળવવાના જ્યોતિષી ઉપાય

  • માનવામાં આવે છે કે કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત હોય છે. તો તેમને પદ-પ્રતિષ્ઠાની સાથે માન-સમ્માન મળે છે. આવી સ્થિતિમાં તમે કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત કરવાની સાથે આત્મ વિશ્વાસને જગાવવા માટે દરરોજ સવારે તાબાંના લોટામાં જળ ભરીને અર્પણ કરો. આ સાથે જ ઓમ સૂર્ય દેવાય નમઃ નો જાપ કરો. આવું કરવાથી કરિયર સંબંધી સમસ્યાઓથી છૂટકારો મળે છે.
  • ભગવાન ગણેશની કૃપા મેળવવા માટે દર બુધવારના દિવસે ગણપતિની વિધિવ પૂજા કરવાની સાથે દૂર્વા અર્પિત કરો. આ સાથે જ નિયમિત રૂપથી પૂજા કરો. આવું કરવાથી તમારી બુદ્ધિ તેજ થશે અને નોકરીની સમસ્યાઓમાંથી છૂટકારો મળશે.
  • -નોકરી મેળવવા માટે કોઈના કોઈ પ્રકારની અડચણ આવી રહી છે. તો નિયમિત રુપથી પીપળના ઝાડને જળ અર્પણ કરો. આવું કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થશે.
  • -શનિદોષ હોવાથી પણ કરિયરમાં કોઈના કોઈ પ્રકારની મુશ્કેલીઓ બની રહે છે. આવી સ્થિતિમાં શનિવારના દિવસે શનિદેવનો સરસવનો દિવો પ્રગટાવો.

  • નિયમિ રૂપથી ભગવાન હનુમાનજીની પૂજા કરવાથી સારું ફળ પ્રાપ્ત થાય છે. આ સાથે જ રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો. આવું કરવાથી વ્યક્તિના જીવનમાં આવનારી દરેક મુશ્કેલીઓ સમાપ્ત થઈ જાય છે.
  • જો ઇન્ટરવ્યૂ આપવા જઇ રહ્યા છો તો એ પહેલા આ ઉપાયને જરૂર કરો. એક લિંબુ લઇને તેની ચારે બાજુ લવિંગ લગાડો. ત્યારબાદ 108 વખત ઓમ શ્રી હુનુમંતે નમઃ મંત્રનો જાપ કરો. ત્યારબાદ હુનામનજીનું ધ્યાન કરતા પોતાની પાસે રાખી દો.
  • શનિવારના દિવસે વિધિવત રીતે શનિદેવની પૂજા કરો. આ સાથે જ ઓમ શં શનૈશ્ચરાય નમઃ મંત્રાનો 108 વખત જાપ કરો. આવું કરવાથી જીવનમાં આવનારી બધી અડચણો દૂર થઈ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ