chaitra Navratri 2023 Durga Ashtami : હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રીનું વિશેષ મહત્વ છે. 22 માર્ચથી શરુ થયેલી ચૈત્ર નવરાત્રી 30 માર્ચે નવમી તિથિ સાથે સમાપ્ત થશે. ચૈત્ર નવરાત્રીના દરેક દિવસનું વિશેષ મહત્વ છે. પરંતુ અષ્ટમી અને નવમી તિથિ સૈથી વધારે શુભ માનવામાં આવે છે. અષ્ટમી તિથિને દુર્ગા અષ્ટમી અને મહા અષ્ટમી કહેવામાં આવે છે. આ દિવસે માતા દુર્ગાની સાથે આઠમાં સ્વરૂપ મહાગૌરી માતાની પૂજા કરવાનું વિધાન છે.
આ વર્ષે મહા અષ્ટમી પર ખાસ યોગ બની રહ્યો છે. દુર્ગા અષ્ટમીના દિવસે માતા દુર્ગાની સાથે મહાગૌરીની પૂજા કરવાથી કષ્ટોથી છૂટકારો મળે છે. શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત થાય છે. માતાની વિધિવત પૂજા કરવાથી રોગોમાંથી મુક્તી અને ધન સંપદા પ્રાપ્ત થાય છે. દુર્ગા અષ્ટમીનાદિવસે મા ભગવતીની પૂજા કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે.
ચૈત્રણ નવરાત્રી 2023 અષ્ટમી તિથિ
અષ્ટમી તિથિનો આરંભ – 28 માર્ચ સાંજે 7.3 વાગ્યાથી શરુ થશે
અષ્ટમી તિથિ સમાપ્ત – 29 માર્ચ રાતે 9.8 વાગ્યા સુધી
દુર્ગા અષ્ટમી શુભ મુહૂર્ત
શોભન યોગ – 28 માર્ચ રાત્રે 11.36 વાગ્યાથી બપોરે 2.22 મિનિટ સુધી
રવિ યોગ – 29 માર્ચ 8.7 વાગ્યાથી 30 માર્ચ સવારે 6.14 મિનિટ સુધી
દુર્ગા અષ્ટમી પૂજન વિધિ
મહા અષ્ટમીના દિવસે માતા દુર્ગાના આઠ સ્વરૂપ મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સ્નાન વગેરે કર્યા બાદ સ્વચ્છ કપડાં ધારણ કરીને દુર્ગા માતાની ષોડશોપચાર પૂજા કરો. સૌથી પહેલા માતાનું આહવાન કરો. આ માટે બંને હાથ પાંચ ફૂલ લઇને જોડો અને આ મંત્રનું આહવાન કરો….
सर्व मंगला मंगलये शिव सर्वार्थ साधिक। शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तु ते॥ ब्रह्मरूपे
सदानंद परमानंद स्वरूपिणी। द्रुत सिद्धिप्रदे देवी नारायणी नमोस्तु ते॥
शरणगतदीनर्तपरित्राणपरायणे। सर्वस्यर्त्तिहारे देवी नारायणी नमोस्तु ते॥ ऊं भुर्भुवाह स्वाः
दुर्गादेवयै नमः आवाहनं समरपयामी ॥
મંત્ર બોલ્યા બાદ ફૂલ માતાને અર્પિત કરો. માતા દુર્ગાને પુષ્ દ્વારા જળનું આચમન કરો. ત્યારબાદ માતા ને ચૂંદડી, સોળ શ્રૃંગાર વગેરે ચઢાવો. ત્યારબાદ ફૂલ, માળા, સિન્દુર, અક્ષત,ચંદન, હળદર, બેલપત્ર વગેરે ચઢાવો.ત્યારબાદ ભોગમાં નારિયેળથી બનેલી મીઠાઇ અર્પણ કરો. જો નારિયેળની મીઠાઇ ન હોય તો અન્ય મીઠાઇ અર્પણ કરો. હવે ઘીનો દીવો અને અગરબત્તી પ્રગટાવો. ત્યારબાદ વિધિવત મંત્ર, દુર્ગા ચાલીસાનો પાઠ કરો. અંતમાં આરતી કરો અને ભૂલ ચૂક માટે માફી માંગો.