મહિલા પૂજારી, માસિક ધર્મમાં પણ મહિલાઓને મંદિરમાં પ્રવેશવાની છૂટ, ભારતનું આ અનોખું મંદિર તોડી રહ્યું છે રૂઢીચુસ્ત પરંપરા

Ma Linga Bhairavi Temple : એક બાજુ ભારતમાં મોટાભાગના મંદિરોમાં માસિક ધર્મ દરમિયાન સ્ત્રીઓને મંદિરમાં પ્રવેશવા અને પૂજા-પાઠ કરવા પર પ્રતિબધ છે. તો બીજી બાજુ દક્ષિણ ભારતનું આ મંદિર આવી રૂઢિચુસ્ત પરંપરાઓને તોડીને પીરિયડ્સમાં પણ મહિલાઓને પૂજા કરવાની મંજૂરી આપે છે

Written by Ajay Saroya
October 24, 2023 19:21 IST
મહિલા પૂજારી, માસિક ધર્મમાં પણ મહિલાઓને મંદિરમાં પ્રવેશવાની છૂટ, ભારતનું આ અનોખું મંદિર તોડી રહ્યું છે રૂઢીચુસ્ત પરંપરા
મા લિંગા ભૈરવી માતાનું મંદિર (Photo - isha.sadhguru.org)

Ma Linga Bhairavi Temple In Coimbatore : કોઈમ્બતુરમાં વેલિયાંગિરી પર્વતની તળેટીમાં એક અનોખું મંદિર આવેલું છે જ્યાં તમામ પૂજારીઓ મહિલાઓ છે. ‘મા લિંગા ભૈરવી’ નામના આ મંદિરને જે બાબતો અન્ય મંદિરો કરતા અલગ પાડે છે તે છે તેની અનન્ય પરંપરા. અહીં માત્ર મહિલા પૂજારીઓ, જેમને ‘ભૈરાગિની મા’ તરીકે ઓળખાતી માત્ર મહિલાઓને જ અંદરના ગર્ભગૃહમાં પ્રવેશવાની અને દેવીની પૂજા કરવાની મંજૂરી છે. ચમકતી લાલ સાડી પહેરેલી આ મહિલા પાદરીઓ વિવિધ જાતિઓ, ધર્મો અને વિશ્વના વિવિધ પ્રદેશોમાંથી આવે છે.

ma linga bhairavi temple coimbatore | Ma Linga Bhairavi Temple | Sadhguru Jaggi Vasudev temple | women priests in Sadhguru Jaggi Vasudev temple
મા લિંગા ભૈરવી માતાના મંદિરમાં તમામ પૂજારીઓ મહિલા છે. (Photo – isha.sadhguru.org)

એક બાજુ, ભારતમાં મોટાભાગના મંદિરોમાં માસિક ધર્મ દરમિયાન છોકરીઓ અને સ્ત્રીઓને મંદિરમાં પ્રવેશવા, પૂજા કરવા અને પવિત્ર પુસ્તકોને સ્પર્શ કરવા પર પ્રતિબંધ છે. તેનાથી વિપરિત, આ મંદિર માસિક ધર્મની આસપાસ પ્રચલિત પ્રતિબંધો અને માન્યતાઓને ફગાવીને એક નવી પરંપરા સ્થાપિત કરી રહ્યું છે. સ્ત્રી ભક્તોને તેમના માસિક ધર્મ દરમિયાન પણ અહીં પૂજા કરવાની મંજૂરી અપાય છે.

મા લિંગા ભૈરવી મંદિર ક્યા આવેલું છે?

મા લિંગ ભૈરવી મંદિર તમિલનાડુના કોઈમ્બતુર શહેરથી ચાલીસ કિલોમીટર દૂર સદગુરુ જગ્ગી વાસુદેવ આશ્રમમાં આવેલું છે. દેવીના નિવાસસ્થાનની દિવાલો એક ઊંધી ત્રિકોણ બનાવે છે, જે સૃષ્ટિના સ્ત્રી ગર્ભનું પ્રતીક છે, જ્યારે આંતરિક ભાગમાં એક નાનો ત્રિકોણ ગર્ભમાં અજન્મ પુરુષત્વનું પ્રતિનિધિત્વ કરે છે. મંદિરની રચના સ્ત્રીના શરીરનું પ્રતિનિધિત્વ કરે છે.

માસિક સ્રાવ દરમિયાન સ્ત્રીઓ અશુદ્ધ નથી

મૂળ લેબનોનની રહેવાસી એક મહિલા પૂજારીસ ભૈરાગીની મા હનીને ટાઈમ્સ નાઉ સાથે વાત કરતા કહ્યું કે, મહિલાઓને મંદિરમાં પ્રવેશવા અને પ્રાર્થના કરવાની મંજૂરી આપવા પાછળનો વિચાર સમજાવ્યો અને આ પ્રતિબંધોને દૂર કરવાનો સમય આવી ગયો છે?

મહિલા પૂજારીએ સમજાવ્યું, “માસિક સ્રાવ દરમિયાન મહિલાઓને રસોડામાં અથવા મંદિરોમાં પ્રવેશતા અટકાવવાની પ્રથાનો મૂળ હેતુ તેમને મુશ્કેલ દૈનિક કાર્યોમાંથી રાહત આપવાનો હતો. આ પરંપરા એવા યુગમાં શરૂ થઈ જ્યારે પરિવારો મોટા હતા અને મહિલાઓને સંખ્યાબંધ લોકો માટે ભોજન તૈયાર કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું હતું. તે ઉપરાંત ઘરમાં પ્રાર્થના રૂમ ખાસ કરીને વિશાળ હતા. આ સમયગાળા દરમિયાન ભોજન બનાવવું પોતે જ એક મુશ્કેલ કાર્ય હતું. તેથી સ્ત્રીઓને તેમના માસિક ચક્ર દરમિયાન થતા શારીરિક અને ભાવનાત્મક પરિવર્તનો ઓળખવા એક રીતે કામકાજમાંથી રજા આપવામાં આવી હતી. તેમણે ઉમેર્યું કે, સમય જતાં આ વસ્તુઓ વિકૃત થઈ ગઈ છે, જેના કારણે માસિક સ્રાવને અશુદ્ધ માનવાની ખોટી માન્યતા સર્જાઇ.

આ પણ વાંચો | ડાયટમાં કેટલા ફળનો સમાવેશ કરવો, સિઝનલ ફળના સેવનથી શરીરને શું ફાયદો થશે? જાણો સદગુરુ જગ્ગી વાસુદેવ પાસેથી હેલ્થ ટીપ્સ

ભૈરાગિની મા હનીને કહ્યું કે. આ જૈવિક પ્રક્રિયા આપણા અસ્તિત્વનો આધાર છે. તેને અશુદ્ધ કેવી રીતે ગણી શકાય? જો આપણે માસિક સ્રાવને વર્જિત જાહેર કરીએ છીએ, તો આપણે આવશ્યકપણે સમગ્ર માનવ અસ્તિત્વને અશુદ્ધ જાહેર કરી રહ્યા છીએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ