Mangal And shukra yuti : વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમય-સમય પર અન્ય ગ્રહોની સાથે યુતિ બનાવે છે. જેનો પ્રભાવ માનવ જીવન અને પૃથ્વી પર જોવા મળે છે. મંગળ ગ્રહે કર્ક રાશિમાં પ્રવેશ કરી લીધો છે. અને કેટલાક દિવસો બાદ શુક્ર ગ્રહ કર્કમાં પ્રવેશ કરશે. જેનાથી કર્ક રાશિમાં મંગળ અને શુક્રની યુતિ બનશે. જેનો પ્રભાવ દરેક રાશિઓના જાતકો પર પડશે. જેમાં ત્રણ રાશિઓ એવી છે જેમને આ સમયે ધનલાભ અને પ્રગતિના યોગ છે. ચાલો જાણીએ કઇ રાશીને થશે અસર..
કર્ક રાશિ
આ રાશિના જાતકો માટે શુક્રગ્રહ અને મંગળગ્રહની યુતિ અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિના લગ્ન ભાવમાં બની રહી છે. જેથી આની દ્રષ્ટી તમારા સપ્તમ ભાવ પર પડશે. એટલા માટે આ સમયે તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ જોવા મળશે. સાથે જ આ સમયે તમારા જીવનસાથીની સાથે સંબંધોમાં મધુરતા જોવા મળશે. સાથે જ પાર્ટનરશિપના કામમાં સફળતા મળી શકે છે. આ સમયે નોકરિયાત લોકોને કાર્યક્ષેત્રમાં સારી સફળતા મળી શકે છે. તેમને નવી જવાબદારી મળી શકે છે. પારિવારિક જીવનમાં સકારાત્મક બદલાવ આવશે. અને ઘર પરિવારનો માહોલ ખુબ જ સારો રહેશે.
તુલા રાશિ
શુક્ર અને મંગળની યુતિ તુલા રાશિના જાતકોને લાભપ્રદ સિદ્ધ થઇ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિના દશમ ભાવમાં બનવા જઈ રહી છે. એટલા માટે આ સમય તમારા કામ-કારોબારમાં આશાતીત સફળતા મળી શકે છે. આ દરમિયાન વેપારીઓને સારો ધનલાભ થઇ શકે છે. સાથે જ જે લોકો કપડા, લક્ઝરી આઇટમ, ફિલ્મ લાઇન, મીડિયા, કલા અને સંગીતના ક્ષેત્રથી જોડાયેલા છે. તેમના માટે આ સમય સાનદાર સાબિત થઇ શકે છે. જે લોકો બેરોજગાર છે તેમના માટે આ સમયે નોકરી મળી શકે છે. નોકરિયાત લોકોની પદોન્નતિ થઇ શકે છે.
વૃશ્ચિક રાશિ
આ રાશિના જાતકો માટે શુક્ર અને મંગળની યુતિ આર્થિક રૂપથી સારી સાબિત થઈ શકે છે. કારણ કે મંગળગ્રહ તમારી ગોચર કુંડળીમાં આ યુતિ નવમ ભાવમાં બનશે. એટલા માટે આ સમયે તમારું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ આ સમયે તમે તીર્થ યાત્રા પર જઇ શકો છો. તમારો ઝુકાવ આ સમયે આધ્યાત્મ તરફ થઈ શકે છે. સાથે જ જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહ્યા છે તેમને કોઇપણ પરીક્ષામાં સફળતા મળી શકે છે. તેમને નોકરી મળી શકે છે. સાથે જ તમારે કામકાજ અર્થે વિદેશ જવાનો અવસર મળી શકે છે. સાથે જ પિતાનો આ સમયે તમને સહયોગ પ્રાપ્ત થઇ શકે છે. આ સાથે જ પિતાનો પણ તમને સહયોગ પ્રાપ્ત થશે.