Baba Bageshwardham Dhirendra Shastri Ambaji Live : બાબા બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેમણે હાલમાં અંબાજી ખાતે નવરાત્રી સ્પેશ્યલ કથા શરૂ કરી છે. કથામાં મોટી સંખ્યામાં ભક્તોનીની ભીડ ઉમટી છે. બાગેશ્વર બાબાએ કથા શરૂ કરતા પહેલા અને ગાદી પર બિરાજ થતા પહેલા મા અંબાની આરાધના પૂજા કરી. મુખ્ય યજમાન સહિતના મહેમાનોએ આરતી કરી, ત્યારબાદ કથાની શરૂઆત થશે.
તમને જણાવી દઈએ કે, બાબા બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રી અંબાજીમાં તારીખ 15 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર ત્રણ દિવસ કથા કરશે. તેમની કથા અંબાજીમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં કરવામાં આવી રહી છે. આ સિવાય અમદાવાદમાં 18 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર 2023 કથા કરશે.
બાબા બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી આજે અમદાવાદ પહોંચ્યા હતા, ત્યારબાદ અંબાજી ખાતે જવા રવાના થયા હતા. ત્યાં મુખ્ય યજમાન સહિત આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું. તો જોઈએ અંબાજીથી ધીરેન્દ્ર શાસ્ત્રીની નવરાત્રી સ્પેશ્યલ લાઈવ કથા
ધીરેન્દ્ર શાસ્ત્રી અંબાજી Live કથા Video
આ પહેલા પણ ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત મુલાકાતે આવ્યા હતા
ઉલ્લેખનીય છે કે, બાગેશ્વર ધામ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી આ પહેલા પણ ગુજરાત મુલાકાતે આવ્યા હતા અને 26 અને 27 મેના રોજ સુરતમાં દરબાર યોજ્યો હતો તથા હનુમાન કથા કરી હતી.ત્યારબાદ તેઓ અમદાવાદમાં દરબાર યોજવાના હતા, પરંતુ ભારે વરસાદને પગલે કાર્યક્રમ સ્થળ પર પાણી ભરાઈ જતા કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો. જોકે ત્યારબાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ રાજકોટમાં 1 અને 2 જૂનના રોજ રેસકોર્સ મેદાન ખાતે દરબાર કર્યો હતો. તેમણે સારંગપુર ખાતે હનુમાન પ્રતિમાને લઈ વિવાદ અંગે પણ નિવેદન આપી કહ્યું કે, ભગવાનનું અપમાન સહન નહી કરવામાં આવે.
બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી કોણ છે
ધીરેન્દ્ર શાસ્ત્રી કોણ છે, તેમનો ટુંકો પરિચય જોઈએ તો, 4 જુલાઈ, 1996 ના રોજ, મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના ગાડા ગામમાં સરયુપરિયા બ્રાહ્મણ પરિવારમાં પિતા શ્રી રામકૃપાલજી મહારાજ અને ભક્ત માતા સરોજના ઘરે ધીરેન્દ્ર શાસ્ત્રીનો જન્મ થયો હતો. બાગેશ્વર ધામની વેબસાઈટ અનુસાર, બાળપણ ગરીબી અને દુઃખમાં વિત્યું હતું. તેમનો પરિવાર કર્મકાંડ બ્રાહ્મણોનો પરિવાર હતો, જે પૂજા પાઠમાં મળેલી દક્ષિણા સાથે 5 લોકોનો પરિવાર ચાલતો હતો. આવી સ્થિતિમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેમનું શિક્ષણ અધૂરું છોડવું પડ્યું. ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી મોટા, ગુરુદેવનું આખું બાળપણ તેમના પરિવારના ભરણપોષણની વ્યવસ્થા કરવામાં જ વીત્યું.