Chaitra Navratri Shubh Sanket: ચૈત્રી નવરાત્રી શુભ સંકેત, દુર્ગા માતા પ્રશન્ન થયા છે કે નહીં? આ પાંચ વસ્તુથી નક્કી કરો

Chaitra Navratri Shubh Sanket, ચૈત્રી નવરાત્રી શુભ સંકેત : ચૈત્રી નવરાત્રીમાં શક્તિ ઉપાસકો દુર્ગા માતાને પ્રસન્ન કરવા માટે ઉપવાસ, આરાધના કરતા હોય છે પરંતુ ખરેખર દુર્ગા માતા પ્રશન્ન થયા છે કે નહીં એ કેવી રીતે જાણી શકાય. અહીં પાંચ શુભ સંકેતો વિશે જાણીશું.

Written by Ankit Patel
April 12, 2024 12:22 IST
Chaitra Navratri Shubh Sanket: ચૈત્રી નવરાત્રી શુભ સંકેત, દુર્ગા માતા પ્રશન્ન થયા છે કે નહીં? આ પાંચ વસ્તુથી નક્કી કરો
ચૈત્રી નવરાત્રી શુભ સંકેત photo - freepik

Chaitra Navratri Shubh Sanket: ચૈત્રી નવરાત્રી શુભ સંકેત : અત્યારે ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે. ચૈત્ર મહિનાના પહેલા નવ દિવસ એટલે ચૈત્રી નવરાત્રી. આ દિવસોમાં શક્તિ ઉપાસકો દુર્ગાના સ્વરૂપોની પૂજા કરતા હોય છે. પોતાના ઘરે ઘટસ્થાપન કરીને માતા રાણીને પ્રસંન્ન કરવા માટે વ્રત રાખતા હોય છે. પોતાના ઘરે માતારાણી પધારે એવી આજીજી પણ કરતા હોય છે.

જ્યોતિષ અને સ્વપ્ન વિજ્ઞાન અનુસાર ચૈત્રી નવરાત્રીના 9 દિવસો દરમિયાન જો તમને આમાંથી કોઈ એક પણ સંકેત દેખાય તો સમજી લેવું કે તમારી પૂજા સફળ થઈ છે અને મા દુર્ગા તમારાથી ખૂબ જ પ્રસન્ન છે. આ સિવાય તેને આર્થિક લાભનો પણ સંકેત માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે મા દુર્ગાના આશીર્વાદના શુભ સંકેતો શું છે.

1- ચૈત્રી નવરાત્રી શુભ સંકેતમાં ઘુવડ દેખાય

સ્વપ્ન વિજ્ઞાન અનુસાર જો તમે નવરાત્રિ દરમિયાન સપનામાં ઘુવડ જુઓ તો સમજી લેવું કે માતા રાણી તમારાથી ખૂબ જ પ્રસન્ન છે અને તે જલ્દી જ તમારા ઘરે આવવાની છે. આ સિવાય તેને આર્થિક લાભનો પણ સંકેત માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ- Chaitra Navratri 2024 : ચૈત્રી નવરાત્રીમાં શું છે લીમડાના તોરણનું મહત્વ? આ તોરણ હોય છે ખુબ જ શુભ, બનાવવાની રીત?

2- ચૈત્રી નવરાત્રી શુભ સંકેતમાં સોળ શણગારેલી સ્ત્રીઓ દેખાય

જો તમે નવરાત્રિના નવ દિવસ દરમિયાન કોઈ સ્ત્રીને સોળ શણગાર પહેરેલી જુઓ તો સમજી લો કે તમને ઘણો ધન પ્રાપ્ત થવાનો છે. આનાથી માતા દુર્ગાની કૃપાથી તમારી પરેશાનીઓ દૂર થઈ જશે.

3- ચૈત્રી નવરાત્રી શુભ સંકેત નાળિયેર, હંસ અથવા કમળ દેખાય

શાસ્ત્રો અનુસાર જો તમને ચૈત્ર નવરાત્રિ દરમિયાન સવારે નારિયેળ, હંસ કે કમળનું ફૂલ દેખાય તો સમજી લેવું કે તમારા પર મા દુર્ગાની કૃપા થવા જઈ રહી છે અને તમને જલ્દી કોઈ સારા સમાચાર મળશે.

4- ચૈત્રી નવરાત્રી શુભ સંકેતમાં સફેદ ગાય દેખાય

નવરાત્રિના 9 દિવસો દરમિયાન જો તમને ઘરથી નીકળતી વખતે અથવા મંદિરથી આવતી વખતે રસ્તામાં સફેદ ગાય દેખાય તો સમજી લેવું કે તમારી એક મોટી ઈચ્છા જલ્દી પૂરી થવા જઈ રહી છે.

5- ચૈત્રી નવરાત્રી શુભ સંકેતમાં શેરડી દેખાય

જો તમે સવારે ઘરેથી નીકળતી વખતે શેરડી જુઓ તો સમજી લો કે દેવી દુર્ગા તમારાથી પ્રસન્ન છે અને તમારી પૂજા સફળ થઈ છે. શાસ્ત્રોમાં વહેલી સવારે શેરડીનું દર્શન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ગેરંટી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેના સાચા અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ રીતે ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ