Merry Christmas 2024: 25 ડિસેમ્બરના દિવસને સમગ્ર વિશ્વમાં ક્રિસમસ ડે તરીકે ઉજવવામાં આવે છે. આમ તો આ ખ્રિસ્તી ધર્મનો મુખ્ય તહેવાર છે, પરંતુ લોકપ્રિયતાના કારણે દરેક ધર્મના લોકો ક્રિસમસની ઉજવણી ખૂબ જ ઉત્સાહથી કરવા લાગ્યા છે. આ દિવસે લોકો ચર્ચમાં જાય છે, પોતાના ઘરને સુંદર રીતે શણગારે છે, ક્રિસમસ ટ્રી લગાવે છે, કેક કાપે છે, તેમજ મિત્રો અને સંબંધીઓને મળે છે અને ગિફ્ટ સાથે ક્રિસમસની શુભેચ્છાઓ આપે છે.
મોટાભાગના લોકો આ બધી વાતો જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે 25 ડિસેમ્બરે ક્રિસમસ ડે કેમ ઉજવવામાં આવે છે કે પછી આ દિવસની ઉજવણી કેવી રીતે શરૂ થઈ અને ‘ક્રિસમસ’ શબ્દ ક્યાંથી આવ્યો? જો નહીં તો અહીં અમે તમને આ પ્રશ્નોના જવાબો આપવા જઈ રહ્યા છીએ. આવો જાણીએ તેની પાછળની કહાની.
આપણે 25 ડિસેમ્બરે ક્રિસમસ કેમ ઉજવીએ છીએ?
તમને જણાવી દઈએ કે આની પાછળ બે અલગ અલગ કહાનીઓ પ્રચલિત છે. પહેલી કહાની પ્રમાણે કહેવાય છે કે, જીસસ ક્રાઇસ્ટ એટલે કે યીશુનો જન્મ 25 ડિસેમ્બરે થયો હતો અને તેમનો જન્મ દિવસને ક્રિસમસ તરીકે ઉજવવામાં આવે છે. ‘ક્રિસમસ’ એ ‘ક્રાઈસ્ટ’ શબ્દ પરથી આવ્યો છે.
કહેવાય છે કે જીસસ ક્રાઇસ્ટની માતા મરિયમે પહેલેથી જ ભવિષ્યવાણી કરી હતી કે 25મી ડિસેમ્બરે તે બાળકને જન્મ આપશે. તેના 9 મહિના બાદ 25 ડિસેમ્બરે પેલેસ્ટાઇનના બેથલેહેમમાં તેમણે જીસસ ક્રાઇસ્ટને એવી જગ્યાએ જન્મ આપ્યો જ્યાં લોકો પશુપાલન કરતા હતા. થોડાક દૂર ચરવાહો ઘેટાં ચરાવતા હતા.
આ પણ વાંચો – Christmas Tree: ક્રિસમસ ટ્રી બાઇબલમાં નથી, તો કેવી રીતે થયું પ્રચલિત?
કહાની પ્રમાણે તે સમયે ભગવાન પોતે દેવદૂતનું રૂપ ધારણ કરીને તે ચરવાહો પાસે પહોંચ્યા હતા અને કહ્યું કે આ શહેરમાં એક મુક્તિદાતાનો જન્મ થયો છે. આ પછી બાળકના જન્મસ્થળ પર જોતજોતામાં ભીડ થઇ ગઇ હતી અને ત્યારથી જિસસ ક્રાઇસ્ટના જન્મદિવસની ઉજવણી માટે 25 ડિસેમ્બરે ક્રિસમસ ડે ઉજવવામાં આવે છે.
બીજી તરફ કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે ક્રિસમસનું પર્વ એ રોમન તહેવાર સૈંચુનેલિયાનું એક નવું સ્વરૂપ છે અને તે જીસસના જન્મદિવસ પહેલા ઉજવવામાં આવી રહ્યું છે. સૈંચુનેલિયા એક રોમન દેવતા છે.
ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર સન 137માં રોમન બિશપે આ તહેવાર વિશે સત્તાવાર જાહેરાત કરી હતી, પરંતુ પછી તેને ઉજવવા માટે કોઈ નિશ્ચિત તારીખ નક્કી કરવામાં આવી ન હતી. ત્યાર બાદ સન 350માં રોમન પાદરી જુલિયસે 25મી ડિસેમ્બરને ક્રિસમસ ડે ના રુપમાં મનાનવાની જાહેરાત કરી હતી.
ડિસ્ક્લેમર– આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો