17 જુલાઈથી આ રાશિઓના ભાગ્ય ચમકશે, ચાતુર્માસમાં મળશે અઢળક ધન, મળશે સન્માન અને સફળતા

chaturmas 2024: ચાતુર્માસના ચાર મહિના દરમિયાન ગ્રહોની સ્થિતિ બદલાતા અનેક રાજયોગની રચના થશે. આવી સ્થિતિમાં, કેટલીક રાશિઓ એવી છે જે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે

chaturmas 2024: ચાતુર્માસના ચાર મહિના દરમિયાન ગ્રહોની સ્થિતિ બદલાતા અનેક રાજયોગની રચના થશે. આવી સ્થિતિમાં, કેટલીક રાશિઓ એવી છે જે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Mithun Zodiac, Kumbha Zodiac, Kanya Zodiac

આ ચાર મહિના દરમિયાન ગ્રહોની સ્થિતિ બદલાતા અનેક રાજયોગની રચના થશે

chaturmas 2024: હિન્દુ પંચાગ અનુસાર ચાતુર્માસની શરૂઆત દેવશયની એકાદશીથી થશે. આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુ આગામી ચાર મહિના સુધી યોગ નિદ્રામાં જશે. સૃષ્ટીના સંચારનો કાર્યભાર ભગવાન શિવ સંભાળશે. આ સાથે આગામી ચાર મહિના સુધી તમામ પ્રકારના શુભ અને માંગલિક કાર્યો બંધ થઈ જશે. આ ચાર મહિના દરમિયાન ગ્રહોની સ્થિતિ બદલાતા અનેક રાજયોગની રચના થશે. આવી સ્થિતિમાં, કેટલીક રાશિઓ એવી છે જે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. આવો જાણીએ કઈ રાશિના જાતકો માટે આગામી 4 મહિના સારા રહેશે.

Advertisment

વૈદિક પંચાગ અનુસાર, ચાતુર્માસ અષાઢ સુદ એકાદશી તિથિ એટલે કે 17 જુલાઈથી શરૂ થશે, જે કારતક મહિનાની એકાદશી તિથિ એટલે કે 12 નવેમ્બર 2024ના રોજ દેવઉઠી એકાદશીના દિવસે સમાપ્ત થશે. ચાતુર્માસને ચૌમાસ પણ કહેવામાં આવે છે.

ચતુર્માસમાં આ રાશિઓ પર કૃપા કરશે ભગવાન વિષ્ણુ

મિથુન રાશિ

આ રાશિના જાતકોને ભગવાન વિષ્ણુની સાથે ભગવાન શિવના વિશેષ આશીર્વાદ મળશે. આ ચાર મહિના દરમિયાન આ લોકોના જીવનમાં અનેક ખુશીઓ આવશે. દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. જીવન જીવવાની એક નવી રીત ઉભરી શકે છે. આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે. આ સાથે આવકના નવા સ્ત્રોત ખુલશે. કરિયરના ક્ષેત્રમાં ઘણો ફાયદો થવાનો છે. સાથીઓની સાથે તમને વરિષ્ઠ અધિકારીઓનો પૂરો સહયોગ મળશે, જેથી તમે દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ઘણો ફાયદાકારક સાબિત થઈ શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઘણા બધા લાભ મળી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. આ સાથે બાળક તરફથી કોઈ સારા સમાચાર પણ મળી શકે છે.

આ પણ વાંચો - ધનનો દાતા શુક્ર આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે, આ રાશિઓને મળશે અપાર ધન અને પ્રતિષ્ઠા

Advertisment

કુંભ રાશિ

આ રાશિના જાતકોને પણ ભગવાન વિષ્ણુ, શિવ તેમજ શનિદેવની કૃપા રહેશે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને હવે પહેલા કરેલા રોકાણમાં સારું વળતર મળશે. નોકરીમાં લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓ હવે ખતમ થઈ શકે છે. આ સાથે જ નવી નોકરી મળવાની પ્રબળ સંભાવનાઓ છે. લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓનો હવે અંત આવશે. માનસિક તણાવથી રાહત મળશે. પારિવારિક સમસ્યાઓ પણ હવે હલ થઈ શકે છે. બિઝનેસમાં ઘણો ફાયદો થવાનો છે. આવકના નવા સ્ત્રોત ખુલશે, જેનાથી તમે ખૂબ પૈસા કમાઈ શકશો.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે પણ આગામી ચાર મહિના સારા રહેવાના છે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થઈ શકે છે. આ સાથે જ પરિવાર સાથે સારો સમય પસાર થશે. ભગવાન વિષ્ણુ અને શિવની કૃપાથી દરેક ક્ષેત્રમાં સફળતા સાથે ધનલાભ મેળવી શકાય છે. તમને ભાગ્યનો પૂરો સાથ મળશે, જેના કારણે તમે ઘણો નફો કમાઈ શકશો. નવી નોકરીની શોધમાં રહેલા જાતકોને ઘણી તકો મળી શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલશે, જેના કારણે આર્થિક સ્થિતિ સારી રહેશે અને બચત પણ કરી શકશો.

ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેને સાચા અને સિદ્ધ થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ રીતે ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

રાશિફળ ધર્મ ભક્તિ