Blue Moon 2023: બ્લુ મૂન ઓગસ્ટમાં ફરી દેખાશે , જાણો સુપર મૂન દેખાવાની તારીખ-સમય તેમજ ખગોળીય અને જ્યોતિષ મહત્વ

Blue Moon 2023 In India : કેલેન્ડર વર્ષ 2023માં 4 વખત સુપર મૂન દેખાશે, જેમાં ગત 3 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ આ ખગોળીય ઘટના બની ગઇ છે. હવે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં એક-એક વખત ચંદ્રનું દૂર્લભ દ્રશ્ય ફરી જોવા મળશે

Blue Moon 2023 In India : કેલેન્ડર વર્ષ 2023માં 4 વખત સુપર મૂન દેખાશે, જેમાં ગત 3 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ આ ખગોળીય ઘટના બની ગઇ છે. હવે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં એક-એક વખત ચંદ્રનું દૂર્લભ દ્રશ્ય ફરી જોવા મળશે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
moon | blue moon | super moon | Poonam tithi | super moon and Astrology Significance

બ્લુ મૂનનું ખગોળ અને જ્યોતિષ દ્રષ્ટિએ ઘણું મહત્વ છે.

Blue Moon 2023 and Astrology Significance : ભારતમાં બ્લુ મૂન 2023; અવકાશમાં સમય સમય પર ઘણી અદ્ભુત અને સુંદર ઘટનાઓ બનતી રહે છે. દેશ અને દુનિયાના લોકો આ ઘટનાઓની આતુરતાથી રાહ જોતા હોય છે. આ વર્ષે ઓગસ્ટ મહિનો ખગોળીય ઘટનાઓ માટે ખૂબ જ ખાસ છે, કારણ કે આ મહિનામાં ચંદ્ર બે વખત પૃથ્વીની બહુ જ નજીક આવશે. તમને જણાવી દઇયે કે, 1 ઓગસ્ટ 2023ના રોજ આકાશમાં સુપર મૂન હતો. તો હવે ઓગસ્ટ મહિનાના અંતમાં, ચંદ્ર સામાન્ય દિવસો કરતા ઘણો મોટો દેખાશે, જેને બ્લુ ફુલ મૂન કહેવામાં આવે છે. જાણો ભારતમાં ક્યારે દેખાશે બ્લુ મૂન અને તેનો જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ તેનું શું મહત્વ છે

Advertisment

બ્લૂ મૂન 2023માં ક્યારે દેખાશે ? (Bule Moon 2023 Date And Time in India)

વૈજ્ઞાનિકો અનુસાર, બ્લુ મૂન 30 ઓગસ્ટે રાત્રે 9:35 વાગ્યે (EDT) દેખાશે. બીજી તરફ, ભારતીય સમય અનુસાર, આકાશમાં બ્લુ મૂન 31 ઓગસ્ટ,2023ની મોડી રાત્રે 1.35 વાગ્યે દેખાશે, સવારે 7.5 કલાકે તેની ચરમ પર હશે.

ગ્રહણ નિષ્ણાત અને નાસાના નિવૃત્ત ખગોળશાસ્ત્રી ફ્રેડ એસ્પનાકના જણાવ્યા અનુસાર, પુનમના દિવસે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીકના દ્રષ્ટિકોણના 90 ટકાની અંદર હોય તો તેન 'સુપરમૂન' કહેવામાં આવે છે. વર્ષ 2023માં ચાર વખત સુપરમૂન જોવા મળશે. જેમાં પહેલો સુપરમૂન 3 જુલાઈ, 1 ઓગસ્ટના રોજ જોવા મળ્યો હતો. હવે આગામી બે સુપરમૂન 31 ઓગસ્ટ અને 29 સપ્ટેમ્બરના રોજ જોવા મળશે.

Advertisment

સુપર મૂન ક્યારે દેખાય છે?

જ્યોતિષ શાસ્ત્રો અનુસાર દરેક મહિનામાં એક પુનમ તિથિ આવે છે. આ દિવસે ચંદ્ર સળો કળાયે ખીલી ઉઠે છે. આ દિવસે ચંદ્ર સામાન્ય દિવસો કરતા મોટો અને અત્યંત પ્રકાશિત દેખાય છે. આથી પૂર્ણ ચંદ્ર પણ આ દિવસે જોવા મળે છે.

બ્લુ મૂન એટલે શું?

પૂર્ણ ચંદ્ર એ અદભૂત દુર્લભ ઘટના છે આવું ત્યારે થાય છે જ્યારે કેલેન્ડર મહિનામાં બે પૂર્ણ ચંદ્ર આવે છે. બ્લુ મૂનનો અર્થ હકીકતમાં બ્લુ મૂન નથી. જો કે, તે વાસ્તવમાં ઘટનાની દૂર્લભતા દર્શાવે છે. બ્લુ મૂન એ એક મહિનામાં આવતી બે પુનમનો ચંદ્ર છે.

આ પણ વાંચો | રક્ષાબંધન ક્યારે છે 30 કે 31 ઓગસ્ટ, ભદ્રા નક્ષત્ર કેટલા વાગ્યા સુધી રહેશે? રાખડી બાંધવાનુ શુભ મુહૂર્ત જાણો

બ્લુ મૂનનું જ્યોતિષ મહત્વ

જ્યોતિષ શાસ્ત્રની દૃષ્ટિએ બ્લુ મૂન ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે તે પુનમના દિવસે જ થાય છે. તે આપણા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં આપણને ટેકો આપી શકે છે. પૂર્ણ ચંદ્ર સાથેની સકારાત્મક ઉર્જા જીવનને ઝડપથી પ્રકાશિત કરે છે. આવી સ્થિતિમાં વ્યક્તિ પોતાના કામ પર વધુ ધ્યાન આપી શકશે. આ સાથે તમને સાચા રસ્તે ચાલવા માટે માર્ગદર્શન આપે છે.

ગ્રહ ગોચર ગુજરાતી ન્યૂઝ astrology ધર્મ ભક્તિ