વાસ્તુશાસ્ત્રમાં ઝાડ અને છોડનું બહુ જ મહત્વ રહેલુ છે. કઈ દિશામાં કયા છોડ લગાવવા જોઈએ. કયો વૃક્ષ કે ઝોડ વાવવાથી આર્થિક લાભ અને નુકસાન થાય છે તે અંગે જણાવવામાં આવ્યું છે. વાસ્તુ શાસ્ત્રમાં ઝાડ અને છોડની સારી-નસારી અસરો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. હિન્દુ ધર્મમાં જેમ તુલસી, પીપળો, વડ અને આસોપાલવના વૃક્ષને અત્યંત શુભ માનવામાં આવે છે તેવી જ રીતે ખ્રિસ્તી ધર્મમાં ક્રિસમસ-ટ્રીને બહુ જ મહત્વ આપવામાં આવ્યુ છે. લોકો માટે ભાગે નાતાલના ફેસ્ટિવલમાં જ ક્રિસમસ ટ્રી લાવતા હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં ક્રિસમસ-ટ્રીનું શું મહત્વ અને ફાયદાઓ છે તેમજ તેને કઇ દિશામાં રાખવાથી શુભ મળે છે, ચાલો જાણીયે…
વાસ્તુશાસ્ત્રમાં ‘ક્રિસમસ ટ્રી’નું મહત્વ
વાસ્તુ શાસ્ત્રમાં ક્રિસમસ ટ્રીનું પણ બહુ મહત્વ જણાવવામાં આવ્યું છે. ક્રિસમર ટ્રીને ઘરમાં રાખવું શુભ માનવામાં આવે છે. તેને ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા આવતી નથી, તેની ઘર પર સાનુકૂળ અસર થાય છે અને પરિણામ ઘરમાં શાંતિનું વાતાવરણ બની રહે છે. ઉપરાંત ક્રિસમસ ટ્રી ઘરમાં રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે તેવું પણ માનવામાં આવે છે. ક્રિસમસ ટ્રી એકતાનું પ્રતિક માનવામાં આવે છે. તેને ઘરમાં રાખવાથી ઘરના સભ્યો વચ્ચે વાદ-વિવાદ થતો નથી તેવી માન્યતા છે..

ક્રિસમસ ટ્રી કઈ દિશામાં રાખવું?
વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્રિસમસ ટ્રીને ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં રાખવું જોઈએ. તેનાથી ઘરમાં પોઝિટિવ એનર્જી આવે છે અને ધન લાભ થતું હોવાની મન્યતા છે. ઘરમાં ક્રિસમસ ટ્રી લાવતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તે ત્રિકોણાકાર હોવો જોઈએ.
ઘરમાં ક્રિસમસ ટ્રીમાં હોય તો કઇ બાબતોનું ધ્યાન રાખવું?
ઉપરાંત એવું પણ કહેવાય છે કે ક્રિસમસ ટ્રીને ઘરની દક્ષિણ દિશામાં ન રાખવું જોઈએ. તેનાથી નુકસાન થઈ શકે છે. ક્રિસમસ ટ્રી પાસે મીણબત્તી પ્રગટાવવી જોઈએ, તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થતો રહે છે. સાથે સાથે ક્રિસમસ ટ્રી પર ઘંટ લગાડવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે, ક્રિસમસ ટ્રી પર લાલ રિબનમાં ત્રણ સિક્કા બાંધવાથી પૈસાની ક્યારેય તંગી થતી નથી.