Ayodhya Ram Mandir Pran Pratishtha Date And Time: અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીના રોજ થશે અને આ કાર્યક્રમની પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે. હાલ રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિ બિરાજમાન કરવામાં આવી છે. રામલલ્લાની મૂર્તિ જોઇને ભક્તો આનંદિત થઇ ગયા છે. વડાપ્રધાન પીએમ નરેન્દ્ર મોદી દ્વારા 22 જાન્યુઆરીના રોજ રામલલ્લાનો અભિષેક કરવામાં આવશે.
અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 15થી 22 જાન્યુઆરીથી ચાલશે. આ તમામ દિવસ દરમિયાન રામ મંદિરમાં વિવિધ પ્રકારની ધાર્મિક પૂજા-વિધિ કરવામાં આવી રહી છે. 19 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરમાં વિવિધ પૂજા વિધિની સાથે સાથે અરણીમંથનથી અગ્નિ પ્રગટાવવામાં આવી હતી અને આ પવિત્ર અગ્નિની નવકુંડમાં સ્થાપના અને હવન કરવામાં આવ્યુ હતુ.
અરણીમંથન શું છે? (Whar Is Arani Manthan)
અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના 5માં દિવસે એટલે કે 19 જાન્યુઆરીના રોજ અરણીમંથન કરીને અગ્નિ પ્રગટાવવામાં આવી હતી. અરણીમંથન એક પ્રકારની ધાર્મિક વિધિ છે જેમાં યજ્ઞ-હવન દરમિયાન માચીસ કે લાઇટર વડે કુદરતી રીતે અગ્નિ પ્રગટાવવામાં આવે છ.
અરણીમંથનમાં ખાસ પ્રકારના લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં જમીન પર એક લાકડાની ઉપર એક વલણો જેવા લાકડાને દોરડા વડે વલણોનું મંથન કરવામાં આવે છે. બે લાકડા વચ્ચે ઘર્ષણ થવાથી આપોઆપ અગ્નિ પ્રગટે છે. આ ક્રિયાને અરણીમંથન કહેવામાં આવે છે. પ્રાચીન કાળમાં યજ્ઞ- હવન જેવા ધાર્મિક કાર્યોમાં અરણીમંથનથી અગ્નિ પ્રગટાવવામાં આવતો હતો.
22 જાન્યુઆરીએ ક્યા સમયે અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે
કોઈપણ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા માટે કેલેન્ડરમાં વિશેષ શુભ મુહૂર્ત આપવામાં આવે છે. રામલલ્લાની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા માટે 22 જાન્યુઆરી, 2024 પોષ માસની બારસ તિથિના અભિજીત મુહૂર્ત, ઇન્દ્ર યોગ, મૃગશિરા નક્ષત્ર, મેષ લગ્ન અને વૃશ્ચિક નવાંશની પસંદગી કરવામાં આવી છે, જે 22 જાન્યુઆરીના રોજ બપોરે 12:29 વાગે 08 સેકન્ડથી 12.30 વાગે 32 સેકન્ડ સુધી રહેશે. એટલે કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે માત્ર 84 સેકન્ડનો શુભ મુહૂર્ત છે.
અયોધ્યા રામ મંદિરના રામલલ્લાનૂ મૂર્તિની પહેલી ઝલક
અયોધ્યા રામ મંદિરમાં બિરાજમાન રામ લલ્લાની પહેલી તસવીર સામે આવી છે. આ મૂર્તિમાં રામ ભગવાનની અનોખી આભાનો અનુભવ થાય છે. ભગવાન રામની આ મૂર્તિ બાળપણના સમયની છે. આ મૂર્તિની કોતરણી અત્યંત સુંદર અને આકર્ષક છે. શ્યામ વર્ણની રામજીની મૂર્તિ જોઈને દેશભરના તમામ લોકો ઉત્સાહિત થઈ ગયા છે. આ રામ મૂર્તિનું 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.
આ પણ વાંચો | અયોધ્યા રામ મંદિર : કેવી રીતે થાય છે પ્રાણ પ્રતિષ્ઠા? મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે જણાવ્યું
તમને જણાવી દઇયે કે, અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લાની આ સુંદર પ્રતિમા શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે. કર્ણાટકના રહેવાસી અરુણ ઘણા વર્ષોથી મૂર્તિઓ બનાવી રહ્યા છે, તેમની પાંચ પેઢીઓએ આ પરંપરાને આગળ ધપાવવાનું કામ કર્યું છે. હાલમાં અરુણ યોગીરાજને દેશના સૌથી લોકપ્રિય શિલ્પકારોમાં પણ ગણવામાં આવે છે, ખુદ પીએમ મોદીએ તેમના વખાણ કર્યા છે.