chatra Navratri 2023: નવરાત્રીનો રંગ ધીમે ધીમે ચડતો જાય છે ત્યારે નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા અર્ચના (chandraghanta puja) કરવામાં આવે છે. ચંદ્રઘંટાનો અર્થ છે જેના માથા પર અર્ધ ચંદ્ર ઘંટાના રૂપથી શોભિત છે. શાસ્ત્રોના અનુસાર આ ચંદ્રમા શીતળતા અને શુભ પ્રકાશનું પ્રતિક માનવામાં આવે છે. આ જ કારણે માતા દુર્ગાના ત્રીજા સ્વરૂપને ચંદ્રઘંટા કહેવામાં આવે છે.
જ્યારે માતાના ગળામાં સફેદ ફૂલોની માળા શોભે છે. અને દેવી દુર્ગાનું આ સ્વરૂપ વાઘની સવારી કહેવામાં આવે છે. ચંદ્રઘંટા માતાની 10 ભુજાઓ છે. માતા ભગવતીનું આ સ્વરૂપનું સાહસ અને વીરતાનો અહેસાર કરાવે છે. આ માતા પાર્વતીનું રૌદ્ર રૂપ માનવામાં આવે છે. ચાલો જાણીએ ચંદ્રઘંટા માતાની આરતી, પૂજ- વિધિ અને મંત્ર.
કેવું છે માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ
શાસ્ત્રો અનુસાર માતા ચંદ્રઘંટાની સવારી વાઘ પર હોય છે. માતાના દશ હાથ જેમાં કમળ અને કમંડળ ઉપરાંત અસ્ત્ર-શસ્ત્ર પણ હોય છે. આ સાથે એક હાથમાં અર્ધચંદ્ર ધારણ કરેલો છે. ભક્તો માટે માતાનું આ સ્વરૂપ સૌમ્ય અને શાંત છે.
માતા ચંદ્રઘંટાનો ભોગ
માતા ચંદ્રઘંટાને કેસરની ખીર અથવા દૂધમાંથી બનેલી મીઠાઈનો ભોગ લગાવવો શુભ માનવામાં આવે છે. આ માટે તમે ઇચ્છો તો માતા ચંદ્રઘંટાને પંચામૃત, ખાંડ અથવા મિશ્રી પણ અર્પણ કરી શકો છો.
ચંદ્રઘંટા માતાની પૂજા-વિધિ
નવરાત્રીના ત્રીજા દિવસે માતા દુર્ગાના ચંદ્રઘંટા સ્વરૂપની વિધિ વિધાનથી આ મંત્ર “ऊं देवी चन्द्रघण्टायै नमः “નો જાપ કરી આરાધના કરવી જોઈએ. ત્યારબાદ માતા ચંદ્રઘંટાને સિંદૂર, ચોખા, અગરબત્તી, ધૂપ, પુષ્પ વગેરે અર્પિત કરો. તમે દેવી માને ચમેલીનું ફૂલ અથવા કોઈપણ લાલ ફૂલ અર્પિત કરી શકો છો. સાથે જ દૂધથી બનેલી કોઈપણ મીઠાઈનો ભોગ લગાવી શકો છો. પૂજા દરમિયાન દુર્ગા ચાલિચાનો પાઠ અને દુર્ગા આર્તીનું ગાન કરો. જો તમે ઈચ્છો તો દુર્ગા સપ્તશતીનો પણ પાઠ કરી શકો છો. આરતી બ ક્ષમા યાચના મંત્ર પાઠ કરવાનું ન ભૂલો. સાચા મનથી માતાની આરાધના કરનાર ભક્તોની દરેક મનોકામના પુરી થાય છે. આ ઉપરાંત ભયમાંથી મૂક્તિ મળે છે.
કથા
પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે મહિષાસુરે ત્રણે લોકોમાં આતંક મચાવવાનું શરૂ કર્યું હતું ત્યારે બધા દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણે દેવો પાસે મદદ માંગવા માટે ગયા હતા. દેવતાઓની વાતને સાંભળ્યા પછી ત્રણે ખૂબ જ ક્રોધિત થયા હતા. ક્રોધના કારણે ત્રણેના મુખમાંથી જે ઉર્જા ઉત્પન્ન થઈ તેને એક દેવીનું સ્વરૂપ ધારણ થયું. દેવીને ભગવાન શંકરે પોતાનું ત્રિશૂલ અને ભગવાન વિષ્ણુએ પોતાનું ચક્ર પ્રદાન કર્યું હતું.
આ પ્રકારે બધા દેવતાઓએ પોત-પોતાના અસ્ત્રો સોંપ્યા હતા. દેવરાજ ઈન્દ્રએ દેવીને એક ઘંટ આપ્યો હતો. ત્યારબાદ માતા ચંદ્રઘંટા મહિષાસુરનો વધ કરવા માટે પહોંચી હતી. મહિષાસુરનો વધ કરવા માટે દેવતાઓએ માતાનો ધન્યવાદ કર્યો હતો. અને બાદમાં દેવતાઓને મહિષાસુરના આતંકથી મુક્તિ મળી હતી.
માતા ચંદ્રઘંટાની આરતી
नवरात्रि के तीसरे दिन चंद्रघंटा का ध्यान।
मस्तक पर है अर्ध चन्द्र, मंद मंद मुस्कान॥
दस हाथों में अस्त्र शस्त्र रखे खडग संग बांद।
घंटे के शब्द से हरती दुष्ट के प्राण॥
सिंह वाहिनी दुर्गा का चमके सवर्ण शरीर।
करती विपदा शान्ति हरे भक्त की पीर॥
मधुर वाणी को बोल कर सब को देती ग्यान।
जितने देवी देवता सभी करें सम्मान॥
अपने शांत सवभाव से सबका करती ध्यान।
भव सागर में फंसा हूं मैं, करो मेरा कल्याण॥
नवरात्रों की मां, कृपा कर दो मां।
जय मां चंद्रघंटा, जय मां चंद्रघंटा॥
માતા ચંદ્રઘંટાનો મંત્ર
पिण्डजप्रवरारूढ़ा चण्डकोपास्त्रकेर्युता।
प्रसादं तनुते मह्यं चंद्रघण्टेति विश्रुता॥
या देवी सर्वभूतेषु मां चन्द्रघण्टा रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥