/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Mata-Chandraghanta-chaitra-Navratri.jpg)
Chaitra Navratri 2024 Day 3: ચૈત્રી નવરાત્રી ત્રીજો દિવસ માતા ચંદ્રઘંટાની પૂજા - photo - freepik
Chaitra Navratri 2024: ચૈત્રી નવરાત્રીના 9 દિવસે દેવીના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આજે 11 એપ્રિલ 2024ના રોજ ચૈત્રી નવરાત્રીનું ત્રીજું નોરતું છે. ચૈત્રી નવરાત્રીના ત્રીજા દિવસે દેવી ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. દેવી ભાગવત પુરાણ અનુસાર મા દુર્ગાનું ચંદ્રઘંટા સ્વરૂપ શાંતિપૂર્ણ અને લાભદાયી છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોના મુખમાંથી ઉત્પન્ન થયેલી ઊર્જાને પરિણામે દેવીનો આવિર્ભાવ થયો. જેનું નામ ચંદ્રઘંટા હતું. ચંદ્રઘંટાનો અર્થ છે 'જેના મસ્તક પર અર્ધ ચંદ્ર ઘંટના રૂપમાં શણગારેલું છે, ચાલો જાણીએ મા ચંદ્રઘંટાનું સ્વરૂપ, આરતી, વ્રત કથા અને મંત્ર..
એવું છે માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ
મા ચંદ્રઘંટાના સ્વરૂપની વાત કરીએ તો માતાના ગળામાં સફેદ ફૂલોની માળા શોભે છે. માતા વાઘની સવારી પણ કરે છે. ચંદ્રઘંટા મા 10 ભુજાઓ ધરાવે છે. જેમાં તેણીએ પોતાના હાથમાં કમળ, ધનુષ, બાણ, તલવાર, કમંડલ, તલવાર, ત્રિશૂળ અને ગદા જેવા શસ્ત્રો ધારણ કર્યા છે.
Maa Chandraghanta Katha : મા ચંદ્રઘંટા વ્રત કથા
પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે મહિષાસુરે ત્રણેય લોકમાં આતંક ઉત્પન્ન કરવાનું શરૂ કર્યું ત્યારે દેવતાઓએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પાસે મદદ માંગી. દેવતાઓની વાત સાંભળીને ત્રણેય ખૂબ ગુસ્સે થયા. ક્રોધના કારણે ત્રણેયના મુખમાંથી ઉર્જા ઉત્પન્ન થવાથી દેવીનો આવિર્ભાવ થયો.
ભગવાન શંકરે દેવીને તેમનું ત્રિશૂળ પ્રદાન કર્યું અને ભગવાન વિષ્ણુએ તેમનું ચક્ર પ્રદાન કર્યું. એ જ રીતે, અન્ય તમામ દેવતાઓએ પણ તેમના શસ્ત્રો દેવી માતાને સોંપી દીધા. દેવરાજ ઈન્દ્રએ દેવીને એક કલાક આપ્યો. આ પછી માતા ચંદ્રઘંટા મહિષાસુરને મારવા આવ્યા. મહિષાસુરનો વધ કરવા બદલ દેવતાઓએ માતાનો આભાર માન્યો. આ પછી દેવતાઓને મહિષાસુરના આતંકમાંથી મુક્તિ મળી.
Maa Chandraghanta Ritual : ચંદ્રઘંટા માતાની પૂજા
ચૈત્રી નવરાત્રીના ત્રીજા દિવસે માતા દુર્ગાના ચંદ્રઘંટા સ્વરૂપની વિધિ વિધાનથી આ મંત્ર “ऊं देवी चन्द्रघण्टायै नमः “નો જાપ કરી આરાધના કરવી જોઈએ. ત્યારબાદ માતા ચંદ્રઘંટાને સિંદૂર, ચોખા, અગરબત્તી, ધૂપ, પુષ્પ વગેરે અર્પિત કરો. તમે દેવી માને ચમેલીનું ફૂલ અથવા કોઈપણ લાલ ફૂલ અર્પિત કરી શકો છો.
સાથે જ દૂધથી બનેલી કોઈપણ મીઠાઈનો ભોગ લગાવી શકો છો. પૂજા દરમિયાન દુર્ગા ચાલિચાનો પાઠ અને દુર્ગા આર્તીનું ગાન કરો. જો તમે ઈચ્છો તો દુર્ગા સપ્તશતીનો પણ પાઠ કરી શકો છો. આરતી બ ક્ષમા યાચના મંત્ર પાઠ કરવાનું ન ભૂલો. સાચા મનથી માતાની આરાધના કરનાર ભક્તોની દરેક મનોકામના પુરી થાય છે. આ ઉપરાંત ભયમાંથી મૂક્તિ મળે છે.
આ પણ વાંચોઃ- Chaitra Maas 2024 : ચૈત્ર નવરાત્રિ ક્યારથી શરૂ થાય છે? જાણો આ મહિનામાં શું કરવું અને શું નહીં
માતા ચંદ્રઘંટાની આરતી
नवरात्रि के तीसरे दिन चंद्रघंटा का ध्यान।
मस्तक पर है अर्ध चन्द्र, मंद मंद मुस्कान॥
दस हाथों में अस्त्र शस्त्र रखे खडग संग बांद।
घंटे के शब्द से हरती दुष्ट के प्राण॥
सिंह वाहिनी दुर्गा का चमके सवर्ण शरीर।
करती विपदा शान्ति हरे भक्त की पीर॥
मधुर वाणी को बोल कर सब को देती ग्यान।
जितने देवी देवता सभी करें सम्मान॥
अपने शांत सवभाव से सबका करती ध्यान।
भव सागर में फंसा हूं मैं, करो मेरा कल्याण॥
नवरात्रों की मां, कृपा कर दो मां।
जय मां चंद्रघंटा, जय मां चंद्रघंटा॥
આ પણ વાંચોઃ- એપ્રિલ વ્રત તહેવાર : હનુમાન જ્યંતિથી લઈને ચૈત્ર નવરાત્રી સુધી એપ્રિલમાં આવતા વ્રત, તહેવારોની યાદી
Maa Chandraghanta Mantra : માતા ચંદ્રઘંટાનો મંત્ર
ચૈત્રી નવરાત્રી દરમિયાન ત્રીજા નોરતામાં માતા ચંદ્રઘંટાનો આ મંત્ર કરવાથી લાભ પ્રાપ્ત થવાની માન્યતા છે
पिण्डजप्रवरारूढ़ा चण्डकोपास्त्रकेर्युता।
प्रसादं तनुते मह्यं चंद्रघण्टेति विश्रुता॥
या देवी सर्वभूतेषु मां चन्द्रघण्टा रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us