Chandra Grahan on Pitru Paksha 2025 : હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનો સમય અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ તે સમયગાળો છે જ્યારે આપણે આપણા પૂર્વજોને યાદ કરીએ છીએ અને તર્પણ, પિંડ દાન અને શ્રદ્ધા વિધી સાથે તેમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. શાસ્ત્રો અનુસાર આ સમયગાળા દરમિયાન પૂર્વજોને પ્રસન્ન કરવાથી તેમના આશીર્વાદ મળે છે અને પરિવારમાં સુખ-સમૃદ્ધિનો વાસ રહે છે. સાથે જ ઘરમાંથી નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે અને જીવનમાં સકારાત્મકતાનો સંચાર થાય છે.
Pitru Paksha 2025 Date : પિતૃપક્ષ ક્યારે શરૂ થાય છે?
વૈદિક પંચાગ અનુસાર 16 દિવસનો પિતૃપક્ષ ભાદરવી પૂનમ તિથિથી શરૂ થાય છે. જે ભાદરવી અમાસ તિથિ પર સમાપ્ત થાય છે. આ વખતે પિતૃપક્ષ ભાદરવી પુનમ 7 સપ્ટેમ્બર, 2025 રવિવારે શરૂ થશે, જે ભાદરવી અમાસ 21 સપ્ટેમ્બર, 2025 રવિવારે સમાપ્ત થશે. પિતૃપક્ષ દરમિયાન મૃતક પૂર્વજો માટે તર્પણ, હવન અને બ્રાહ્મણોને ભોજન જેવા કાર્યો કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે.
પિતૃપક્ષ પર ગ્રહણ
તમને જણાવી દઈએ કે આ વર્ષે 7 સપ્ટેમ્બર 2025થી શરૂ થતા પિતૃપક્ષના પ્રથમ દિવસે જ ચંદ્રગ્રહણ થવાનું છે. ખગોળની સાથે સાથે ધાર્મિક દ્રષ્ટિએ પણ પિતૃપક્ષમાં ચંદ્રગ્રહણ બહુ મહત્વ ધરાવે છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે ચંદ્રગ્રહણ કાળમાં પૂર્વજો માટે તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ કર્મ કરવા જોઇએ કે નહીં? ચાલો જાણીયે
પિતૃપક્ષ પર ચંદ્રગ્રહણ સૂતકકાળ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2025નું બીજુ અને છેલ્લુ ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બરે થવા જઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે પિતૃપક્ષની શરૂઆત પણ આ દિવસથી થશે. પંચાગ મુજબ આ ગ્રહણ રાત્રે 9:58 વાગ્યે શરૂ થશે અને 1:26 વાગ્યા સુધી રહેશે અને તે ભારતમાં પણ દેખાશે. તેથી, આ દિવસનો સુતક સમયગાળો માન્ય રહેશે. ધાર્મિક માન્યતા અનુસાર ચંદ્રગ્રહણનો સૂતક કાળ ગ્રહણના 9 કલાક પહેલા શરૂ થઈ જાય છે. આ આધાર પર સુતક કાળ 7 સપ્ટેમ્બરે બપોરે 12:59 વાગ્યાથી શરૂ થશે. આ સમયગાળા દરમિયાન, કોઈપણ પ્રકારના શુભ કાર્ય, પૂજા, ખરીદી અથવા મંદિરની મુલાકાત લેવાની મનાઈ માનવામાં આવે છે.
તેથી જ્યોતિષીઓના મતે શ્રાદ્ધ, તર્પણ, પિંડ દાન અને પવિત્ર નદીઓમાં સ્નાન જેવા ધાર્મિક કાર્યો આ દિવસે બપોરે 12:59 વાગ્યા પહેલા પૂર્ણ કરી લેવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પૂર્વજોની આત્માને શાંતિ મળે છે અને તેમના આશીર્વાદ પરિવાર પર રહે છે.
ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.