scorecardresearch

chaitra Navratri 2023, day 2: ચૈત્ર નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની થાય છે પૂજા, જાણો પૂજા, વિધિ, ભોગ સહિત બધું જ

Chaitra navratri 2023: પહેલા દિવસે માતા શૈલપુત્રી સ્વરૂપની (shailputri mata) ઉપાસનાનો આરંભ કરી ક્રમશઃ નવ દિવસ સુધી વ્રત- ઉપાસના વગેરે શક્તિ સાધના કરવામાં આવે છે. નવરાત્રીનો બીજો દિવસ માતા બ્રહ્મચારિણી (brahmacharini mata) સ્વરૂપની ઉપાસનાનો દિવસ છે.

chaitra navratri, navratri, navratri 2023
નવરાત્રીના બીજા દિવસે બ્રહ્મચારિણી માતાની પૂજા

chaitra Navratri 2023, day 2: નવરાત્રી વર્ષમાં ચાર વખત આવે છે. જેમાં ચૈત્ર અને અશ્વિન માસના નવરાત્રીનું વિશેષ મહત્વ છે. ચૈત્ર નવરાત્રી અથવા વસંતી નવરાત્રીથી જ વિક્રમ સંવતનો પ્રારંભ થાય છે. આ દિવસોમાં પ્રકૃતિથી એક વિશષ પ્રકારની શક્તિ નીકળે છે. આ શક્તિને ગ્રહણ કરવા માટે આ દિવસોમાં શક્તિની પૂજા અથવા નવદુર્ગાની પૂજા કરવાનું વિધાન છે. જગતની સમ્પૂર્ણ શક્તઓના બે રૂપ બનાવમાં આવ્યા છે. સંચિત અને ક્રિયાત્મક, નવરાત્રી સાધના ક્રિયાત્મ સાધના છે. આ શાક્ત-સાધનામાં નવરાત્રીનું સર્વાધિક મહત્વ છે. પ્રસુપ્ત શક્તિઓના જાગરણ, ઉજ્જાગરણ હેતું નવરાત્રીના 9 દિવસો સુધી માતા દુર્ઘાના નવ સ્વરૂપોની પૂજાનું વિધાન છે.

પહેલા દિવસે માતા શૈલપુત્રી સ્વરૂપની ઉપાસનાનો આરંભ કરી ક્રમશઃ નવ દિવસ સુધી વ્રત- ઉપાસના વગેરે શક્તિ સાધના કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રીનો બીજો દિવસ માતા બ્રહ્મચારિણી સ્વરૂપની ઉપાસનાનો દિવસ છે.

બ્રહ્મચારિણીનો શાબ્દીક અર્થ

ચૈત્ર નવરાત્રીના બીજા દિવસે માતા દુર્ગાનું બીજું સ્વરૂપ બ્રહ્મચારિણી માતાની ઉપાસના કરવામાં આવે છે. બ્રહ્મચારિણીનો શાબ્દિક અર્થ થાય છે કે ‘બ્રહ્માનું આચરણ કરનારી, બ્રહ્મ શબ્દની વ્યુત્પત્તિ પર વિસ્તારથી વાત કરવામાં આવે છે. અસ્તુ બ્રહ્માનો એક અર્થ તપસ્યા પણ છે. એટલા માટે બ્રહ્મચારિણીને તપશ્ચરિણી પણ કહેવામાં આવે છે.’ પ્રતિકના રૂપમાં તેના ડાબા હાથમાં કમંડલ અને જમણા હાથમાં જપની માળા છે. જે સાધાની અવસ્થાને દર્શાવે છે. જેમાં સાધકનું ધ્યાન મૂળ આધારથી વધીને સ્વાધિષ્ઠાન ચક્ર પર આવ્યો છે. જેનું મૂળ તત્વ જળ છે.

આમ તો બ્રહ્મચારિણી અંગે માન્યતા છે કે મહાદેવને પતિના રૂપમાં પ્રાપ્ત કરવા માટે ઘોર તપસ્યા કરે છે. “ब्रह्म चारयितुं शीलं यस्या: सा ब्रह्मचारिणी।” એટલે સચ્ચિનાનંદમય બ્હર્મસ્વરૂપની પ્રાપ્તિ કરવાનું જેનું સ્વભાવ હોય તે બ્રહ્મચારિણી છે.

અહીં મહત્વનું છે કે મહાદેવ, શક્તિ અથવા આ સ્વરૂપની પૂજા કરવાથી તેમની જેમ જ સ્તુતિ થાય છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે આપણી સંસ્કૃતિમાં શિવનું મહત્વ એટલું જ છે જેટલું શક્તિનું છે. સમગ્ર ભૂતકાળની રચના આ આદિકાળની શક્તિ દ્વારા સંચાલિત છે અને તેની હાજરી સિવાય બીજું કંઈપણ અકલ્પ્ય છે. એક અકલ્પ્ય પૂર્વધારણા. “યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે તદૃશમ્ ભરતમ્ સદા પૂજનીયમ્!” અનાદિ કાળથી સંસ્કૃતિના પ્રતિક્રમણ, શક્તિ સાધના અને નવરાત્રિ સાધનાના સ્વરૂપમાં અકબંધ રહી છે.

વાસ્તવમાં આ પ્રકૃતિનો પુરુષ અથવા શિવ સાથે શક્તિનો સંબંધ એ એક માત્ર તત્વ છે જે નવરાત્રિના નવ સ્વરૂપોના અભ્યાસ દ્વારા સાકાર થઈ શકે છે. આ સાધના દ્વારા આંતરિક અપૂર્ણતાને પૂર્ણતા મળે છે. આના કારણે માનસિક-દુર્બળતા દૂર થાય છે, વિકલાંગતા દૂર થાય છે, ઉદારતા આવે છે અને સાધક પૂર્ણતા અને સંવાદિતા તરફ આગળ વધે છે.

નવરાત્રીના બીજા દિવસના શુભ મુહૂર્ત

ચૈત્ર માસની દ્વિતીયા તિથિ આરંભ- 22 માર્ચ સાંજે 8.21 વાગ્યાથી શરૂ થશે
ચૈત્ર માસની દ્વિતીયા તિથિ સમાપ્ત- 23 માર્ચ સાંજે 6.21 વાગ્યે પૂર્ણ થશે
સર્વાર્થસિદ્ધિ યોગ- 23 માર્ચે બપોરે 2.8 વાગ્યાથી 24 માર્ચે બપોરે 1.22 વાગ્યા સુધી

માતા બ્રહ્મચારિણી પૂજા વિધિ

આજના દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને બધા કામ પૂરા કર્યા બાદ સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી લો. ત્યારબાદ કળશની સાથે માતા દુર્ઘા અને તેમના સ્વરૂપ માતા બ્રહ્મચારિણીની પૂજા કરો. પૂજામાં ફૂલ, માળા, રોલી, સિંદૂર વગેરે ચઢાવો. આ સાથે જ એક પાનમાં એક સોપારી, બે લવિંગ, બે ઇલાયચી, પતાશું અને એક રૂપિયાનો સિક્કો રાખીને ચઢાવો. પછી ભોગમાં મીઠાઇ અથવા ખાંડનો ભોગ લગાવો. ત્યારબાદ અગરબત્તી સળગાવીને દુર્ગા ચાલીસા અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરો. અંતે વિધિવત રીતે આરતી ઉતારો.

માતા બ્રહ્મચારિણી માટે ભોગ

નવરાત્રિના બીજા દિવસે બ્રહ્મચારિણીની પૂજા થાય છે. બ્રહ્મચારિણી માતાને ખાંડનો ભોગ ચઢાવવામાં આવે છે. માનવામાં આવે છે કે ખાંડનો ભોગ આપવાથી વ્યક્તિને દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની સાથે તેને દિર્ઘાયુ મળે છે.

બ્રહ્મચારિણી માતાનો મંત્ર

या देवी सर्वभूतेषु माँ ब्रह्मचारिणी रूपेण संस्थिता.
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:..
दधाना कर पद्माभ्याम अक्षमाला कमण्डलू.
देवी प्रसीदतु मई ब्रह्मचारिण्यनुत्तमा..
ॐ देवी ब्रह्मचारिण्यै नमः

બ્રહ્મચારિણી માતાની આરતી

जय अंबे ब्रह्माचारिणी माता।
जय चतुरानन प्रिय सुख दाता।
ब्रह्मा जी के मन भाती हो।
ज्ञान सभी को सिखलाती हो।
ब्रह्मा मंत्र है जाप तुम्हारा।
जिसको जपे सकल संसारा।
जय गायत्री वेद की माता।
जो मन निस दिन तुम्हें ध्याता।
कमी कोई रहने न पाए।
कोई भी दुख सहने न पाए।
उसकी विरति रहे ठिकाने।
जो ​तेरी महिमा को जाने।
रुद्राक्ष की माला ले कर।
जपे जो मंत्र श्रद्धा दे कर।
आलस छोड़ करे गुणगाना।
मां तुम उसको सुख पहुंचाना।
ब्रह्माचारिणी तेरो नाम।
पूर्ण करो सब मेरे काम।
भक्त तेरे चरणों का पुजारी।
रखना लाज मेरी महतारी।

Web Title: Chaitra navratri day two brahmacharini mata puja upasana

Best of Express