Chandra Grahan 2023: 130 વર્ષ બાદ ચંદ્ર ગ્રહણ અને બુદ્ધ પૂર્ણિમાનો અદભૂત સંયોગ, વાંચો ગ્રહણને લગતું બધું જ

Chandra Grahan 2023: આ ગ્રહણ રાત્રે 8.44 વાગ્યાથી શરુ થઈને રાત્રે 1 વાગ્યા સુધી રહેશે. આ ગ્રહણ સ્વાતિ નક્ષત્ર અને તુલા રાશિમાં લાગશે.

Written by Ankit Patel
Updated : May 05, 2023 11:47 IST
Chandra Grahan 2023: 130 વર્ષ બાદ ચંદ્ર ગ્રહણ અને બુદ્ધ પૂર્ણિમાનો અદભૂત સંયોગ, વાંચો ગ્રહણને લગતું બધું જ
130 વર્ષ બાદ ચંદ્ર ગ્રહણ અને બુદ્ધ પુર્ણિમાનો સંયોગ

Lunas eclipse 2023 : વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ આજે શુક્રવારે રાત્રે લાગશે. આ વિશિષ્ટ ગ્રહણની સાથે ઉપચ્છાયા ગ્રહણ છે. આ ગ્રહણ રાત્રે 8.44 વાગ્યાથી શરુ થઈને રાત્રે 1 વાગ્યા સુધી રહેશે. આ ગ્રહણ સ્વાતિ નક્ષત્ર અને તુલા રાશિમાં લાગશે. જ્યોતિષ અનુસાર વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ ભારતમાં પણ દેખાશે. એટલે સૂતકકાળ પણ લાગશે. સૂતક કાળ દરમિયાન મંદિરોના કપાટ બંધ કરવામાં આવશે. મંદિરોમાં પૂજા કરવામાં નહીં આવે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહણના સમયે ચંદ્ર રાહુથી ગ્રસિત હોય છે. આ કારણે ચંદ્ર કષ્ટમાં હોય છે. આ દરમિયાન ચંદ્રના મંત્રનો જાપ કરવો લાભકારી હોય છે. જ્યારે ચંદ્રમા પર પૃથ્વીની છાયા ન પડી માત્ર ઉપછાયા જ પડે છે. તેથી આને ઉપછાયા ચંદ્ર ગ્રહણ કરે છે. તો ચાલો જાણીએ એક એક વાત…

ચંદ્રગ્રહણનો સૂતકકાળ ક્યારથી આરંભ થશે?

શાસ્ત્રો અનુસાર, એવું માનવામાં આવે છે કે, ચંદ્રગ્રહણનો સુતક સમયગાળો 9 કલાક પહેલા શરૂ થાય છે. તેથી જ 5 મેના રોજ સવારે 11.44 કલાકે સુતકનો પ્રારંભ થશે. શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે, ગ્રહણ દરમિયાન રાહુ, સૂર્ય અને ચંદ્રમાનો ગ્રાસ થાય છે. આવી સ્થિતિમાં તેઓ ખૂબ જ પીડામાં હોય છે. એટલા માટે કોઈપણ પ્રકારના શુભ અને શુભ કાર્યો પર પ્રતિબંધ છે.

ક્યારે છે ઉપચ્છાયા ચંદ્રગ્રહણ?

ભારતીય સમય અનુસાર, ચંદ્રગ્રહણ 5 મેના રોજ રાત્રે 8.44 વાગ્યે શરૂ થઈ રહ્યું છે, જે મોડી રાત્રે 1.15 વાગ્યે સમાપ્ત થશે. રાત્રે 10.52 કલાકે ગ્રહણ તેના સર્વોચ્ચ સ્થાને હશે.

આ પણ વાંચોઃ- ચંદ્ર ગ્રહણ 2023 : 9 કલાક પહેલા શરૂ થશે સુતકનો સમય, જાણો શું કરવું અને શું ના કરવું, સમય અને નિયમો

ક્યાં ક્યાં જોવા મળશે ચંદ્ર ગ્રહણ

ટાઇમએન્ડડેટ ડોટ કોમ અનુસાર વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ ભારત સહિત એશિયા, ન્યૂઝિલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ પૂર્વિ યુરોપના કેટલાક ભાગોમાં જોવા મળશે.

તુલા રાશિ પર બની રહ્યો છે ખતરનાક ચંદ્ર ગ્રહણ યોગ

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો અને નક્ષત્રોની યુતિથી અનેક પ્રકારના શુભ અને અશુભ યોગોનું નિર્માણ થાય છે. આવી જ રીતે જ્યારે રાહુલ અથવા કેતુ કોઈ ગ્રહની સાથે યુતિ કરે છે ત્યારે તેને પણ દૂષિત કરી દે છે. જેના કારણે અનેક રાશિઓના જીવન પર ખરાબ અસર પડે છે. આ સાથે જ આજે વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ લાગશે. ગ્રહણ દરમિયાન ચંદ્રમા તુલા રાશિમાં સંચાર કરશે. જોકે આ રાશિમાં પહેલાથી જ કેતુ ગ્રહ વિરાજમાન છે. આવી સ્થિતિમાં રાહુ અને ચંદ્રમાની યુતિથી અશુભ યોગ ચંદ્ર ગ્રહણ યોગનું નિર્માણ થઇ રહ્યું છે. આ યોગ ખુબ જ અશુભ માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ- Lunar Eclipse : વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ આ વખતે બુદ્ધ પૂર્ણિમાએ, જાણો શુભ મુહૂર્ત, મહત્વ અંગે

ગ્રહોની સ્થિતિથી બને છે ચંદ્ર ગ્રહણ યોગ

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની સ્થિતિના હિસાબથી સૂર્ય અથવા ચંદ્ર ગ્રહણ યોગ બને છે. જ્યારે કેતુ અને ચંદ્રમા એક જ ઘરમાં હાજર હોય છે તો કુંડળીમાં પૂર્ણ ચંદ્ર ગ્રહ દોષ લાગે છે. રાહુ અને ચંદ્રમાની યુતિ થાય છે. તો અર્ધ ચંદ્ર ગ્રહણનો યોગ બને છે.

ચંદ્ર ગ્રહણ યોગથી કઈ રાશિઓની મુશ્કેલીઓ વધશે

ચંદ્ર ગ્રહણ યોગ બનવાથી મેષ, વૃષભ અને તુલા રાશિની મુશ્કેલીઓ વધશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ