Ambaji temple live darshan : ચૈત્ર નવરાત્રી શરુ થઈ ગઇ છે. અને આજે સાતમું નોરતું છે. આદ્યશક્તિની આરાધના અને પૂજા કરવાના દિવસો શરું થયા છે. ચૈત્ર નવરાત્રીને ચૈત્રી નવરાત્રી પણ કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રીનું આગવું મહત્વ છે. ચૈત્ર નવરાત્રી એટલે જગતજનની આદ્યશક્તિની પૂજા આરાધના કરવાનો સમય છે. શક્તિપીઠો પૈકી એક ગણાતા અંબાજી મંદિરમાં આદ્યશક્તિ માતા આરાસુરી વાળી અંબેમાં બીરાજે છે ત્યારે અહીં અમે તમને અંબાજી માતાજીના લાઇવ દર્શન કરાવીશું.
ઉલ્લેખનીય છે કે ચૈત્ર પૂનમે દરમિયાન લોકો પગપાળા અંબાજી જતાં હોય છે. આ પવિત્ર દિવસોમાં માતાજીના દર્શન કરવાએ ભક્તો માટે મોટો લ્હાવો ગણાય છે. વ્રત, પૂજા-આરાધનાથી ભક્તો માતાજીને રાજી કરવાનો પ્રયત્ન કરતા હોય છે.