chardham yatra uttrakhand : ઉત્તરાખંડમાં અત્યારે ચારધામ યાત્રા ચાલી રહી છે. આખા દેશમાંથી હજારોની સંખ્યામાં તીર્થયાત્રી ચારધામ યાત્રા માટે દેવભૂમિ પહોંચી રહ્યા છે. જોકે, આ વચ્ચે ઉત્તરાખંડના ડીજીપીએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ચાર ધામોમાં આવી રહેલી શ્રદ્ધાલુઓની સંખ્યા મંદિરોની ક્ષમતા કરતા ખૂબ જ વધારે છે. તીર્થયાત્રીઓએ પોતાની યાત્રાને ટાળવા માટે તેમણે અપીલ કરી હતી. આ ઉપરાંત કેદારનાથ માટે રજિસ્ટ્રેશન 30 મેથી 30 જૂન સુધી સ્થગિત કરવામાં આવ્યું છે.
ઉત્તરાખંડમાં પોલીસ મહાનિદેશક અશોક કુમારે બુધવારે કહ્યું હતું કે “ચારધામ યાત્રામાં આજકાલ ખૂબ જ વધારે ભીડ થઈ રહી છે જે મંદિરોની ક્ષમતાથી ખૂબ જ વધારે છે. જેમાં દરેક પ્રકારની અસુવિધાઓ થઈ રહી છે. ટ્રાફિક મેનેજમેન્ટ ખુબ જ મુશ્કેલ બની રહ્યું છે. મંદિરો તરફ જઈ રહેલા પદ માર્ગ પર પણ છાસવારે જામની સ્થિતિ ઊભી થાય છે. શ્રદ્ધાળુઓ માટે દર્શન પણ સુગમ નથી થઈ રહ્યા.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે “અનેક શ્રદ્ધાળુઓ વિચારે છે કે યાત્રા માત્ર મે – જૂનમાં ચાલે છે. જોકે, એવું નથી આ યાત્રા નવેમ્બરના બીજા સપ્તાહ સુધી ચાલશે. આ યાત્રા દિવાળી સધી ચાલશે” ડીજીપી અશકો કુમારે વધુમાં જણાવ્યું હતું કે ઉત્તરાખંડમાં ઓક્ટોબર મહિનો મોસમના હિસાબથી ખુબ જ સારો હોય છે. એટલા માટે તીર્થયાત્રી અસુવિધાથી બચવા માટે અત્યારે ચારધામ યાત્રાનો વિચાર ટાળી શકે છે.
કેદારનાથ માટે રજીસ્ટ્રેશન એક મહિનો બંધ કરાયું
ઉલ્લેખનીય છે કે કેદારનાથની વેબસાઇટ પર મુકવામાં આવેલા નોટિફિકેશન પ્રમાણે ખરાબ હવામાન અને વધારે ભીડના કારણે શ્રદ્ધાળુઓ માટે એક મહિનો રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવ્યું છે. રજીસ્ટ્રેશન 30 મેથી 30 જૂન સુધી બંધ રહેશે.
દરરોજ પહોંચી રહ્યા છે 20 હજારથી વધારે શ્રદ્ધાળુ
શ્રી બદરીનાથ કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજય તરફથી જણાવવામાં આવ્યું છે કે બદરીનાથ અને કેદારનાથમાં દરરોજ 20 હજારથી વધારે શ્રદ્ધાળુ પહોંચી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે બદરીનાથ અને કેદારનાથમાં દરરોજ સરેરાશ 30 હજારથી વધારે શ્રદ્ધાળુ આવી રહ્યા છે જ્યારે પ્રતિદિનની તેમની ક્ષમતા આશરે 10 હજારની છે.
અત્યાર સુધી 6 લાખ તીર્થયાત્રી કરી ચૂક્યા છે કેદારનાથના દર્શન
પવિત્ર કેદારનાથના કપાટ 25 એપ્રિલથી ખુલ્યા હતા. ત્યારથી લઇને અત્યાર સુધી છ લાખ શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે પહોંચી ચૂક્યા છે. બદરીનાથના કપાટ 27 એપ્રિલે ખુલ્યા હતા. અહીં પાંચ લાખથી વધારે શ્રદ્ધાળુ પહોંચી ચૂક્યા છે.
આ પણ વાંચોઃ- શનિ દેવ અને શુક્રએ બનાવ્યો નવપંચમ રાજયોગ, આ ચાર રાશિના જાતકોને મળી શકે છે અપાર પૈસો અને પદ-પ્રતિષ્ઠા
મુખ્યમંત્રી ધામીએ પણ તીર્થયાત્રીઓને અપીલ કરી
રાજ્યમાં વારંવાર બગડતા મોસમને જોતા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તીર્થયાત્રીઓથી મોસમના અપડેટ બાદ યાત્રા પર નીકળવા માટેની અપીલ કરી છે. તેમણે કહ્યું કે ચારધામ યાત્રા પર આવનારા દરેક શ્રદ્ધાળુઓને હું અપીલ કરું છું કે વચ્ચે વચ્ચે ભારે વરસાદ અને બર્ફવર્ષાને જોતા મોસમની યોગ્ય જાણકારી પ્રાપ્ત કરી લો અને ત્યારે જ યાત્રા પર નીકળો.