માફિયા ડોન અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા બાદ ઉત્તર પ્રદેશની કાયદા વ્યવસ્થા ઉપર પ્રશ્નો ઊભા થયા છે. અતીકના ભાઈ અશરફના વકીલે દાવો કર્યો છે કે તેમના ક્લાઇન્ટને એક પોલીસ અધિકારીએ પહેલા જ કહ્યું હતું કે 15 દિવસમાં તેની હત્યા કરવામાં આવશે.
ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા નવિદેનમાં અશરફના વકીલે એ પણ દાવો કર્યો હતો કે માફિયા ભાઈઓની હત્યા એક રાજકીય ષડયંત્ર અંતર્ગ કરવામાં આવી છે. વકીલ વિજય મિશ્રાએ એએનઆઇ સાથે વાતચી કરતા અશરફને જ્યારે પ્રયાગરાજથી જિલ્લા જેલ બરેલી લઇ જવાતો હતો ત્યારે તેને પોલીસ લાઇન લઇ જવાયો હતો. જ્યાં એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે આ વખતે બચી ગયો છે પરંતુ 15 દિવસમાં તને જેલમાંથી કાઢીને તારું કામ તમામ કરી દેવાશે.
વકીલ વિજય મિશ્રાએ વધુમાં જણાવ્યું હતું કે આ અંગેની જાણકારી તેમણે મીડિયાને પણ આપી હતી અને તેમના દ્વારા અમને પણ પ્રાપ્ત થઇ હતી. આ અંગે જાણકારી લેવા માટે હું તેમની મુલાકાત કરવા માટે જિલ્લા જેલ બરેલી પણ ગયો હતો. જ્યાં તેમણે જણાવ્યું હતું કે કોઈ અધિકારી છે જેણે ધમકી આપી હતી કે 15 દિવસમાં બરેલી જેલમાંથી કાઢીને તેની હત્યા કરી દેશે. ત્યારે મેં એ અધિકારીનું નામ પુછ્યું તો તેમણે કહ્યું કે તમે મારા વકીલ છો એટલે હું તમને નહીં જણાવું કેમ કે તમે મુશ્કેલીમાં મુકાઇ શકો છો.
એએનઆઇ સાથે વાતચીત દરમિયાન અતીક-અશરફના વકીલ વિજય મિશ્રાએ જણાવ્યું હતું કે તેમણે બંધ કવરમાં ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મને એ જણાવવામાં આવ્યું હતું કે આવી કોઇ ઘટના મારી સાથે ઘટે અથવા હત્યા થાય તો બંધ કવર સુપ્રીમ કોર્ટ, હાઇકોર્ટ અને મુખ્યમંત્રી પાસે પહોંચાડવું.
આ દરમિયાન વિજય મીશ્રાએ કહ્યું કે આ એક રાજકીય ષડયંત્રની સાથે કરવામાં આવેલી હત્યા છે. શૂટ આઉટમાં જે શૂટર્સ સામેલ હતા તે તેનાથી તેમને કોઈ દુશ્મની ન્હોતી.