/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Kaal-Bhairav-Ashtami-2024-.jpg)
Kaal Bhairav Jayanti 2024 Date: ભૈરવ અષ્ટમી પર ભગવાન શિવના રૌદ્ર સ્વરૂપ કાળ ભૈરવની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. ઉજ્જૈન અને વારાણસીમાં કાળ ભૈરવના પ્રસિદ્ધ મંદિર આવેલા છે. (Photo: Facebook)
Kaal Bhairav Jayanti 2024: ભૈરવ અષ્ટમીનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. ભૈરવ અષ્ટમી એટલે કે કાળ ભૈરવનો અવતરણ દિવસ. કાળ ભૈરવને ભગવાન શિવનો રૌદ્ધ અવતાર માનવામાં આવે છે. કારતક વદ આઠમ તિથિ ભૈરવ અષ્ટમી તરીકે ઉજવાય છે. આ વખતે ભૈરવ અષ્ટમી 22 નવેમ્બર શુકવારે ઉજવાશે. ભૈરવ અષ્ટમી પર ભગવાન શિવના કાળ ભૈરવ સ્વરૂપની વિશેષ પૂજા કરવામાં આવે છે. તેમની પૂજા આરાધના કરવાથી કષ્ટ, પીડા, દુખ અને ભય માંથી મુક્તિ મળે છે.
કાળ ભૈરવ પૂજા કેમ કરવામાં આવે છે?
કાળ ભૈરવ ભગવાન શંકરના રોદ્ર અવતાર માનવામાં આવે છે. ભગવાન શિવના આ સ્વરૂપની પૂજા કરવાથી મૃત્યુનો ભય રહેતો નથી અને જીવનના તમામ કષ્ટ દૂર થાય છે. સાથે જ તમને જણાવી દઈએ કે આ દિવસે કેટલાક દિવસોના ખાસ યોગ પણ બની રહ્યા છે, જેના કારણે આ દિવસનું મહત્વ વધુ વધી ગયું છે. આવો જાણીએ તિથિ તારીખ અને શુભ મુહૂર્ત
કાળ ભૈરવ જયંતી તિથિ 2024 (કાલ ભૈરવ જયંતી 2024 તિથિ)
વૈદિક પંચાગ અનુસાર આ વખતે ભૈરવ અષ્ટમી તિથિ 22 નવેમ્બરે સાંજે 6.06 વાગ્યે શરૂ થશે અને 23 નવેમ્બર શનિવારે સવારે 7.57 વાગ્યે સમાપ્ત થશે. વર્ષ 2024માં કાળ ભૈરવ જયંતિ 22 નવેમ્બર, શુક્રવારના રોજ ઉજવવામાં આવશે.
ભૈરવ અષ્ટમી 2024 પૂજા માટે શુભ મુહૂર્ત
કાળ ભૈરવની પૂજા નિશીથ કાળ દરમિયાન કરવામાં આવે છે. તેથી 22 નવેમ્બરના રોજ કલાષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. સાથે જ આ દિવસે માસિક કૃષ્ણ જન્મોત્સવ પણ ઉજવવામાં આવશે. કાળ ભૈરવ તંત્ર પૂજા વિધિમાં વિશેષ મહત્વ ધરાવે છે. ઉજ્જૈન અને વારાણસીનું કાળ ભૈરવ મંદિર સૌથી વધુ પ્રખ્યાત છે. કાળ ભૈરવને કાશીના કોતવાલ એટલે કે રક્ષક માનવામાં આવે છે. ઉજ્જૈનના કાળ ભૈરવ મદિરા પાન કરે છે.
ભૈરવ અષ્ટમી પર શુભ યોગ
ભૈરવ અષ્ટમીના દિવસે બ્રહ્મયોગ અને ઇન્દ્રયોગની સાથે રવિ યોગ બની રહ્યો છે. આ યોગમાં ભગવાન શિવના રૂદ્ર સ્વરૂપ કાળ ભૈરવ દેવની પૂજા કરવાથી સાધક દરેક પ્રકારના શારીરિક અને માનસિક કષ્ટોથી મુક્તિ મળે છે, સાથે જ સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે અને દુશ્મનો પર વિજય પ્રાપ્ત કરે છે.
ભૈરવ અષ્ટમી પર આ કામ ન કરવા
- કાળ ભૈરવ જયંતિના દિવસે વ્યક્તિએ જૂઠું બોલવાથી બચવું જોઈએ, કારણ કે જૂઠ બોલવાથી દુઃખ અને પરેશાનીઓ વધી જાય છે.
- ગૃહસ્થોએ આ દિવસે તામસિક પૂજા ન કરવી જોઈએ.
- આ દિવસે ભગવાન કાળ ભૈરવ કૂતરા, ગાય અને અન્ય પ્રાણીઓ સાથે હિંસક વર્તન કરનાર પર ક્રોધિત થાય છે.
- એવું કહેવામાં આવે છે કે કાળ ભૈરવની પૂજા કોઈને પણ નુકસાન પહોંચાડવા માટે ન કરવી જોઈએ. આવું કરવાથી ભગવાન કાલ ભૈરવ ક્રોધિત થઈ શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us