વસંત પંચમી ક્યારે છે 23 કે 24 જાન્યુઆરી? જાણો તારીખ, પૂજાનું શુભ મુહૂર્ત અને મંત્ર

Basant Panchami 2026 Date : વૈદિક કેલેન્ડર અનુસાર દર વર્ષે મહા સુદ પાંચમના દિવસે વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ પર્વ દેવી સરસ્વતીને સમર્પિત છે. આ દિવસે સાચા મનથી જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂરી થાય છે

Basant Panchami 2026 Date : વૈદિક કેલેન્ડર અનુસાર દર વર્ષે મહા સુદ પાંચમના દિવસે વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ પર્વ દેવી સરસ્વતીને સમર્પિત છે. આ દિવસે સાચા મનથી જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂરી થાય છે

author-image
Ashish Goyal
New Update
vasant Panchami 2026 date

દર વર્ષે મહા સુદ પાંચમના દિવસે વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે

Basant Panchami 2026 Date : વૈદિક કેલેન્ડર અનુસાર દર વર્ષે મહા સુદ પાંચમના દિવસે વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ પર્વ દેવી સરસ્વતીને સમર્પિત છે. આ દિવસે સાચા મનથી જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂરી થાય છે અને જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ તહેવાર વિદ્યાર્થીઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે. 

Advertisment

આ દિવસે શાળા અને કોલેજોમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 23 જાન્યુઆરી, 2026ના રોજ વસંત પંચમીની ઉજવણી કરવામાં આવશે. શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મા સરસ્વતીનો જન્મ વસંત પંચમીના દિવસે થયો હતો. આવો તારીખ શુભ મુહૂર્ત અને મંત્ર જાણીએ.

વસંત પંચમી તારીખ 2026 

મહા સુદ પાંચમની તારીખ 23 જાન્યુઆરી 2026 ના રોજ સવારે 02:29 વાગ્યે શરૂ થશે. તે 24 જાન્યુઆરીએ સવારે 01.45 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં 23 જાન્યુઆરી 2026ના રોજ વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવશે.

સરસ્વતી પૂજા મુહૂર્ત

વૈદિક કેલેન્ડર અનુસાર સરસ્વતી પૂજાનું શુભ મુહૂર્ત સવારે 7:13 થી બપોરે 12:34 સુધી છે.

Advertisment

આ પણ વાંચો - નીલમ પહેરવાથી આ રાશિઓનું ચમકી શકે છે નસીબ, જાણો ધારણ કરવાની વિધિ અને લાભ

વસંત પંચમી પર આ મંત્રનો જાપ કરો

યા દેવી સર્વભૂતેષુ વિદ્યારુપણે સંસ્થિતા. નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ 
ૐ ઐમે હ્રિમ શ્રિં વાગદેવૈ સરસ્વત્યૈ નમઃ 
ૐ અર્હં મુખ કમલ વસિની પાપાત્મ ક્ષયમ્કારી
વદ વદ વાગ્વાદિની સરસ્વતી એ હ્રી નમઃ સ્વાહા
ૐ ઐ સરસ્વત્યૈ નમઃ
ૐ વાગદૈવ્યૈ ચ વિહ્મહે કામરાજાય ધીમહિ. તન્નો દેવી પ્રચોદયાત.
સરસ્વતી નમસ્તુભ્યં વરદે કામરુપિણી.

તહેવાર ધર્મ ભક્તિ વસંત પંચમી