Bhai Dooj 2025 Gift Ideas: હિન્દુ ધર્મમાં ભાઈ બીજનું વિશેષ મહત્વ છે. આ તહેવાર રક્ષાબંધનની જેમ ભાઈ બહેનને પણ સમર્પિત છે. આ દિવસે બહેન પોતાના ભાઈને તિલક લગાવે છે અને તેના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. ભાઈ પોતાની બહેનને ગિફ્ટ આપે છે. આ વખતે આ તહેવાર 23 ઓક્ટોબરને ગુરુવારના રોજ આવી રહ્યો છે. ભાઈ બીજ પર બહેનને આપવા માટે કેટલીક બેસ્ટ ગિફ્ટ વિશે જાણકારી આપી રહ્યા છીએ.
સ્માર્ટ વોચ ગિફ્ટ આપો
ભાઈ બીજના અવસર પર તમે તમારી બહેનોને સ્માર્ટવોચ ગીફ્ટ કરી શકો છો. તમારા બજેટ અનુસાર બજારમાં વિવિધ કંપનીઓની આકર્ષક ડિઝાઇન અને કલરમાં સ્માર્ટવોચ ઉપલબ્ધ છે.
સ્માર્ટફોન અને ટેબ્લટ
જો તમારી બહેન ભણતી હોય કે તે તમારાથી નાની હોય તો તમે તેને સ્માર્ટફોન કે ટેબલેટ ગિફટમાં આપી શકો છો. આ એક શાનદાર અને ઉપયોગી ભેટ હોઈ શકે છે. બજારમાં ઓછા બજેટથી લઈને વધુ મોંઘા સુધીના ઘણા વિકલ્પો છે. આ ટેબ્લેટ તમારી બહેન અભ્યાસ માટે પણ ઉપયોગી થશે.
હેન્ડબેગ
તમે તમારી બહેનને હેન્ડબેગ ભેટ આપી શકો છો. બજારમાં દરેક બજેટ રેન્જમાં હેન્ડબેગ ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં, તમે તે તમારી બહેનને આપી શકો છો. તમે તેને ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે ખરીદી શકો છો.
આ પણ વાંચો – જો ઘરમાં રાખી છે માતા લક્ષ્મીની આવી મૂર્તિ, તો તરત હટાવી દો, ધનની દેવી થઇ જશે નારાજ
સોના અને ચાંદીના દાગીના ભેટ આપો
જો તમારું બજેટ વધારે હોય તો તમે તમારી બહેનને ભેટમાં સોના અને ચાંદીના દાગીના પણ આપી શકો છો. તમે ઇયરિંગ્સ, રિંગ્સ, સોનાની ચેઇન અથવા નેકલેસ આપી શકો છો. તેમને તે ખૂબ જ ગમશે. તમારી બહેન તેને કોઈપણ ખાસ પ્રસંગે પહેરી શકે છે.