આકસ્મિક ધનલાભ અને ભાગ્યોદય થતા પહેલા આવે છે આ 5 સપના, ભવિષ્ય પુરાણમાં મળે છે વર્ણન

bhavishya puran : ભવિષ્ય પુરાણમાં ભગવાન સૂર્યદેવે એવા સપના વિશે જણાવ્યું છે જે વ્યક્તિને ધનવાન અને સમૃદ્ધ થવાના સંકેત આપે છે. આવો જાણીએ સપના કયા છે

Written by Ashish Goyal
November 20, 2024 20:41 IST
આકસ્મિક ધનલાભ અને ભાગ્યોદય થતા પહેલા આવે છે આ 5 સપના, ભવિષ્ય પુરાણમાં મળે છે વર્ણન
bhavishya puran : સપના સામાન્ય રીતે દરેક મનુષ્યને આવે છે અને તમને આવનારા દિવસોમાં થનારી ઘટનાઓ તરફ નિર્દેશ કરે છે (તસવીર - ફ્રીપિક)

bhavishya puran : સપના સામાન્ય રીતે દરેક મનુષ્યને આવે છે અને તમને આવનારા દિવસોમાં થનારી ઘટનાઓ તરફ નિર્દેશ કરે છે. સાથે જ એ પણ જરૂરી નથી કે તમે જોયેલા સપનાનો પણ એવો જ અર્થ હોય.સ્વપ્ન શાસ્ત્ર મુજબ સવારે જોયેલા સપના સાચા સાબિત થાય છે. તમને જણાવી દઈએ કે ભવિષ્ય પુરાણમાં ભગવાન સૂર્યદેવે એવા સપના વિશે જણાવ્યું છે જે વ્યક્તિને ધનવાન અને સમૃદ્ધ થવાના સંકેત આપે છે. આવો જાણીએ સપના કયા છે.

સ્વપ્નમાં મંદિર અને ધ્વજ

ભવિષ્ય પુરાણ અનુસાર જો કોઈ વ્યક્તિ સપનામાં સૂર્ય કે કોઇ મંદિરનો ધ્વજ કે ચંદ્રમાના દર્શન કરે છે તો આવનારા દિવસોમાં ભૌતિક સુખની પ્રાપ્તિ થઇ શકે છે. સાથે આગામી દિવસોમાં આકસ્મિક લાભ પણ થઇ શકે છે. વ્યક્તિના જીવનમાં સુખ-શાંતિ રહે છે.

વૃક્ષો કે છોડ લગાવતા જોવા

ભવિષ્ય પુરાણ અનુસાર જો તમે સપનામાં પોતાને વૃક્ષો વાવતા જુઓ છો તો તે શુભ સંકેત છે. એટલે કે આવનારા દિવસોમાં તમે ઉચ્ચ પદ મેળવી શકો છો. તેમજ કોઇ પણ ઇચ્છા પૂરી થઇ શકે છે. સાથે જ બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે.

સપનામાં ખીર ખાતા જોવું

જો તમે સપનામાં પોતાને સોના કે ચાંદીના વાસણમાં ખીર ખાતા જુઓ છો તો તે ખૂબ શુભ સંકેત છે. આનો અર્થ એ છે કે, આગામી દિવસોમાં તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. તેમજ સમૃદ્ધિ અને કીર્તિ પણ પ્રાપ્ત કરી શકાય છે. બીજી તરફ જો કોઇ વ્યક્તિ સપનામાં પોતાને મદીરા પાન કરતા પીતો જુએ છે તો આવા સપના આવવા પર તમને લાભ મળી શકે છે. આકસ્મિક લાભ પણ થઈ શકે છે.

આ પણ વાંચો – ઓવર થિંકિંગથી કેવી રીતે બચવું? પ્રેમાનંદ જી મહારાજ પાસેથી જાણો આનાથી બચવાની આસાન રીત

સપનામાં મા લક્ષ્મીના દર્શન

ભવિષ્ય પુરાણ અનુસાર જો તમે સપનામાં દેવી લક્ષ્મીના દર્શન કરો છો તો તે શુભ સંકેત છે, તેનો અર્થ છે કે તમારા ઘરમાં જલ્દી જ લક્ષ્મીનું આગમન થઇ શકે છે. સાથે જ તમને ચારેબાજુ લાભ મળવાનો શરુ થઇ જશે. વેપારીઓને સારો પ્રોફીટ પણ થઈ શકે છે. સાથે જ કેરિયરમાં પ્રગતિ પણ મળી શકે છે.

સ્વપ્નમાં તારા અને પર્વતો જોવા

જો કોઈ વ્યક્તિ સપનામાં કોઈ તારા, સૂર્ય, પર્વતને જુએ છે અથવા તેમને ફરતા જુએ છે, તો આ પ્રકારનું સ્વપ્ન તમારા માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. આવનારા દિવસોમાં તમને સંપત્તિ સુખ મળવાનું છે. તમે કોઈ પ્રોપર્ટીના માલિક પણ બની શકો છો.

ડિસ્ક્લેમર- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ