Ayodhya Ram Temple Inauguration: અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રામ ભક્તો રામલલ્લાના દર્શન કરવા અયોધ્યા આવવાની યોજનાઓ બનાવી રહ્યા છે. ધાર્મિક નગરી અયોધ્યામાં ઘણા બધા તીર્થ સ્થાનો છે જેનો સંબંધ ભગવાન રામ સાથે છે. જો કે તેમા ઘણા ઓછા જાણીતા છે પરંતુ ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ છે. આવુ જ એક સ્થળ છે ભગવાન રામના પિતા રાજા દશરથની સમાધિ. આ તીર્થ ક્ષેત્રની સૌથી રસપ્રદ વાત એ છે કે, અહીંયા પ્રભુ રામની એક પણ મૂર્તિ નથી તેમજ અહીં તેમના નાના ભાઇ ભરત અને શત્રુઘ્ન પૂજા કરવામાં આવે છે. તો ચાલો જાણીયે વિગતવાર
અયોધ્યામાં સરયૂ કિનારે છે રાજા દશરથની સમાધિ
અયોધ્યામાં ઘણા સ્થળોનો ભગવાન રામ સાથે વિશે સંબંધ છે. તેમા એક છે રાજા દશરથની સમાધિ. રાજા દશરથની સમાધિ અયોધ્યાથી લગભગ 12- 15 કિમી દૂર અયોધ્યા – આઝમગઢ રોડ પર આવેલી છે. આ વિસ્તારમાં આ એક માત્ર એવું સ્થળ છે, જ્યાં ભગવાન રામની કોઇ મૂર્તિ નથી. તેમજ અહીંયા બહુ ઓછા ભકતો દર્શન કરવા આવે છે.
આ મંદિરમાં રામની મૂર્તિ નથી, જાણો કેમ
અયોધ્યા રામ મંદિરના નિર્મણ સાથે રાજા દશરથની સમાધિ વિશે લોકોને જાણકારી વધતા હવે દર્શનાર્થીઓની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. રામના 14 વર્ષના વનવાસથી રાજા દશરથને બહુ જ આઘાત લાગ્યો હતો. રાજ દશરથે રાજ-પાટ ત્યાગી વન તરફ જવાનો નિર્ણય લીધો. તેઓ રામનો વિયોગ સહન કરી શક્યા નહીં અને પ્રાણ ત્યાગ કર્યો.
એવી માન્યતા છે કે, આ તે જ સ્થળ છે, જ્યાં રાજા દશરથનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. તેમના બે નાના પુત્ર ભરત અને શત્રુઘ્ને રાજા દશરથના અંતિમ સંસ્કાર કર્યા હતા. કારણ કે તે સમયે રામ અને લક્ષ્મણ વનવાસમાં હતા.
આ સ્થળે હાલ એક મંદિરનું નિર્માણ કરવામાં આવ્યે છે. જ્યાં રાજા દશરથના અંતિમ સંસ્કાર થયા હતા ત્યારે આસરપહાણની સમાધિ બનાવવામાં આવી છે. સમાધિની નજીકમાં એક મંદિર છે અને તેમાં 3 મૂર્તિ છે. જો કે સૌથી નવાઇની વાત એ છે કે તેમાંથી એક પણ મૂર્તિ પ્રભુ રામની નથી. અહીંયા રાજા દશરથ અને તેમના બે પુત્ર ભરત અને શત્રુઘની મૂર્તિ છે. મંદિના પ્રાંગરણમાં સદીઓ જૂનો એક વટવક્ષ છે.
મીડિયા રિપોર્ટ અનુસાર અયોધ્યાના આ સમાધિ સ્થળના સંચાલક સંદીપ દાસજી મહારાજના જણાવ્યા મુજબ રાજા દશરથના ચારેય ભાઈઓની ચરણ પાદુકા, પિંડા વેદી, ગુરુ વશિષ્ઠના પદચિહ્ન, પ્રાચીન શસ્ત્રો અહીં રાખવામાં છે. જેને આજ સુધી કોઈ કાટ લાગ્યો નથી. અહીંયા રાજા દશરથ, ભરત, શત્રુઘ્ન અને ગુરુ વશિષ્ઠની મૂર્તિઓ છે.