/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/ayodhya-ram-mandir-ramlalla-puja-vidhi.jpg)
અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત દરરોજ વિવિધ પ્રકારની પૂજા વિધિ કરવામાં આવી રહી છે. (Photo - @ShriRamTeerth)
Ayodhya Ram Mandir Pran Pratishtha Date And Time: અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીના રોજ થશે અને આ કાર્યક્રમની પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે. હાલ રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિ બિરાજમાન કરવામાં આવી છે. રામલલ્લાની મૂર્તિ જોઇને ભક્તો આનંદિત થઇ ગયા છે. વડાપ્રધાન પીએમ નરેન્દ્ર મોદી દ્વારા 22 જાન્યુઆરીના રોજ રામલલ્લાનો અભિષેક કરવામાં આવશે.
અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 15થી 22 જાન્યુઆરીથી ચાલશે. આ તમામ દિવસ દરમિયાન રામ મંદિરમાં વિવિધ પ્રકારની ધાર્મિક પૂજા-વિધિ કરવામાં આવી રહી છે. 19 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરમાં વિવિધ પૂજા વિધિની સાથે સાથે અરણીમંથનથી અગ્નિ પ્રગટાવવામાં આવી હતી અને આ પવિત્ર અગ્નિની નવકુંડમાં સ્થાપના અને હવન કરવામાં આવ્યુ હતુ.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Ram-mandir-4.jpg)
22 જાન્યુઆરીએ ક્યા સમયે અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે
કોઈપણ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા માટે કેલેન્ડરમાં વિશેષ શુભ મુહૂર્ત આપવામાં આવે છે. રામલલ્લાની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા માટે 22 જાન્યુઆરી, 2024 પોષ માસની બારસ તિથિના અભિજીત મુહૂર્ત, ઇન્દ્ર યોગ, મૃગશિરા નક્ષત્ર, મેષ લગ્ન અને વૃશ્ચિક નવાંશની પસંદગી કરવામાં આવી છે, જે 22 જાન્યુઆરીના રોજ બપોરે 12:29 વાગે 08 સેકન્ડથી 12.30 વાગે 32 સેકન્ડ સુધી રહેશે. એટલે કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે માત્ર 84 સેકન્ડનો શુભ મુહૂર્ત છે.
અયોધ્યો રામ મંદિરમાં 20 જાન્યુઆરીએ કઇ પૂજા - વિધિ થશે
અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના છઠ્ઠા દિવસ શનિવાર, 20 જાન્યુઆરી 2024ના રોજ વિવિધ પ્રકારની પૂજા અને ધાર્મિક વિધિઓ કરવામાં આવશે. જેમાં શનિવારે નિત્ય પૂજન, હવન, પારાયણ વગેરે થશે. સવારે શર્કરાધિવાસ, ફળાધિવાસ કરવામાં આવશે. 81 કળશમાં રહેલા ઔષધિયુક્ત જળથી રામલલ્લાને સ્નાન કરાવવામાં આવશે. તેમજ અધિવાસન, પિણ્ડિકા અધિવાસન, પુષ્પાધિવાસ થશે. ત્યાબાદ સાંજે ભગવાનની સંધ્યા આરતી કરવામાં આવશે.
शुक्रवार को श्री रामजन्मभूमि स्थित श्री राम प्रतिष्ठा कार्य के अन्तर्गत अरणि से प्रकट अग्नि की नवकुण्डों में स्थापना हुई। हवन का कार्य भव्यता से हुआ।
वेदपारायण, रामायणपारायण सुश्राव्य हुआ। मण्डप में राजा श्री रामभद्र की रचना अत्यंत आकर्षक थी। उसमें सपरिवार रामजी की स्थापना एवं… pic.twitter.com/jgjdmGPI4q— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) January 19, 2024
અયોધ્યા રામ મંદિરના રામલલ્લાનૂ મૂર્તિની પહેલી ઝલક
અયોધ્યા રામ મંદિરમાં બિરાજમાન રામ લલ્લાની પહેલી તસવીર સામે આવી છે. આ મૂર્તિમાં રામ ભગવાનની અનોખી આભાનો અનુભવ થાય છે. ભગવાન રામની આ મૂર્તિ બાળપણના સમયની છે. આ મૂર્તિની કોતરણી અત્યંત સુંદર અને આકર્ષક છે. શ્યામ વર્ણની રામજીની મૂર્તિ જોઈને દેશભરના તમામ લોકો ઉત્સાહિત થઈ ગયા છે. આ રામ મૂર્તિનું 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.
First glimpse of Ram Lalla's idol that will be installed inside the garbha griha of Ram Mandir in Ayodhya.
The old idol of Ram Lalla will be placed along with the new idol of Ram Lalla on 22nd January.
Jai Shri Ram. pic.twitter.com/CjuGRJsAAR— Anshul Saxena (@AskAnshul) January 19, 2024
તમને જણાવી દઇયે કે, અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લાની આ સુંદર પ્રતિમા શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે. કર્ણાટકના રહેવાસી અરુણ ઘણા વર્ષોથી મૂર્તિઓ બનાવી રહ્યા છે, તેમની પાંચ પેઢીઓએ આ પરંપરાને આગળ ધપાવવાનું કામ કર્યું છે. હાલમાં અરુણ યોગીરાજને દેશના સૌથી લોકપ્રિય શિલ્પકારોમાં પણ ગણવામાં આવે છે, ખુદ પીએમ મોદીએ તેમના વખાણ કર્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us