/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/buddha-purnima-2025.jpg)
આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા 12 મે 2025ના રોજ ઉજવવામાં આવશે.
Buddha Purnima 2025: Date, history, significance: દર વર્ષે વૈશાખ મહિનાની પૂર્ણિમાના દિવસે બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે. બૌદ્ધ ધર્મમાં માનનારા લોકો માટે આ તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન બુદ્ધને બોધગયામાં જ્ઞાનપ્રાપ્તિ થઈ હતી. આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા 12 મે 2025ના રોજ ઉજવવામાં આવશે.
ભગવાન ગૌતમ બુદ્ધનો જન્મ ક્યારે થયો હતો?
બુદ્ધ પૂર્ણિમા ભગવાન ગૌતમ બુદ્ધના જીવનની ત્રણ મુખ્ય ઘટનાઓ- જન્મ, જ્ઞાન પ્રાપ્તિ અને મહાપરિનિર્વાણ સાથે સંકળાયેલી છે. બુદ્ધ પૂર્ણિમાને વૈશાખ પૂર્ણિમા એટલે કે બુદ્ધ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમનું સાચું નામ સિદ્ધાર્થ ગૌતમ હતું અને તે શાક્ય કુળના રાજકુમાર હતા. જો કે પાછળથી તેઓ ગૌતમ બુદ્ધ બન્યા હતા.
શું છે બુદ્ધ પૂર્ણિમાનો ઈતિહાસ?
બુદ્ધ પૂર્ણિમાનો ઇતિહાસ લગભગ અઢી હજાર વર્ષ જૂનો છે. આ દિવસે ભગવાન ગૌતમ બુદ્ધનો જન્મ ઈ.સ. પૂર્વે 563માં લુમ્બિનીમાં થયો હતો. તેમનું સાચું નામ સિદ્ધાર્થ ગૌતમ હતું અને તે શાક્ય કુળના રાજકુમાર હતા. જો કે બાદમાં તેઓ જગતના દુઃખો જોઇને રાજપાઠ છોડીને સત્યની શોધમાં નીકળી પડ્યા હતા. ઘણા વર્ષોની તપસ્યા અને ધ્યાન પછી તેમને બિહારના બોધગયામાં પીપળાના ઝાડ નીચે જ્ઞાન પ્રાપ્ત કર્યું અને તેઓ બુદ્ધ કહેવાયા હતા.
આ પણ વાંચો - ઘરની આ દિશામાં લગાવો 5 ગુડલક વાળી તસવીર, પૈસામાં ઘણો વધારો થવાની છે માન્યતા
તેમના વિચારો આજે પણ પ્રાસંગિક છે
સમગ્ર વિશ્વમાં હિંસા અને તણાવના આ યુગમાં ભગવાન બુદ્ધના વિચારો આજે પણ પ્રાસંગિક છે. બુદ્ધ પૂર્ણિમાના દિવસે તેમના અનુયાયીઓ મંદિરોમાં દીવો પ્રગટાવે છે અને શાસ્ત્રોનું પઠન કરે છે. આ દિવસ આત્મચિંતન, અહિંસા અને કરૂણાની ભાવનાને જાગૃત કરવાનો અવસર છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us