Eid-Ul-Adha 2023 : ભારતમાં કાલે ઉજવાશે બકરી ઈદ, જાણો નમાજનો સમય અને ઈદ-ઉલ-અજહા અંગે ખાસ વાતો

Eid ul-Adha 2023 date and time : ઈસ્લામી કેલેન્ડર અનુસાર દર વર્ષના છેલ્લા મહિના જુ અલ હજ્જાની 10મી તારીખે બકરી ઈદનો તહેવાર ઉજવવામાં આવે છે. આ પર્વને કુરબાનીનો પર્વ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે નમાજ પઢ્યા બાદ કુર્બાની આપવામાં આવે છે.

Written by Ankit Patel
Updated : June 28, 2023 14:22 IST
Eid-Ul-Adha 2023 : ભારતમાં કાલે ઉજવાશે બકરી ઈદ, જાણો નમાજનો સમય અને ઈદ-ઉલ-અજહા અંગે ખાસ વાતો
બકરી ઈદ ફાઇલ તસવીર

Eid-Ul-Adha 2023, Namaz time : ઇસ્લામ ધર્મના પ્રમુખ તહેવારો પૈકી એક ઈદ-ઉલ-અજહા એટલે કે બકરી ઈદ હોય છે. ઈસ્લામી કેલેન્ડર અનુસાર દર વર્ષના છેલ્લા મહિના જુ અલ હજ્જાની 10મી તારીખે બકરી ઈદનો તહેવાર ઉજવવામાં આવે છે. આ પર્વને કુરબાનીના પર્વ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે નમાજ પઢ્યા બાદ કુર્બાની આપવામાં આવે છે. આ વર્ષે બકરી ઈદનો પર્વ 29 જૂન 2023, ગુરુવારે ઉજવવામાં આવે છે. જાણો ઈદ-ઉલ-અજહ અંગે ખાસ વાતો..

બકરી ઈદ નમાજનો સમય

જામા મસ્જિદમાં બકરી ઈદની નમાજ સવારે 6.45 વાગ્યે અદા કરવામાં આવશે. આ સાથે જ રજા મસ્જિદમાં સવારે 7.30 વાગ્યે થશે.

બકરાના કરવામાં આવે છે ત્રણ ભાગ

કુરબાની તરીકે બકરાની બલી આપવામાં આવે છે. ત્યારબાદ બકરાને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. જેમાં પહેલો ભાગ ઘર માટે, બીજો ભાગ નજીકના લોકો માટે અને ત્રીજો ભાગ જરૂરતમંદ અથવા ગરીબને આપવામાં આવે છે. બકરી ઈદનો પર્વ ભલાઈ રસ્તા પર ચાલતા શીખવાડે છે.

આ પણ વાંચોઃ- ઉત્તરાખંડ સ્થિત આ મંદિરમાં છુપાયેલું છે દુનિયા ખતમ થવાનું રહસ્ય, જાણો પાતાલ ભૂવનેશ્વર મંદિર વિશે બધુ જ

ઈદ-ઉલ-અજહામાં કેમ આપવામાં આવે છે બકરાની કુર્બાની?

ઇસ્લામ ધર્મ અનુસાર હજરત ઇબ્રાહીમ અલ્લાહના પૈગંબર હતા. એક વરખ અલ્લાહએ હજરત સાહેબની પરીક્ષા લેવાનું વિચાર્યું હતું. તેમણે હજરત સાહેબને સપનામાં પોતાની સૌથી પ્રીય વસ્તુની કુર્બાની માંગી હતી. જ્યારે તેઓ જાગ્યા ત્યારે વિચાર્યું કે એવી તો કઈ વસ્તુ છે જે તેમને પોતાના જીવ કરતા પણ વ્હાલી છે. આવી સ્થિતિમાં તેમને પોતાના પુત્રનો વિચાર આવ્યો હતો. હજરત ઈબ્રાહિમ પોતાના એકના એક પુત્ર ઈસ્માઈલને સૌથી વધારે પ્રેમ કરતા હતા. પરંતુ જ્યારે અલ્લાહે પોતાની પ્યારી વસ્તુની કુર્બાનીની વાત કરી તો પોતાના પુત્રને કુર્બાન કરવા માટે તૈયાર થયા હતા.

આમ જ્યારે હજરત સાહેબ પોતાના પુત્રની કુરબાની આપવા જઇ રહ્યા હતા ત્યારે તેમને રસ્તામાં શૈતાન મળ્યા અને બોલ્યા કે તે પોતાના પુત્રની જગ્યાએ કોઈ જાનવર કુર્બાની આપી શકે છે. હજરત સાહેબને આ વાત ખુબ જ સારી લાગી હતી. પરંતુ તેમણે વિચાર્યું કે આવું કરવાથી અલ્લાહને દગો દેવા જેવું છે અને તેમના હુકમની નાફરમાની થશે. પછી તેમણે પોતાના પુત્રને કુર્બાન કરવો યોગ્ય સમજ્યું. તેઓ પોતાના પુત્રને લઇને આગળ વધી ગયા હતા.

આ પણ વાંચોઃ- Chaturmas Rules: ચતુર્માસમાં આ નિયમોના પાલનથી વ્યક્તિને મળશે યશ અને કિર્તી, માતા લક્ષ્મીની કૃપા વરસશે

પુત્રની કુરબાની આપતા સમયે તેમણે પોતાની આંખ પર પટ્ટી બાંધી દીધી હતી. જેથી પુત્ર મોહ અલ્લાહના રાહમાં બાધા ન બને.કુર્બાની બાદ જ્યારે તેમણે પોતાની આંખ પરથી પટ્ટી હટાવી અને દ્રશ્ય જોઈને ચોંકી ગયા હતા. કારણે તેમનો પુત્ર સહી સલામ ઊભો હતો. તેની જગ્યાએ એક ડુમ્બા (એક પ્રકારનો બકરો) કુર્બાન થયો હતો. ત્યારથી બકરાની કુર્બાની આપવાનું ચલણ શરુ થયું હતું.

નમાજ બાદ આપવામાં આવે છે કુર્બાની

ઈદ ઉલ અજહાના દિવસે નમાજ બાદ બકરાની કુર્બાની આપવામાં આવે છે. સામાન્ય રીતે માનવામાં આવે છે કે નાના બકરાને લાવીને નું પુત્રની જેમ લાલન-પાલન કરવામાં આવે છે. આવી સ્થિતિમાં જ્યારે વ્યક્તિ તેની કુર્બાની આપે છે તો એ વ્યક્તિ ભાવ -વિભોર થઈ જાય છે. પરંતુ આજના સમયમાં થોડા દિવસ પહેલા જ અથા એજ દિવસે બકરાને લાવીને કુર્બાનીઆપે છે. કુર્બાનીના સમયે પરિવારના કોઇ એક સભ્યના નામથી જિબહ (હલાલ) કરવામાં આવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ