/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Navratri-2024-Parana-Time.jpg)
Chaitra Navratri 2024 : સનાતન ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે
Chaitra Navratri 2024 : સનાતન ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે. નવરાત્રી મા દુર્ગાના નવ સ્વરૂપોને સમર્પિત છે, જે વર્ષમાં 4 વખત આવે છે. જેમાંથી બે ગુપ્ત નવરાત્રી છે. જ્યારે એક શારદીય અને એક ચૈત્ર નવરાત્રી છે. ગુપ્ત નવરાત્રી દરમિયાન તંત્ર સાધના કરવી શુભ માનવામાં આવે છે. જ્યારે ચૈત્ર અને શારદીય નવરાત્રીમાં ગૃહસ્થ સાધકો પણ વ્રત રાખે છે. હિંદુ પંચાંગ અનુસાર નવરાત્રીની શરૂઆત ચૈત્ર સુદ એકમથી થાય છે અને નોમના દિવસે સમાપ્ત થાય છે. નવ દિવસ સુધી ચાલનારા આ વ્રતના પારણા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જેના વિના વ્રત પૂર્ણ માનવામાં આવતું નથી. મોટાભાગના સાધકો નોમ અથવા દશમના રોજ નવરાત્રીના પારણા કરે છે. જોકે દશમના રોજ પારણા કરવા શુભ માનવામાં આવે છે. આવો જાણીએ ચૈત્ર નવરાત્રીના પારણાનું શુભ મુહૂર્ત અને વિધિ.
દશમના રોજ પારણા કરવા શુભ
નવરાત્રીના પારણા દશમના રોજ કરવા સૌથી શુભ માનવામાં આવે છે. પરંતુ ઘણા સાધકો નોમના રોજ ઉપવાસ ખોલે છે. હિંદુ કેલેન્ડર મુજબ ચૈત્ર નવરાત્રીની નોમ 16 એપ્રિલના રોજ બપોરે 2.42 વાગ્યાથી શરૂ હતી. આજે બપોરે 3.16 વાગ્યે દશમ પણ શરુ થઇ ગઇ છે. જોકે દશમ 18 એપ્રિલના રોજ જ ગણાશે.
આ પણ વાંચો - : હનુમાન જયંતિ ક્યારે છે 23 કે 24 એપ્રિલ? જાણો તારીખ, પૂજા મુહૂર્ત અને મહત્વ
ચૈત્ર નવરાત્રી પારણા વિધિ
દશમના દિવસે મા દુર્ગા અને તેમના સ્વરૂપોની વિધિવત પૂજા કરવાની સાથે દુર્ગા સપ્તશતીનો પાઠ કરી લો. આ પછી, કન્યા ભોજ કરાવો. ત્યારબાદ પંડિત દ્વારા અથવા જાતે વિધિ દ્વારા હવન કરો. જો તમે કળશ રાખ્યો છે તો તેને કાઢી નાખો અને આખા ઘરમાં તેનું પાણી છાંટો. આ સાથે જવને પાણીમાં પ્રવાહિત કરી દો. આ સાથે આગામી વર્ષે મા દુર્ગાના આવવાની જરૂર પ્રાર્થના કરો.
ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સટિકતા કે વિશ્વસનીયતાની ગેરંટી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેના સાચા અને સિદ્ધ થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ રીતે ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us