Char dham yatra 2024, ચારધામ યાત્રા : ચારધામ યાત્રા પર જવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે મહત્વના સમાચાર આવી ગયા છે. 10 મેથી શરૂ થતી ચાર ધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. આ માટે સરકારે ભક્તો માટે મહત્તમ મર્યાદા નક્કી કરી છે. સરકારના જણાવ્યા અનુસાર શ્રદ્ધાળુઓ ઉત્તરાખંડના ચાર તીર્થ સ્થાનોની દૈનિક મર્યાદા મુજબ જ દર્શન કરી શકશે.
ચારધામ યાત્રા દરમિયાનદરરોજ આટલા લોકો જ કરી શકશે દર્શન
સરકાર દ્વારા નિર્ધારિત મર્યાદા વિશે વાત કરીએ તો યમુનોત્રી માટે દરરોજ 9 હજાર, ગંગોત્રી માટે 11 હજાર, કેદારનાથ માટે 18 હજાર અને બદ્રીનાથ માટે 20 હજાર ભક્તો નોંધણી કરાવી શકશે. અત્યાર સુધીમાં 16 લાખથી વધુ ભક્તોએ આ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ચારધામ યાત્રાને લઈને સરકારે કડકાઈ દાખવી છે.
આ પણ વાંચોઃ- વૃંદાવનથી જરૂર લાવો આ 2 વસ્તુઓ, દરેક દુઃખ-દર્દ થશે દૂર, દરેક કામમાં મળશે સફળતા
સરકારે આ અંગે કહ્યું છે કે જો શ્રદ્ધાળુઓ ચાર ધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન નહીં કરાવે તો તેઓ યાત્રા કરી શકશે નહીં. આ સમયગાળા દરમિયાન હેલિકોપ્ટર સેવાનું બુકિંગ ફુલ થઈ ગયું છે.
ચાર ધામ યાત્રાની નોંધણી બાદ હેલિકોપ્ટરનું બુકિંગ થશે
10મી મે 2024થી 20મી જૂન 2024 સુધી મુસાફરી માટે હેલિકોપ્ટરનું બુકિંગ ચાલુ છે. આ માટેનું બુકિંગ 20 એપ્રિલથી જ શરૂ થઈ ગયું છે. કોઈપણ ભક્ત જે કેદારનાથ ધામ જવા માંગે છે તે હેલિકોપ્ટર સેવાનો ઉપયોગ કરી શકે છે. તેઓ આ વેબસાઈટ https://heliyatra.irctc.co.in/ પર જઈને તેમની સેવા માટે બુકિંગ કરાવી શકે છે.
આ પણ વાંચોઃ- Weekly Horoscope : મેષ, વૃષભ અને મકર રાશિના જાતકો માટે સપ્તાહ સકારાત્મક રહેશે, વાંચો સાપ્તાહિક રાશિફળ
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ચાર ધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે અને હેલિકોપ્ટરનું બુકિંગ ચાર દિવસ પહેલા થઈ ગયું છે. ધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન ફરજીયાત છે.
બદ્રીનાથ-કેદારનાથની ઑનલાઇન પૂજા માટે બુકિંગ શરૂ
આ વર્ષે પણ બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ તેની સત્તાવાર વેબસાઇટ https://badrinath-kedarnath.gov.in/ પર ઑનલાઇન પૂજા માટે બુકિંગ શરૂ કરી દીધું છે. હાલમાં 15મી એપ્રિલથી 30મી જૂન સુધી બુકિંગ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત શ્રદ્ધા લુ પોતાની ઈચ્છા મુજબ ઓનલાઈન દાન પણ કરી શકે છે.
ગયા વર્ષે, ઓનલાઈન દર્શન માટે ભક્તોની સંખ્યા લગભગ 20 હજાર હતી જેમાં કેદારનાથ મંદિરમાં ષોડશોપચાર પૂજા, રુદ્રાભિષેક અને સાંજની આરતીનો સમાવેશ થાય છે.