Chaitra Navratri 2024 | અંબાજી મંદિર ટાઈમ ટેબલ, ચૈત્રી નવરાત્રી દરમિયાન અંબાજી મંદિરનો સમય બદલાયો, જુઓ ટાઈમ ટેબલ

Chaitra Navratri 2024, Ambaji temple time table, અંબાજી મંદિર ટાઈમ ટેબલ : ચૈત્રી નવરાત્રી દરમિયાન અંબાજી દર્શન કરવા જતા ભક્તોની સુવિધા માટે આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિરના આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Chaitra Navratri 2024, Ambaji temple time table, અંબાજી મંદિર ટાઈમ ટેબલ : ચૈત્રી નવરાત્રી દરમિયાન અંબાજી દર્શન કરવા જતા ભક્તોની સુવિધા માટે આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિરના આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Chaitra Navratri | Ambaji time table | ambaji aarti darshan time

ચૈત્રી નવરાત્રી દરમિયાન અંબાજી મંદિરમાં દર્શન આરતીના સમયમાં ફેરફાર - photo - X @TempleAmbaji

Chaitra Navratri 2024, Ambaji temple time table, અંબાજી મંદિર ટાઈમ ટેબલ : હિન્દુ ધર્મમાં ચૈત્રી નવરાત્રીનું ખુબ જ મહત્વ છે. આ દિવસો શક્તિ આરાધનાના ગણાય છે. શક્તિરૂપા માતા જગદંબાના ઉપાસનાના દિવસો છે. 9 એપ્રિલ 2024ના રોજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. જગત જનનીના ઉપાસકો દેવસ્થાને જઈને દર્શન કરતા હોય છે. ત્યારે ઉત્તર ગુજરાતના છેડે આવેલા શક્તિપીઠ એવા અંબાજીમાં પણ ચૈત્રી નવરાત્રી દરમિયાન લાખો ભક્તો દર્શનાર્થે જાય છે.

Advertisment

અંબાજી મંદિર ટાઈમ ટેબલ, દર્શનનો ફેરફાર કરાયો

અંબાજી મંદિર લાખો લોકોના આસ્થાનું કેન્દ્ર છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન લાખો ભક્તો મા જગદંબાના દર્શન કરવા માટે આવે છે. ચૈત્રી નવરાત્રીને ધ્યાનમાં રાખીને આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિરના દર્શન, આરતી સહિતના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે ચૈત્ર સુદ આઠમને 16 એપ્રિલે સવારે 6 વાગ્યે અને ચૈત્ર સુદ પૂનમને 23 એપ્રિલે પણ સવારે 6 વાગ્યે માતાજીની આરતી કરાશે.

ચૈત્ર નવરાત્રી દરમિયાન અંબાજી મંદિરનો સમય

મંદિરમાં પ્રવૃત્તિસમય
સવારની આરતી7થી 7.30 વાગ્યા સુધી
સવારના દર્શન7.30થી 11 વાગ્યા સુધી
બપોરનો રાજભોગ12 વાગ્યે
બપોરના દર્શન12.30થી 4.30 વાગ્યા સુધી
સાંજની આરતી7થી 7.30 વાગ્યા સુધી
સાંજના દર્શન7.30 વાગ્યાથી 9 વાગ્યા સુધી

આ પણ વાંચોઃ-Chaitra Navratri 2024: ચૈત્ર નવરાત્રીની તિથિ, ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત, બનશે આ શુભ યોગ

Advertisment

ચૈત્ર મહિનામાં શું કરવું?

  • ચૈત્ર મહિનામાં સવારે વહેલા ઉઠવું જોઈએ. સાથે જ યોગ અને પ્રાણાયામ પણ કરવા જોઈએ. આમ કરવાથી તમારો આત્મવિશ્વાસ વધશે. સાથે જ તમે રિલેક્સ રહેશો.
  • ચૈત્ર મહિનામાં મર્યાદા પુરુષોત્તમ રામ અને માતા દુર્ગાની પૂજા કરવી જોઈએ. આમ કરવાથી તમારી બધી જ ઈચ્છાઓ પૂરી થઈ શકે છે.
  • આ મહિનામાં ગાય અને ઝાડની સેવા કરવી જોઈએ. આમ કરવાથી તમને અક્ષય પૃણ્ય પ્રાપ્ત થાય છે.
  • વેદ અને પુરાણો અનુસાર ચૈત્ર મહિનાનો પહેલો દિવસ ખૂબ જ શુભ હોય છે. આ દિવસની દરેક ક્ષણને શુભ માનવામાં આવે છે. નવું કામ શરૂ કરવા માટે પણ તે સારું માનવામાં આવે છે.
navratri અંબાજી ધર્મ ભક્તિ