chaitra Navratri : ચૈત્ર નવરાત્રિ, ઘટસ્થાપના મુહૂર્ત, વિધિ સહિતની સંપૂર્ણ જાણકારી

chaitri navratri kalas sthapan : આ વખતે ચૈત્ર નવરાત્રીની શરુઆત પંચકમાં થઇ છે. ચૈત્ર નવરાત્રી આજથી શરુ થઈ ગઈ છે ત્યારે ચાલો જાણીએ ઘટ સ્થાપનની વિધિ સહિતની તમામ જાણકારી.

Written by Ankit Patel
Updated : March 22, 2023 08:03 IST
chaitra Navratri : ચૈત્ર નવરાત્રિ, ઘટસ્થાપના મુહૂર્ત, વિધિ સહિતની સંપૂર્ણ જાણકારી
ચૈત્ર નવરાત્રી ઘટ સ્થાપન મુહૂર્ત અને વિધિ

Chaitra Navratri 2023 Date and Time: જગત જનની માતા દુર્ગાનો પવિત્ર તહેવાર નવરાત્રી આજથી એટલે કે 22 માર્ચ 2023થી શરુ થઈ ગઈ છે.જે 30 માર્ચ 2023 એ નવમીના દિવસે સમાપ્ત થશે. ચૈત્ર નવરાત્રીની નવમી પર રામ નવમીનો તહેવાર પણ ઉજવવામાં આવે છે. નવરાત્રીના 9 દિવસમાં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રીના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ ઘટસ્થાપના કરવામાં આવે છે. આ દિવસથી હિન્દુ નવું વર્ષ શરુ થાય છે. આ વર્ષે નવરાત્રી ખુબ જ ખાસ માનવામાં આવે છે. કારણ કે માતા દુર્ગા આ વકથે નાવડીમાં સવાર થઈને આવી રહ્યા છે જે શુભ સંકેત છે. આ વખતે ચૈત્ર નવરાત્રીની શરુઆત પંચકમાં થઇ છે. ચૈત્ર નવરાત્રી આજથી શરુ થઈ ગઈ છે ત્યારે ચાલો જાણીએ ઘટ સ્થાપનની વિધિ સહિતની તમામ જાણકારી.

ચૈત્ર નવરાત્રિમાં ઘટસ્થાપનનું મહત્વ

પુરાણોમાં કળશ અથવા ઘટસ્થાપનાના સુખ- સમૃદ્ધિ, વૈભવ, ઐશ્વર્ય અને મંગળ કામનાઓનો પ્રતિક માનવામાં આવે છે. માન્યતા છે કે ચૈત્ર નવરાત્રીમાં કળશ સ્થાપન કરતા સમયે સુખ-શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. કળશમાં દરેક ગ્રહ, નક્ષત્રો, તીર્થો, ત્રિદેવ, નદીઓ, 22 કોટી દેવી દેવતાઓ વાસ કરે છે. નવરાત્રિના સમયે બ્રહ્માંડમાં ઉપસ્થિત શક્તિઓનું ઘટમાં આહ્વાન તેને કાર્યર કરવામાં આવે છે. આનાથી માતા દુર્ગાની પૂજા સફળ થાય છે અને બધા દુઃખો દુર થાય છે.

ચૈત્ર નવરાત્રી પર કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત

સવારે 6:23 થી 9:25 સુધી કળશ સ્થાપના માટેનો પ્રથમ શુભ સમય છે. બીજું મુહૂર્ત 10:57 થી 12:30 સુધીનું છે. આ પછી બપોરના બે વાગ્યા સુધી રાહુકાલ શરૂ થશે. રાહુકાળમાં કળશ સ્થાપન કરવાનું ટાળવું જોઈએ. બપોરે બે વાગ્યા પછી પણ કળશની સ્થાપના કરી શકાય છે. આ સમય પર કળશ સ્થાપિત કરવાથી બધી સમસ્યાઓનો અંત આવે છે. ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.

ઘટસ્થાપનાનો ખાસ મંત્ર

કળશની પૂજા કરતા સમયે આ મંત્રનો જાપ કરો જેનાથી દેવી દેવતા કળશમાં વાસ કરે.

ओम आ जिघ्र कलशं मह्या त्वा विशन्त्विन्दव:। पुनरूर्जा नि वर्तस्व सा नः सहस्रं धुक्ष्वोरुधारा पयस्वती पुनर्मा विशतादयिः।।

આ રીતે કળશ સ્થાપના કરો

ઘરમાં મંદિરની સફાઈ કર્યા પછી એક બાજઠ મૂકો. માતાની મૂર્તિને લાલ સ્થાપન પર સ્થાપિત કરો. પૂજાની તમામ સામગ્રી ભેગી કરવાની સાથે નાડાછડી બાંધીને કળશની સ્થાપના કરો. કપૂરી પાન કળશમાં ચારે બાજૂ મૂકી શ્રીફળ કળશ પર મૂકો. પાન, સોપારી, કપૂર, સામગ્રી, લવિંગ, જાયફળ માતાજીને નૈવેધ સ્વરુપે અર્પણ કરો અને માતાજીની પૂજા કરો.

મંદિર સજાવવાની વસ્તુઓ

આજથી શરુ થયેલી ચૈત્ર નવરાત્રી માટે તૈયારીઓ શરુ થઇ ગઇ છે. મંદિરનો બધો જ સામાન ખરીદી લો. માતાની ચોકી માટે લાલ કપડું જરૂર લાવો. સાથે માતાજીને લાલ ચૂંદડી વધારે પસંદ છે. માતાના શણગાર માટે શ્રૃંગાર અને પુષ્પો પણ રાખો.

ચૈત્ર નવરાત્રીના નવ દિવસો

પ્રથમ દિવસ – 22 માર્ચ 2023 – પ્રતિપદા તિથિ, માતા શૈલપુત્રીની પૂજા, ઘટસ્થાપનબીજો દિવસ -23 માર્ચ 2023 – દ્વિતિયા તિથિ, મા બ્રહ્મચારિણી પૂજાત્રીજો દિવસ – 24 માર્ચ 2023 – તૃતીયા તિથિ, મા ચંદ્રઘંટા પૂજાચોથો દિવસ – 25 માર્ચ 2023 – ચતુર્થી તિથિ, મા કુષ્માંડા પૂજાપાંચમો દિવસ – 26 માર્ચ 2023 – પંચમી તિથિ, મા સ્કંદમાતા પૂજાછઠ્ઠો દિવસ – 27 માર્ચ 2023 – ષષ્ઠી તિથિ, મા કાત્યાયની પૂજાસાતમો દિવસ -28 માર્ચ 2023 – સપ્તમી તિથિ, મા કાલરાત્રી પૂજાઆઠમો દિવસ – 29 માર્ચ 2023 – અષ્ટમી તિથિ, મા મહાગૌરી પૂજા, મહાષ્ટમીનવમો દિવસ – 30 માર્ચ 2023 – નવમી તારીખ, મા સિદ્ધિદાત્રી પૂજા, દુર્ગા મહાનવમી, રામ નવમી

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ