November Gochar 2022: બુધ દેવ 3 ડિસેમ્બર સુધી આ ચાર રાશિના જાતકો ઉપર રહેશે મહેરબાન, ચમકી શકે છે કિસ્મત!

બુધ દેવ 3 ડિસેમ્બર સુધી આ ચાર રાશિના જાતકો ઉપર રહેશે મહેરબાન - buddhdev Grah gochar november 2022 rashi parivartan astrology news

બુધ દેવ 3 ડિસેમ્બર સુધી આ ચાર રાશિના જાતકો ઉપર રહેશે મહેરબાન - buddhdev Grah gochar november 2022 rashi parivartan astrology news

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update

પ્રતિકાત્મક તસવીર

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધ દેવ ત્રણ ડિસેમ્બર રાશિ પરિવર્તન કરીને ધન રાશિમાં પ્રવેશ કરશે. તો ચાલો જાણીએ કે આ દરમિયાન કઈ કઈ રાશિના લોકો ઉપર બુધ દેવની કૃપા રહી શકે છે અને તેમના અનેક સારા કાર્ય શરુ થઈ શકે છે.

Advertisment
બુધ દેવના ગોચરને વૃષભ રાશિ પર પ્રભાવ

બુધદેવના આ રાશિ પરિવર્તનથી આ રાશિના લોકો માટે સારા દિવસો શરૂ થઈ શકે છે. પાર્ટનરશિપમાં વેપાર કરી રહેલા જાતકો માટે આ ગોચર લાભદાયી સાબિત થઈ શકે છે. જીવમાં આગળ વધવા માટે અનેક તકો મળી શકે છે. જાતકોના વિવાહના યોગ પણ બની શકે છે.

બુધદેવના ગોચરનો સિંહ રાશિ પર પ્રભાવ

આ રાશિના જાતકો માટે બુધ દેવનું ગોચર અનુકૂળ સાબિત થઈ શકે છે. સંપત્તિ વગેરેમાં આ દરમિયાન ખરીદી થઈ શકે છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ આવી શકે છે. આર્થિક લાભના પણ યોગ બની શકે છે.

બુધ દેવના ગોચરનું તુલા રાશિ પર પ્રભાવ

તુલા રાશિના જાતકો માટે બુધ દેવ નવમાં દ્વાદશ ભાવનો સ્વામી હોય છે. વિદેશ યાત્રાનો પણ પ્રબલ યોગ બની રહે છે. કરિયરમાં પણ અપાર સફળતા મળી શકે છે. ઘરના સભ્યો વચ્ચે તમારો સંબંધ મજબૂત થઈ શકે છે. આ સમયમાં તમને ઘરના સભ્યોનો પુરો સહયોગ મળી શખે છે. કોઈ ધાર્મિક કાર્યક્રમોમાં પણ ભાગ લઈ શકો છો.

Advertisment
બુધ દેવના ગોચરનું વૃશ્ચિક રાશિ પર પ્રભાવ

3 ડિસેમ્બર સુધી બુધ દેવ આ રાશિમાં રહેશે. આનાથી રાશિના જાતકોને બુધ દેવના આ ગોચરથી સારો લાભ મળી શકે છે. કરિયર અને વ્યાપાર માટે આ સમય ખૂબ જ સારો થઈ શકે છે. વેપારમાં મોટો નફો થઈ શકે છે. અન્ય અનેક લાભ પણ થવાની સંભાવના છે.

ધર્મ ભક્તિ ભવિષ્ય વાણી રાશિફળ