/indian-express-gujarati/media/media_files/2026/01/21/basant-panchami-gajkesari-rajyog-2026-01-21-17-08-44.jpg)
આ વર્ષે વસંત પંચમીનો તહેવાર શુક્રવારને 23 જાન્યુઆરીએ આવી રહ્યો છે.
Basant Panchami Gajkesari Rajyog 2026: હિન્દુ ધર્મમાં વસંત પંચમીનો તહેવાર ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસને વણજોઇતા મુહૂર્તમાંથી એક માનવામાં આવે છે. વસંત પંચમીનો તહેવાર દર વર્ષે મહા સુદ પાંચમના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે માતા સરસ્વતીની વિધિવત પૂજા કરવાની સાથે, શુભ અને માંગલિક કાર્યો કરવા માટે પણ લાભકારી માનવામાં આવે છે. આ વર્ષે વસંત પંચમીનો તહેવાર શુક્રવારને 23 જાન્યુઆરીએ આવી રહ્યો છે.
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે વસંત પંચમીના દિવસે ઘણા શુભ યોગ બની રહ્યા છે. આ દિવસે ગુરુ અને ચંદ્રના સંયોગથી શક્તિશાળી ગજકેસરી રાજયોગનું નિર્માણ થવાનું છે, જે આ ત્રણ રાશિના જાતકોને ફાયદો કરાવશે. આ વિશ્લેષણ ચંદ્ર રાશિના આધારે કરવામાં આવી રહ્યું છે.
વસંત પંચમી પર બની રહ્યો છે ખાસ રાજયોગ
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વસંત પંચમી એટલે કે 23 જાન્યુઆરીએ સવારે 8:33 વાગ્યે, ચંદ્રમાં મીન રાશિમાં પ્રવેશ કરશે અને ગુરુ મિથુન રાશિમાં બિરજમાન છે. આવી સ્થિતિમાં ગજકેસરી રાજયોગ બનશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, જ્યારે ચંદ્રમાના કેન્દ્રમાં(1, 4, 7, 10 માં ભાવે) ગુરુ સ્થિત હોય છે ત્યારે ગજકેસરી યોગની રચના થાય છે.
વસંત પંચમીના દિવસે ચંદ્ર મિથુન રાશિના ચોથા ભાવમાં રહેશે. ગુરુ ચંદ્રથી ચર્તુથ (મધ્યમાં) કેન્દ્રમાં છે, તેથી આ એક શક્તિશાળી ગજકેસરી રાજ યોગનું નિર્માણ થઇ રહ્યું છે.
ગજકેસરી રાજયોગ આ રાશિઓ માટે ફાયદાકારક રહેશે
મિથુન રાશિ
આ રાશિની કુંડળીમાં ગુરુ લગ્ન ભાવ અને ચંદ્ર ચોથા ભાવમાં બિરાજમાન છે. આવી સ્થિતિમાં ગજકેસરી રાજયોગ આ રાશિના લોકો માટે ઘણી રીતે વિશેષ હોઈ શકે છે. આ યોગ તમારા વ્યક્તિત્વને વધુ નિખારશે અને જીવનના ઘણા ક્ષેત્રોમાં સકારાત્મક પરિણામો લાવી શકે છે. નોકરી અને વ્યવસાયને લગતી બાબતોમાં વરિષ્ઠોનું માર્ગદર્શન તમારા માટે ફાયદાકારક સાબિત થશે. શિક્ષણ, રાજકારણ અને પ્રશાસન જેવા ક્ષેત્રોમાં સફળતાના મજબૂત સંકેતો છે. તમારી વાણીમાં પ્રભાવ અને આકર્ષણ રહેશે, જેથી તમે લોકોને પ્રભાવિત કરી શકશો અને પ્રેરિત પણ કરી શકશો.
આ પણ વાંચો - વસંત પંચમી પર પીળા રંગના વસ્ત્રો કેમ પહેરાય છે? જાણો કારણ અને મહત્વ
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકો માટે પણ વસંત પંચમી પણ ખૂબ જ ખાસ દિવસ બનવા જઈ રહ્યો છે. આ રાશિના લોકોને નસીબનો સાથ મળવાની સાથે ધન-ધાન્ય ઝડપથી વધી શકે છે. ગુરુ આ રાશિના બીજા ભાવમાં અને ચંદ્રમાં ત્રીજા ભાવમાં બિરાજમાન છે. તમે તમારી કારકિર્દીમાં ઝડપથી આગળ વધી શકો છો. લાંબા સમયથી પડતર કામ પૂરા થઈ શકે છે. આ સમયગાળો વિદ્યાર્થીઓ માટે પણ ફાયદાકારક બની શકે છે. પ્રગતિના ઘણા રસ્તાઓ ખુલી શકે છે. તમે નવા લોકો સાથે સંપર્કમાં રહેશો, જેથી તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકો. પરિવાર વચ્ચે સારો સમય પસાર થશે. આધ્યાત્મિકતા તરફ ઝુકાવ રહેશે અને ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ શકાય છે. તમે લાંબા સમયથી ચાલતી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.
કુંભ રાશિ
વસંત પંચમી પર રચાયેલ ગજકેસરી રાજયોગ આ રાશિના લોકો માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ રાશિના બીજા ભાવમાં શનિ પણ બિરાજમાન છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોને પ્રગતિ મળી શકે છે. આ રાશિના લોકો માટે ગુરુ દ્વારા નિર્મિત ગજકેસરી રાજયોગ ખૂબ જ શુભ અને ફાયદાકારક સાબિત થઈ શકે છે. લાંબા સમયથી થઈ રહેલા બિનજરૂરી ખર્ચને નિયંત્રિત કરવામાં આવશે અને તમે બચત કરી શકશો.
આ સમયગાળા દરમિયાન આવકના નવા અને કાયમી સ્ત્રોત બનાવવાની સંભાવના છે. ખાસ કરીને ઓનલાઇન બિઝનેસ અથવા ડિજિટલ માધ્યમોને લગતા કાર્યોમાં, તમને સારા ફાયદા મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ અનુકૂળ રહેશે. ઉચ્ચ શિક્ષણને લગતા સપના પૂરા થઈ શકે છે અને અભ્યાસમાં મન લાગશે.
આ સાથે આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ વધશે, જે ધાર્મિક પ્રવૃત્તિઓ અને મુસાફરી માટેની તકો પણ પ્રદાન કરી શકે છે. પ્રેમ જીવન અને વૈવાહિક જીવનમાં મધુરતા રહેશે.
ડિસ્ક્લેમર : આ લેખમાં આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણતરીઓ અને સામાન્ય ધારણાઓ પર આધારિત છે. વ્યક્તિગત જન્માક્ષર અનુસાર પરિણામો બદલાઈ શકે છે. કોઈ મોટો નિર્ણય લેતા પહેલા નિષ્ણાત જ્યોતિષીની સલાહ લેવાનું ભૂલશો નહીં.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us