Chhath Puja 2024 Date : નહાય ખાયથી લઇને સૂર્યોદય અર્ધ્ય સુધી, જાણો છઠ મહાપર્વની તારીખ અને મહત્વ

Chhath Puja 2024 Date: છઠ મહાપર્વના દિવસોમાં સૂર્યદેવની પૂજા કરવાનો નિયમ છે. આ તહેવાર મૂળરૂપે બિહાર, પૂર્વાંચલમાં ઉજવવામાં આવે છે. આ ઉપરાંત દેશના અલગ અલગ રાજ્યોમાંથી લઈને વિદેશ સુધી ધામધૂમથી તેની ઉજવણી કરવામાં આવે છે.

Written by Ashish Goyal
November 04, 2024 18:53 IST
Chhath Puja 2024 Date : નહાય ખાયથી લઇને સૂર્યોદય અર્ધ્ય સુધી, જાણો છઠ મહાપર્વની તારીખ અને મહત્વ
Chhath Puja 2024 Date: પંચાગ અનુસાર દર વર્ષે છઠ મહાપર્વની શરૂઆત કારતક સુદ ચોથથી થાય છે

Chhath Puja 2024 Date: પંચાગ અનુસાર દર વર્ષે છઠ મહાપર્વની શરૂઆત કારતક સુદ ચોથની તિથિથી થાય છે, જે સપ્તમી તિથિ પર સૂર્યને અર્ધ્ય અર્પણ કરવાની સાથે સમાપ્ત થાય છે. આમાં સૌથી મહત્વપૂર્ણ તિથિ છઠ માનવામાં આવે છે. આ દિવસોમાં સૂર્યદેવની પૂજા કરવાનો નિયમ છે. આ તહેવાર મૂળરૂપે બિહાર, પૂર્વાંચલમાં ઉજવવામાં આવે છે. આ ઉપરાંત દેશના અલગ અલગ રાજ્યોમાંથી લઈને વિદેશ સુધી ધામધૂમથી તેની ઉજવણી કરવામાં આવે છે.

છઠ પૂજાને સૌથી મુશ્કેલ વ્રતોમાંથી એક માનવામાં આવે છે, કારણ કે આ દરમિયાન કઠોર નિયમોનું પાલન કરવાની સાથે લગભગ 36 કલાક માતાઓ નિર્જળા ઉપવાસ રાખે છે. માતાઓ પોતાના બાળકોના લાંબા આયુષ્ય, સારા ભવિષ્ય, રોગમુક્ત જીવન અને સુખ-સમૃદ્ધિ માટે આ વ્રત રાખે છે. આવો જાણીએ આ 4 દિવસનો તહેવાર ક્યારે શરૂ થઈ રહ્યો છે. સાથે જ દરેક દિવસનું મહત્વ.

છઠ મહાપર્વ 2024 તારીખ

છઠ પૂજાની શરૂઆત કારતક સુદ છઠથી થાય છે. તમને જણાવી દઈએ કે છઠ તિથિ 7 નવેમ્બરે બપોરે 12.41 વાગ્યે શરૂ થાય છે, જે 8 નવેમ્બરે બપોરે 12.35 વાગ્યે સમાપ્ત થાય છે. ઉદયા તિથિના આધારે છઠ પૂજા 7 નવેમ્બરના રોજ છે. આ દિવસે સાંજે સૂર્યને અર્ધ્ય અર્પણ કરવામાં આવશે.

નહાય ખાય – 5 નવેમ્બર 2024

કારતક સુદ ચોથના દિવસે નહાય ખાય હોય છે. છઠ પૂજાના પ્રથમ દિવસે નદી, તળાવ કે પવિત્ર જળમાં સ્નાન કરી સાત્વિક ભોજન ગ્રહણ કરે છે.

ખરના – 6 નવેમ્બર 2024

કારતક સુદ પાંચમના દિવસે ખરના કરવામાં આવે છે, જે બીજો દિવસ છે. આ દિવસે માતાઓ આખો દિવસ વ્રત રાખે છે અને પૂજા બાદ ગોળની ખીર ખાઇને 36 કલાકના નિર્જળા ઉપવાસ શરૂ કરે છે.

આ પણ વાંચો – આ દિવસે થશે લાભ પંચમની પૂજા, જાણો તિથિ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્વ

સંધ્યા અર્ધ્ય- 7 નવેમ્બર 2024

કારતક સુદ છઠએ ત્રીજો દિવસ છે, જે છઠનો સૌથી મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે. ત્રીજા દિવસે માતાઓ સૂર્યાસ્ત સમયે નદી અથવા તળાવમાં જાય છે અને સૂર્ય ભગવાનને અર્ધ્ય અર્પણ કરે છે.

સવારમાં અર્ધ્ય – 8 નવેમ્બર 2024

છઠ પૂજાનો છેલ્લો દિવસ કારતક સુદ સાતમના દિવસે આવે છે. આ દિવસે ઉગતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરવામાં આવે છે. જે બાદ માતાઓ પોતાનો ઉપવાસ ખોલીને પ્રસાદનું વિતરણ કરે છે.

ડિસ્ક્લેમર– આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેના સાચા અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ રીતે ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ