જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધ દેવ ત્રણ ડિસેમ્બર રાશિ પરિવર્તન કરીને ધન રાશિમાં પ્રવેશ કરશે. તો ચાલો જાણીએ કે આ દરમિયાન કઈ કઈ રાશિના લોકો ઉપર બુધ દેવની કૃપા રહી શકે છે અને તેમના અનેક સારા કાર્ય શરુ થઈ શકે છે.
બુધ દેવના ગોચરને વૃષભ રાશિ પર પ્રભાવ
બુધદેવના આ રાશિ પરિવર્તનથી આ રાશિના લોકો માટે સારા દિવસો શરૂ થઈ શકે છે. પાર્ટનરશિપમાં વેપાર કરી રહેલા જાતકો માટે આ ગોચર લાભદાયી સાબિત થઈ શકે છે. જીવમાં આગળ વધવા માટે અનેક તકો મળી શકે છે. જાતકોના વિવાહના યોગ પણ બની શકે છે.
બુધદેવના ગોચરનો સિંહ રાશિ પર પ્રભાવ
આ રાશિના જાતકો માટે બુધ દેવનું ગોચર અનુકૂળ સાબિત થઈ શકે છે. સંપત્તિ વગેરેમાં આ દરમિયાન ખરીદી થઈ શકે છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ આવી શકે છે. આર્થિક લાભના પણ યોગ બની શકે છે.
બુધ દેવના ગોચરનું તુલા રાશિ પર પ્રભાવ
તુલા રાશિના જાતકો માટે બુધ દેવ નવમાં દ્વાદશ ભાવનો સ્વામી હોય છે. વિદેશ યાત્રાનો પણ પ્રબલ યોગ બની રહે છે. કરિયરમાં પણ અપાર સફળતા મળી શકે છે. ઘરના સભ્યો વચ્ચે તમારો સંબંધ મજબૂત થઈ શકે છે. આ સમયમાં તમને ઘરના સભ્યોનો પુરો સહયોગ મળી શખે છે. કોઈ ધાર્મિક કાર્યક્રમોમાં પણ ભાગ લઈ શકો છો.
બુધ દેવના ગોચરનું વૃશ્ચિક રાશિ પર પ્રભાવ
3 ડિસેમ્બર સુધી બુધ દેવ આ રાશિમાં રહેશે. આનાથી રાશિના જાતકોને બુધ દેવના આ ગોચરથી સારો લાભ મળી શકે છે. કરિયર અને વ્યાપાર માટે આ સમય ખૂબ જ સારો થઈ શકે છે. વેપારમાં મોટો નફો થઈ શકે છે. અન્ય અનેક લાભ પણ થવાની સંભાવના છે.