Chaitra Navratri 2024 Day 1, ચૈત્રી નવરાત્રી : પહેલા દિવસે થાય છે માતા શૈલપુત્રીની પૂજા, અહીં જાણો મંત્ર, આરતી, ભોગ વિશે

Chaitra Navratri 2024 Day 1 Maa Shailputri Puja: ચૈત્રી નવરાત્રીના પહેલા દિવસે એટલે કે પહેલા નોંરતે નવદુર્ગાના પહેલા સ્વરૂપ માતા શૈલપુત્રીની પુજા આરાધના કરવામાં આવે છે. અહીં જાણીએ શૈલપુત્રીની પૂજા વિધિ, મંત્રો, પ્રાર્થના, આરતી, કથા વગેરેની માહિતી.

Written by Ankit Patel
April 09, 2024 08:17 IST
Chaitra Navratri 2024 Day 1, ચૈત્રી નવરાત્રી : પહેલા દિવસે થાય છે માતા શૈલપુત્રીની પૂજા, અહીં જાણો મંત્ર, આરતી, ભોગ વિશે
Chaitra Navratri 2024 Day 1: ચૈત્રી નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા - photo - freepik

Chaitra Navratri 2024: આજે 9 એપ્રિલ 2024, મંગળવારના દિવસથી પવિત્ર ચૈત્ર મહિનાનો પ્રારંભ થાય છે. આ સાથે જ આદ્યશક્તિની ઉપાસનાના નવ દિવસ એટલે કે ચૈત્રી નવરાત્રીનો પણ પ્રારંભ થાય છે. ચૈત્રી નવરાત્રીના નવ દિવસ શક્તિ ઉપાસકો ઉપવાસ રાખી માતા રાનીની પૂજા અર્ચના કરે છે. આજે ચૈત્રી નવરાત્રીનું પહેલું નોરતું છે.

એવું પણ માનવામાં આવે છે કે દેવી દુર્ગાએ રાક્ષસોના અલગ અલગ રૂપોમાં વધ કર્યો હતો. તો નવરાત્રીમાં માતા દુર્ગાના આ નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા – આરાધના કરવામાં આવે છે. તો ચાલો જાઈએ કે નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા વિધિ અને કયો ભોગ લગાવવીને પ્રસન્ન કરવામાં આવે છે.

Maa Shailputri Ritual : માતા શૈલપુત્રીની પૂજા કરવાની રીત

ચૈત્રી નવરાત્રીના પહેલા દિવસે સૂર્યોદયથી પહેલા ઉઠીને સ્નાના કર્યા બાદ ચોખ્ખા કપડા પહેરીને તૈયાર થઈ જાઓ. હવે ઘરના મંદિરની સારી રીતે સાફસફાઈ કરી લો. ચોકી પર લાલ કપડું પાથરી માતા દુર્ગાની તસવીર સ્થાપિત કરો. ત્યારબાદ કળશ સ્થાપના કરો અને માતા શૈલપુત્રીનું ધ્યાન કરો. હવે માતા દુર્ગા કંકુ ચોખા લગાવો અને માતાને સફેદ ફૂલ ચઢાવો. આ સાથે જ માતાને વસ્ત્ર અર્પણ કરો.

chaitra Navratri 2024 | chaitra navratri date and time | chaitra navratri shubh muhurt
ચૈત્ર નવરાત્રી પૂજા વિધિ – photo – freepik

હવે માતા દુર્ગાનું ધ્યાન કરીને દેશી ઘીનો દિવો પ્રગટાવો અને અગરબત્તી સળગાવો અને માતાની આરતી ઉતારો. આ ઉપરાંત શૈલપુત્રી માતાની કથા, દુર્ગા ચાલીસા, દુર્ગા સ્તુતિ અથવા દુર્ગા સપ્તશતીના પાઠ કરો. આવી રીતે સાંજના સમયે પણ માતાની આરતી કરો અને તેમનું ધ્યાન ધરો.

Maa Shailputri Mantra : માતા શૈલપુત્રીની પ્રાર્થના- મંત્ર

હિન્દુ ધર્મમાં મંત્રોનું ખાસ મહત્વ છે. મંત્રોમાં વિશેષ શક્તિ હોય છે. ઋષિ મુનિયો મંત્રો દ્વારા પોતાનું ધાર્યું કામ કરતા હોવાની લોકવાયકાઓ પણ આપણે સાંભળી છે. ત્યારે ચૈત્રી નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પ્રાર્થના કરતા સમયે આપેલા મંત્રનું ઉચ્ચારણ લાભદાયી રહેશે.

वन्दे वांछितलाभाय चन्द्रार्धकृतशेखरम्।वृषारूढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्।।

માતા શૈલપુત્રીનો મંત્ર

-ॐ देवी शैलपुत्र्यै नमः॥-वन्दे वाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखराम्।वृषारुढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्॥

Maa Shailputri Aarti : માતા શૈલપુત્રીની આરતી

शैलपुत्री मां बैल पर सवार।करें देवता जय जयकार।शिव शंकर की प्रिय भवानी।तेरी महिमा किसी ने ना जानी।।

पार्वती तू उमा कहलावे।जो तुझे सिमरे सो सुख पावे।ऋद्धि-सिद्धि परवान करे तू।दया करे धनवान करे तू।।

सोमवार को शिव संग प्यारी।आरती तेरी जिसने उतारी।उसकी सगरी आस पुजा दो।सगरे दुख तकलीफ मिला दो।।

घी का सुंदर दीप जला के।गोला गरी का भोग लगा के।श्रद्धा भाव से मंत्र गाएं।प्रेम सहित फिर शीश झुकाएं।

जय गिरिराज किशोरी अंबे।शिव मुख चंद्र चकोरी अंबे।।मनोकामना पूर्ण कर दो।भक्त सदा सुख संपत्ति भर दो।

આ પણ વાંચોઃ- Chaitra Maas 2024 : ચૈત્ર નવરાત્રિ ક્યારથી શરૂ થાય છે? જાણો આ મહિનામાં શું કરવું અને શું નહીં

Maa Shailputri Katha : માતા શૈલપુત્રીની કથા

ચૈત્રી નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માતા શૈલપુત્રીની કથા સાંભળવાથી વ્યક્તિને જીવનમાં સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. નવરાત્રિના પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માતાનું વાહન વૃષભ (બળદ) છે. માતા શૈલપુત્રીને હિમાલયરાજ પર્વતની પુત્રી કહેવામાં આવે છે. આ પાછળ એક દતકંથા છે.

માતા સતીના પિતા દક્ષરાજે એક વાર યજ્ઞ દરમિયાન બધા દેવતાઓને આમંત્રિત કર્યા. પરંતુ ભગવાન શિવ અને સતીને આમંત્રણ મોકલ્યું ન હતું. જો કે સતી આમંત્રણ વિના પણ યજ્ઞમાં જવા તૈયાર હતી. ભગવાન શિવે તેમને સમજાવ્યું કે આમંત્રણ વગર યજ્ઞમાં જવું યોગ્ય નથી. પરંતુ જ્યારે સતી સંમત ન થઈ તો ભગવાન શિવે તેને જવાની મંજૂરી આપી દીધી.

આ પણ વાંચોઃ- એપ્રિલ વ્રત તહેવાર : હનુમાન જ્યંતિથી લઈને ચૈત્ર નવરાત્રી સુધી એપ્રિલમાં આવતા વ્રત, તહેવારોની યાદી

માતા સતી પોતાના પિયર આમંત્રણ વિના પહોંચી ગયા. જ્યાં તેઓના માતા સિવાય કોઈએ બરાબર વાત ન કરી. તે પોતાના પતિનું આવું કઠોર વર્તન અને અપમાન સહન ન કરી શક્યા અને ગુસ્સે થઈ ગયા. આ ક્રોધમાં તેણે યજ્ઞમાં પોતાનું ગ્રહણ કરી લીધું. ભગવાન શિવને આ સમાચાર મળતા જ તેમણે પોતાના ગણને દક્ષમાં મોકલી દીધા અને પોતાના સ્થાન પર ચાલી રહેલા યજ્ઞનો નાશ કર્યો.

ઉલ્લેખનીય છે કે માતા દુર્ગાના પહેલા સ્વરૂપને માતા શૈલીને સૌભાગ્ય અને શાંતિની દેવી માનવામાં આવે છે. માતા શૈલીની પૂજા કરવાથી માણસને સુખની પ્રાપ્તિ થાય છે. સાથે જ વ્યક્તિની કીર્તિ, યશ અને ધનની પ્રાપ્તિ થાય છે.

માતા શૈલપુત્રીને કયો ભોગ લગાવશો?

માતા શૈલપુત્રીના ભોગ વિશે વાત કરીએ તો માતા શૈલપુત્રીને સફેદ વસ્તુઓ સૌથી વધારે પ્રિય છે. આ કારણે જ માતાની પૂજા સફેદ ફૂલોથી કરવામાં આવે છે. તેમને સફેદ રંગના વસ્ત્રો જ અર્પણ કરવામાં આવે છે. જ્યારે ભોગની વાત કરીએ તો માતા શૈલપુત્રીને સફેદ રંગની દૂધથી બનેલી મીઠાઈઓનો ભોગ લગાવવો જોઈએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ