Budh Planet Uday : વૈદિક જ્યોતિષ અનુસાર સમય-સમય પર ગોચર કરીને અસ્ત અને ઉદય થાય છે. જેનો પ્રભાવ સીધી રીતે માનવ જીવન અને પૃથ્વી પર જોવા મળે છે. સપ્ટેમ્બરની શરુઆતમાં વેપાર અને બુદ્ધિના દેવતા બુધ ગ્રહ ઉદય થવા જઇ રહ્યા છે. જેનો પ્રભાવ બધી રાશિઓના જાતકો ઉપર જોવા મળે છે. પરંતુ 3 રાશિઓ એવી છે જેને આ સમયે આકસ્મિક ધનલબા અને તરક્કીનો યોગ બની રહ્યો છે. તો ચાલો જાણીએ કે આ લકી રાશિ કઈ કઈ છે.
સિંહ રાશિ (Leo Zodiac)
બુધ ગ્રહનો ઉદય થવો સિંહ રાશિઓના જાતકો માટે શુભ સાબિત થઇ શકે છે. કારણ કે બુધ ગ્રહ પોતાની રાશિના લગ્ન ભાવમાં ઉદિત થવા જઇ રહ્યા છે. એટલા માટે આ સમયે તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. તમારી યોજનાઓમાં સફળતા મળશે. નોકરિયાત લોકો માટે કરિયરમાં તરક્કીના સમાચાર અવસર પ્રાપ્ત થશે. મોટા લોકો સાથે સારા સંબંધો બનશે. સાથે જ જે લોકો અપરિણીત છે તેમના સંબંધની વાત આ સમયે ચાલી શકે છે. બુધ ગ્રહ તમારી રાશિથી ધન અને ઇનકમ ભાવના સ્વામી છે. એટલા માટે આ સમયે તમારી આવકમાં વધારો થશે. જ્યારે ફસાયેલું ધન પ્રાપ્ત થઇ શકે છે.
આ પણ વાંચોઃ- Sawan Puja tips: શ્રાવણ માસમાં શિવ પૂજાના જ્યોતિષ ઉપાય – કષ્ટ થશે દૂર અને સુખ-સમૃદ્ધિનો થશે વરસાદ
મેષ રાશિ (Aries Zodiac)
આ રાશિના જાતકો માટે બુધ ગ્રહનું ઉદય થવું લાભપ્રદ સિદ્ધ થઇ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી ગોચર કુંડળીના પાંચમા ભાવમાં ઉદય થવા જઈ રહ્યા છે. એટલા માટે આ સમયમાં તમારા સંતાન સંબંધિ કોઈ શુભ સમાચાર મળી શકે છે. સાથે જ પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં ચાલી રહેલી સમસ્યાઓમાંથી મુક્તિ પણ મળશે. આ સમય તમારો પ્રેમ- સંબંધોમાં પણ સફળતા મળી શકે છે. સાથે જ સિંગલ જાતકોને આ સમયે ખાસ વ્યક્તિ સાથે મેળાપ થઇ શકે છે. જે વિદ્યાર્થીઓ કોઈ કોર્સમાં એડમિશન લઇ શકે છે.
આ પણ વાંચોઃ- ઓગસ્ટમાં સૂર્ય, શુક્ર, બુધ અને મંગળની ચાલ બદવાશે, જાણો દેશ-દુનિયા અને રાશિઓ ઉપર શું થશે અસર
ધન રાશિ (dhanu zodiac)
બુધ ગ્રહનો ઉદય થવો ધન રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઇ શકે છે. કારણ કે બુધ દેવ તમારી રાશિના નવમાં ભાવમાં ઉદિત થશે. સાથે જ આ સમયે તમને ભાગ્યનો સાથ મળશે. જ્યારે રોકાયેલા કામ ઓછા થશે. સાથે જ આ દરમિયાન માતા-પાની સાથે તીર્થ યાત્રા પર જવાની યોજના બની શકે છે. બીજી તરફ આ સમયમાં તમારી રુચિ ધર્મ-કર્મના કામોમાં વધારો થશે. જે વિદ્યાર્થીઓ વિદેશમાં જઇને અભ્યાસ કરવા માંગે છે તેમની ઇચ્છાઓ પુરી થઇ શકે છે.





