scorecardresearch

chaitra Navratri upay : ચૈત્ર નવરાત્રીમાં હળદરના આ ચમત્કારી ઉપાય કરો. મળશે સુખ-સમૃદ્ધિની સાથે ધન લાભ

Chaitra Navratri na Upay : હિન્દુ ધર્મમાં હળદરનું વિશેષ મહત્વ છે. હળદરને પવિત્ર માનવામાં આવે છે. આ કારણથી પૂજા કરતા સમયે આનો ઉપયોગ જરૂર કરવામાં આવે છે.

Chaitra Navratri haldi upay, Chaitra Navratri haldi totka, haldi na upay
નવરાત્રીમાં હળદરના ઉપાયો

chaitra Navratri haldi upay : હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રીનું વિશેષ મહત્વ છે. ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી નવરાત્રીનો પ્રારંભ થાય છે. ચૈત્ર નવરાત્રી 30 માર્ચે સમાપ્ત થશે. નવરાત્રી દરમિયાન દુર્ગાના નવ સ્વરૂપોની વિધિવત પૂજા કરવામાં આવે છે. નવરાત્રીમાં દુર્ગાની પૂજા કરવાની સાથે સાથે જ્યોતિષ સંબંધિત ઉપાયો કરવા શુભ હોય છે. અહીં આપણે એવા કેટલાક જ્યોતિષ સંબંધી ઉપાયો અંગે વાત કરીશું જેનાથી વ્યક્તિ દરેક ક્ષેત્રમાં સફળ થવાની સાથે ધન લાભ પણ થશે.

હિન્દુ ધર્મમાં હળદરનું વિશેષ મહત્વ છે. હળદરને પવિત્ર માનવામાં આવે છે. આ કારણથી પૂજા કરતા સમયે આનો ઉપયોગ જરૂર કરવામાં આવે છે. જો તમે ઇચ્છોતો દુર્ગા માતાની પૂજા તમે હળદરથી કરી શકો છો. સાથે જ કેટલાક જ્યોતિષ સંબંધી ઉપાયોગ પણ કરી શકો છો. આ ઉપાયો કરવથી સુખ-સમૃદ્ધિ, સૌભાગ્ય અને સમૃદ્ધિ આવે છે.

નવરાત્રી પર હળદરના ખાસ ઉપાયો

થોડી હળદર લો અને તેમાં પાંચ કોડિયા નાંખો અને બહાર નીકાળી દો. કોડિયાને પીળા રંગના વસ્ત્રમાં બાંધી દો. પછી તેને ધન રાખવાની જગ્યા એટલે કે અલમારી અથવા તિજોરીમાં રાખો. આવું કરતાથી ધનમાં વૃદ્ધિ થશે.

નવરાત્રીના દિવસોમાં દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે સુખ-સમૃદ્ધિ માટે એક પૂજાની થાળી લો અને તેમાં હળદરનો સાથિઓ બનાવો. ત્યારબાદ એક મુઠ્ઠી ભરીને પીળા ચોખા થાળીમાં રાખો. ત્યારબાદ તેના ઉપર એક માટીનો દીવડામાં તેલ અને ચપટી હળદર નાખીને સળગાવો. આવું કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે. અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

ધન લાભ માટે ઉપાય

નવરાત્રીમાં આવતા શુક્રવારે એક લાલ સાફ કપડું લો અને તેમાં થોડી હળદર, કેસર અને ચોખા બાંધો અને તેને માતા લક્ષ્મીના મંદિરમાં શ્રદ્ધાની સાથે રાખો. અને માતાની વિધિવત પૂજા કરો ત્યારબાદ આ કપડામાંથી થોડા ચોખા લાવીને અલમારી કે તિજોરીમાં રાખો. આવું કરવાથી ઘરમાં ક્યારેય પણ પૈસાની અછત નથી રહેતી.

Web Title: Chaitra navratri haldi upay astrology home remedy totka

Best of Express