Bageshwar Dham Sarker Dhirendra Krishna Shastri Tips: બાગેશ્વર ધામ બાબ આચાર્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એક પ્રખ્યાત કથાકાર અને આધ્યાત્મિક નેતા છે. તેઓ બાગેશ્વર ધામના પીઠાધિશ્વર છે. તેમના અનુયાયી ધીરે ધીરે વધી રહ્યા છે. તેઓ દેશના અલગ અલગ શહેરોમાં જઈ પોતાનો દરબાર લગાવે છે.
તમને જણાવી દઈએ કે ભક્તોની સમસ્યાઓ જાણવાની અને તેનો ઉેકલ લાવા તેમની પાસે એક અનોખી રીત પણ છે. હાલમાં જ પીઠાધિશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ જણાવી રહ્યા છે કે આ 8 કારણસર માતા લક્ષ્મી ઘરમાં વાસ નથી કરતી. ચાલો જાણીએ…
- બાગેશ્વર ધામ સરકાર આચાર્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ જણાવ્યું કે, જે ઘરમાં માતા-પિતાનું અપમાન થાય છે, ત્યાં દેવી લક્ષ્મી વાસ કરતી નથી.
- શાસ્ત્રીજીએ કહ્યું કે જે વ્યક્તિ ખૂબ જ ગુસ્સામાં હોય અને નાની નાની વાત પર ઝઘડે છે. માતા લક્ષ્મી તેમના ઘરે રહેતી નથી.
- જે ઘરમાં રાત્રે રસોડામાં એઢા વાસણ રાખવામાં આવે છે અને સાફ સફાઇ રાખવામાં આવતી નથી. આવા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થતો નથી.
- આચાર્યજીએ જણાવ્યું કે જો ઘરની ઉત્તર દિશામાં કચરો રાખવામાં આવે અને સાવરણી રાખવામાં આવે તો આવા ઘરોમાં ગરીબી રહે છે. તેમજ દેવી લક્ષ્મીનો વાસ થતો નથી.
- જે ઘરમાં સૂર્યાસ્ત પછી સાવરણી કરવામાં આવે છે ત્યાં દેવી લક્ષ્મી કરતી નથી.
- જે લોકો પૂજામાં માત્ર દેવી લક્ષ્મીની પૂજા કરે છે અને ભગવાન વિષ્ણુ, નારાયણનું નામ લેતા નથી. આવા લોકો પર પણ દેવી લક્ષ્મીને ગુસ્સો આવે છે.
- આ સાથે જ જે ઘરોમાં મહિલાઓ લોટ બાંધીને ફ્રિજમાં રાખે છે અને બીજા દિવસે તેનો ઉપયોગ કરે છે, તે ઘરના લોકો ગરીબ રહે છે. તેમજ માતા લક્ષ્ણી રોષે ભરાઇ જતા રહે છે.
- તેમજ જે લોકો સાંજે કોઇને મીઠું આપે છે તો આવા લોકોની આર્થિક સ્થિતિ ખરાબ હોય છે. સાથે જ દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે.





