Bageshwar dham dhirendra shastri : બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીની મુશ્કેલીઓ વધી, “સિંદુર અને મંગળસૂત્ર” નિવેદન પર મહિલા આયોગમાં ફરિયાદ

Bageshwar Dham Dhirendra Shastri : બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીના મહિલાઓ અંગે આપેલા નિવેદન પર મહિલા સંગઠનોએ વાંધો ઉઠાવ્યો છે. આઝાદ અધિકાર સેના નામના સંગઠનની રાષ્ટ્રી મહાસચિવ નૂતન ઠાકુરે બાગેશ્વર ધામ પીઠાધીશના આ નિવેદન સામે રાષ્ટ્રીય મહિલા આયોગમાં ફરિયાદ કરી છે.

Written by Ankit Patel
Updated : July 19, 2023 12:48 IST
Bageshwar dham dhirendra shastri : બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીની મુશ્કેલીઓ વધી, “સિંદુર અને મંગળસૂત્ર” નિવેદન પર મહિલા આયોગમાં ફરિયાદ
બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી સામે ફરિયાદ

Bageshwar dham sarkar dhirendra shastri : બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના એક નિવેદનને લઇને વિવાદમાં ઘેરાયા છે. મહિલાઓ અંગે આપેલા નિવેદન પર મહિલા સંગઠનોએ વાંધો ઉઠાવ્યો છે. આઝાદ અધિકાર સેના નામના સંગઠનની રાષ્ટ્રી મહાસચિવ નૂતન ઠાકુરે બાગેશ્વર ધામ પીઠાધીશના આ નિવેદન સામે રાષ્ટ્રીય મહિલા આયોગમાં ફરિયાદ કરી છે.

ઉલ્લેખનીય છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગ્રેટર નોઇડામાં પોતાની કથા દરમિયાન મહિલાઓને સિંદુર અને મંગળસૂત્રનો ઉલ્લેખ કર્યો હતો. તેમની તુલના ખાલી પ્લોટ સાથે કરી હતી. ત્યારબાદ આઝાદ અધિકાર સેના નામના સંગઠનના રાષ્ટ્રીય મહાસચિવ નૂતન ઠાકુરે બાબા બાગેશ્વર સામે રાષ્ટ્રીય મહિલા આયોગથી ફરિયાદ કરી હતી. ઠાકુરે આરોપ લગાવ્યો હતો કે ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગ્રેટર નોઇડામાં આયોજિત ભાગવત કથા દરમયાન મહિલાઓ માટે અપશબ્દો કહ્યા હતા. જેના કારણે ભારતની મહિલાઓ પોતાને લજ્જીત અને અપમાનિત અનુભવી રહી છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ મહિલાઓની તુલના ખાલી પ્લોટ સાથે કરી

નૂતન ઠાકુરે દાવો કર્યો છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદન બાદ સોશિયલ મીડિયા ઉપર મીમ બનાવીને મહિલાઓ માટે તમામ પ્રકારની અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગ્રેટર નોઇડામાં પોતાની કથા દરમિયાન કહ્યું હતું કે જે મહિલાઓની માંગમાં સિંદુર અને ગળામાં મંગળસૂત્ર નથી. તેમના વિશે હું માનું છું કે આ પ્લોટ હજી ખાલી છે.

આઝાદ અધિકારી સેનાની મહાસચિવે કહ્યું કે એક મહિલાની તુલના પ્લોટથી કરવામાં આવે અને મહિલાઓ અંગે અનેક પ્રકારની અમર્યાદિત ટિપ્પણી કરવી ખોટી છે. આ મહિલાઓના સમ્માન સાથે છેડછાડ છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય મહિલા આયોગે આ તથ્યોને સંજ્ઞાનમાં લઇને તરત જ કાર્યવાહી કરી હતી.

બાબા બાગેશ્વરના નિવેદન પર વાંધો

ઉલ્લેખનીય છે કે બાબા બાગેશ્વર ધામે ગ્રેટર નોઇડામાં સાત દિવસીય ભાગવત કથા કરી હતી. જેનું સમાપમ શનિવારે થયું હતું. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે જે સ્ત્રીના લગ્ન થયા છે. તેની બે ઓળખ સિંદુર અને મંગળસૂત્ર હોય છે. જે સ્ત્રીના માગમાં સિંદુર અને ગળામાં મંગળસૂત્ર ન હોય તો સમજો પ્લોટ ખાલી છે. તેમણે કહ્યું કે જેની માગમાં સિંદુર અને ગળામાં મંગળસૂત્ર છે તો અમે દૂરથી જોઈને સમજી જઈએ છીએ કે રજીસ્ટ્રી થઈ ગઈ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ